Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : શહેરને મળશે વધુ એક નવા ઓવર બ્રિજની ભેટ, જાણો વિગતવાર

VADODARA : વડોદરા (VADODARA) અનેક રીતે મધ્યગુજરાતમાં મહત્વનું સ્થાન ધરાવે છે. જેથી શહેરમાં વસ્તીમાં વધારો થવા સાથે નવા વિસ્તારોનો પણ હરણફાળ સમાવેશ કરવામાં આવી રહ્યો છે. અને ટ્રાફિકનું પણ ભારણ વધી ગયું છે. તેવામાં પાલિકા દ્વારા ટ્રાફિકના વધતા ભારણને ધ્યાનમાં...
vadodara   શહેરને મળશે વધુ એક નવા ઓવર બ્રિજની ભેટ  જાણો વિગતવાર
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) અનેક રીતે મધ્યગુજરાતમાં મહત્વનું સ્થાન ધરાવે છે. જેથી શહેરમાં વસ્તીમાં વધારો થવા સાથે નવા વિસ્તારોનો પણ હરણફાળ સમાવેશ કરવામાં આવી રહ્યો છે. અને ટ્રાફિકનું પણ ભારણ વધી ગયું છે. તેવામાં પાલિકા દ્વારા ટ્રાફિકના વધતા ભારણને ધ્યાનમાં લઈને સમા તળાવથી દુમાડ તરફના માર્ગ ઉપર રૂ. 56.00 કરોડના ખર્ચે ફ્લાય ઓવર બ્રિજ બનાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનરે આ બ્રિજ બનાવવા માટે કેન્દ્ર સરકારની સર્વે એજન્સી દ્વારા તેયાર કરવામાં આવેલા ડિટેઇલ પ્રોજેક્ટ રિપોર્ટ (ડી.પી.આર)ની સરકારમાંથી મંજૂરી મેળવી છે. જેનું માર્કિંગ કરવામાં આવી રહ્યું હોવાનું નજરે પડી રહ્યું છે.

7 જંકશનો ઉપર ફ્લાય ઓવર બ્રિજ બનાવવામાં આવનાર છે

વડોદરાનો સર્વાંગી વિકાસ થવાના કારણે ટ્રાફિકનો પ્રશ્ન પણ ઉદ્ભવ્યો છે, જેથી રાજ્ય સરકાર દ્વારા મહાનગર પાલિકાઓમાં 54 અને નગર પાલિકાઓમાં 21 મળી 75 ઓવરબ્રિજ બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જે મુજબ વડોદરા શહેરમાં વૃંદાવન ચાર રસ્તા, ખોડિયારનગર ચાર રસ્તા, સરદાર એસ્ટેટ ચાર રસ્તા, સંગમ ચાર રસ્તા, વાસણા રોડ ચાર રસ્તા, સમા ચાર રસ્તા અને માણેક પાર્ક ચાર રસ્તા જંકશનનો મળી 7 જંકશનો ઉપર ફ્લાય ઓવર બ્રિજ બનાવવામાં આવનાર છે. જે પૈકી સમા તળાવ પાસે નવો ફ્લાયઓવર બ્રિજ બનાવવાનું કાર્ય હાથ પર લેવામાં આવ્યું હોવાનો ધમધમાટ જોવા મળી રહ્યો છે.

Advertisement

દરખાસ્ત તૈયાર કરી સ્થાયિ સમિતીમાં મંજૂરી માટે રજૂ

પાલિકા દ્વારા સમા તળાવ ચાર રસ્તા ખાતે ફ્લાય ઓવર બ્રિજ બનાવવા માટે સરળ અને સુરક્ષિત વાહન વ્યવહારના અભ્યાસ માટે કેન્દ્ર સરકારની સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટીટ્યૂટ (સી.આર.આર) પાસે સર્વે કરાવી ડિટેઇનલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરાવ્યો હતો. જે રિપોર્ટને રાજ્ય સરકારના શહેરી મંત્રાલય તરફથી મંજૂરી મેળવવા માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા એક દરખાસ્ત તૈયાર કરી સ્થાયિ સમિતીમાં મંજૂરી માટે રજૂ કરવામાં આવી હતી. જે મંજૂર કરી ઓવર બ્રિજ બનાવવા મંજૂરી મળી હતી.

Advertisement

ઓવર બ્રિજ 24 થી 26 પીલ્લર પર બનાવવામાં આવશે

વડોદરા કોર્પોરેશન દ્વારા એક્સપ્રેસવે તરફથી આવતા વાહનોના કારણે ટ્રાફિકની સમસ્યા ઉદભવે છે. વિશ્વામિત્રી નદી ઉપર બ્રિજ અને નર્મદા કેનાલ ઉપર બ્રિજ હોવાના કારણે સમાથી હરણી તરફ ઉત્તર પૂર્વ અને જોડતા નવા ટ્રાફિક લિંક તથા ટ્રાફિકના ભારણને ધ્યાનમાં લેતા વર્ષ 2027 સુધીમાં બ્રિજની કામગીરી પૂર્ણ કરવાનું અનુમાન છે. આ બ્રિજ પાછળ અંદાજે રૂ. 56 કરોડ ખર્ચ થશે. અમીતનગર સર્કલથી દુમાડ સુધીના 30 મીટર રોડ ઉપર બનાવવામાં આવનાર આ ફ્લાય ઓવર બ્રિજની લંબાઇ 560 મીટર અને પહોળાઇ 16.80 મીટરની રહેશે. બ્રિજની આજુ બાજુમાં 5.6 મીટરનો સર્વિસ રોડ બનાવવામાં આવશે અને 1 મીટર જગ્યા ઉપર ફૂટપાથ બનાવવામાં આવશે. આ ઓવર બ્રિજ 24 થી 26 પીલ્લર પર બનાવવામાં આવશે, તેવું પ્રાથમિક સુત્રોનું જણાવવું છે.

આ પણ વાંચો -- VADODARA : શહેરના ઇન્ટરનેશનલ એરપોર્ટની છતમાંથી પાણીની ધાર વહી

Tags :
Advertisement

.

×