VADODARA : પૂર સહાયના રૂપિયા આવ્યાનું જણાવી ઠગાઇ, રીક્ષા ચાલકે જણસ ગુમાવી
VADODARA : વડોદરા (VADODARA) માં પૂર સહાયના રૂપિયા (FLOOD RELIEF MONEY) આપવાનું જણાવીને રીક્ષા ચાલક જોડે ઠગાઇનો કિસ્સો સામે આવ્યો છે. રીક્ષા ચાલકને અજાણ્યા નંબર પરથી ફોન કરીને ચોક્કસ સ્થળે બોલાવવામાં આવ્યા હતા. ત્યાં આવ્યા બાદ તેમની પાસેના રોકડ અને દાગીના કેમેરામાં ના આવી જાય તેમ જણાવીને તેને રીક્ષાની ડીકીમાં મુકવા જણાવ્યું હતું. ત્યાર બાદ રીક્ષા ચાલક ત્યાં પહોંચતા કોઇ મળી આવ્યું ન્હતું. બાદમાં પરત આવીને ડીકીમાં જોત તેમાંથી જણસ અને રોકડ બંને ગાયબ હતા. આખરે રીક્ષા ચાલકે અજાણ્ય શખ્સ સામે રાવપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
દાગીના અને રૂપિયા રીક્ષાની ડીકીમાં મુકીને આવો
રાવપુરા પોલીસ મથકમાં જયંતિભાઇ કરશનભાઇ ખારવાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, 15, સપ્ટેમ્બરના રોજ તેમને ેક ફોન આવ્યો હતો. જેમાં જણાવ્યું કે, પુરગ્રસ્તના રૂપિયા આવ્યા છે. તમે રફાઇશા બદામડી બાગ પાસે આવી જાઓ. જેથી જેઓ તેમની પુત્રી સાથે રીક્ષામાં ગયા હતા. ત્યાં ફરી અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. અને જણાવ્યું કે, તમારી પાસેની કિંમતી વસ્તુઓ અને રૂપિયા કેમારામાં ના આવે તે માટે તમે તમારા કિંમતી દાગીના અને રૂપિયા રીક્ષાની ડીકીમાં મુકીને દરગાહની સામે મકાન તુટેલું છે, તે જગ્યાએ આવો.
ફોન કરતા તે સ્વિચ ઓફ આવતો હતો
બાદમાં ફરિયાદીએ પોતાની સોનાની ચેઇન અને રોકડા રીક્ષાની ડીકીમાં મુક્યા હતા. અને ત્યાંથી તેમની પુત્રી સાથે તેઓ ફોન કરનાર શખ્સે જણાવેલા સ્થળ પર પહોંચ્યા હતા. ત્યાં જઇને કોઇ પણ શખ્શ મળીઆવ્યો ન્હતો. બાદમાં તેમણે જે નંબર પરથી ફોન આવ્યો હતો. ત્યાં ફોન કરતા તે સ્વિચ ઓફ આવતો હતો. બાદમાં તેઓ રીક્ષા પાસે આવતા તેની ડીકીમાં મુકેલા સોનાની ચેઇન અને રોકડા રૂપિયા મળી આવ્યા ન્હતા. આ ઘટનામાં ફરિયાદીએ એક તોલાની સોનાની ચેઇન અને રોકડા રૂપિયા મળીને કુલ. 37 હજાર ગુમાવ્યા હતા. આખરે ઉપરોક્ત મામલે અજાણ્યા શખ્સ સામે રાવપુરા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે બાદ પોલીસે સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો -- રાજ્યમાં સૌથી મોટું સ્કેમ કરનાર BZ ગ્રૂપનો CEO BJP નો સભ્ય! રૂ. 6 હજાર કરોડનાં કૌભાંડનો આરોપ


