Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : વાહન પર સર્પાકાર રીતે જતી ટ્રીપલ સવારીનો વીડિયો વાયરલ

VADODARA : ચાલક ટુ વ્હીલરને સર્પાકાર રીતે ચલાવી રહ્યો છે. જે ટુ વ્હીલર પર બેઠેલા તમામના જીવન માટે જોખમ ઉભુ કરી શકે તેમ છે.
vadodara   વાહન પર સર્પાકાર રીતે જતી ટ્રીપલ સવારીનો વીડિયો વાયરલ
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) ના અતિવ્યસ્ત રહેતા એલ એન્ટ ટી સર્કલ (L & T CIRCLE, VADODARA) પાસે રાતના સમયે સર્પાકાર જતી ટુ વ્હીલર પર ટ્રીપલ સવારીનો વીડિયો સોશિયલ મીડિયા (SOCIAL MEDIA VIRAL VIDEO) મારફતે સામે આવ્યો છે. આ સ્થળે અગાઉ અનેક વખત અકસ્માતની ઘટનાઓ સામે આવી ચુકી છે. ત્યારે આ જગ્યાએથી પસાર થતી વખતે વધારે સાચવવાની જગ્યાએ, ટુ વ્હીલર ચાલકો દ્વારા સ્ટંટ બાજી કરવામાં આવી રહી હોવાનું સપાટી પર આવવા પામ્યું છે. હવે આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા મારફતે સપાટી પર આવ્યા બાદ પોલીસ શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.

સાવચેતી પૂર્વક જવાની જગ્યાએ બિંદાસ્ત ટુ વ્હીલર પર ટ્રીપલ સવારી જઇ રહી છે

વડોદરામાં સોશિયલ મીડિયા મારફતે અગાઉ અનેક વખત વાહન ચાલકોની બેદરકારી સપાટી પર આવતી રહી છે. અને કેટલાક કિસ્સાઓમાં તો પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવે છે. છતાંય આ સિલસિલો અટકવાનું નામ નથી લઇ રહ્યો, અને સમયાંતરે સામે આવતો જ રહે છે. વડોદરામાં એલ એન્ડ ટી સર્કલ પાસે અનેક અકસ્માતની ઘટનાઓ આવી ચુકી છે. આ ઘટનાઓ બાદ લોકોએ અહિંયાથી સાવચેતી પૂર્વક જવાની જગ્યાએ બિંદાસ્ત ટુ વ્હીલર પર ટ્રીપલ સવારી જઇ રહી છે.

Advertisement

હવે પોલીસ શું પગલાં લે છે તે જોવું રહ્યું

એટલું જ નહીં ચાલક ટુ વ્હીલરને સર્પાકાર રીતે ચલાવી રહ્યો છે. જે ટુ વ્હીલર પર બેઠેલા તમામના જીવન માટે જોખમ ઉભુ કરી શકે તેમ છે. આ ઘટના સપાટી પર આવ્યા બાદ હવે પોલીસ શું પગલાં લે છે તે જોવું રહ્યું. સાથે જ ઇન્ટરનેટ પર યુઝર્સ દ્વારા આવી બેદરકારી દાખવનારાઓ સામે કડક હાથે કાર્યવાહી કરવી જોઇએ તેવો મત વ્યક્ત કરવામાં આવ્યો છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : પંડ્યા બ્રિજ પર ટ્રક અને કાર બંધ પડતાં લાંબો ટ્રાફીક જામ

Tags :
Advertisement

.

×