Valsad: હાઇવે એજન્સી દ્વારા Ambulance નો દુરુપયોગ કરવામાં આવ્યો! Video થયો Viral
- દર્દીને માટેની Ambulance નો ઉપયોગ લાઈટ રીપેર કરવા માટે?
- લાઈટ રીપેર કરવા એમ્બ્યુલન્સનો ઉપયોગ થયો હોવાનો વીડિયો વાયરલ
- એમ્બ્યુલન્સનો દુરુપયોગ કરાયો હોવાનો વીડિયો વાયરલ થયો
Valsad: ગુજરાતમાં એમ્બ્યુલન્સનો ઉપયોગ દર્દીઓની સારવાર માટે કરવામાં આવે છે. રાજ્યમાં કોઈ દર્દીને સત્વરે સારવાર આપવા માટે એમ્બ્યુલન્સની મદદ લેવામાં આવતી હોય છે. પરંતુ જો આવી એમ્બ્યુલન્સનો દુરૂપયોગ કરવામાં આવે તો? જી હા, આવી જ એક ઘટના વલસાડ (Valsad)માં બની છે. વલસાડ (Valsad)માં હાઇવે એજન્સી દ્વારા એમ્બ્યુલન્સનો દુરુપયોગ કરાયો હોવાનો વીડિયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે. તો પ્રશ્ન એ થાય છે કે, એમ્બ્યુલન્સ રસ્તા પર કામ કરવા માટે છે?
Valsad : હાઇવે એજન્સી દ્વારા Ambulance નો દુરુપયોગ | Gujarat First
દર્દી ને લાવવા લઈ જવા નહિ પરંતુ લાઈટ રીપેર કરવા એમ્બ્યુલન્સ નો ઉપયોગએમ્બ્યુલન્સ માં લાઈટ રીપેરીંગ કરવા નો સામાન નાખી કરાતો હતો દુરુપયોગ
દર્દી ને બદલે પરચુરણ કામ માં દૂર ઉપયોગ નો વિડીયો વાયરલ#Valsad… pic.twitter.com/yo57JhCNIM— Gujarat First (@GujaratFirst) November 19, 2024
આ પણ વાંચો: Exclusive: ગુજરાતમાં હત્યાના કેસ વધ્યા તેનું કારણ શું? જાણો શું કહ્યું જાણીતા સાયકોલોજિસ્ટે...
દર્દીને બદલે પરચુરણ કામમાં દૂરઉપયોગનો વીડિયો વાયરલ
વલસાડમાં હાઈવે પર હાઈવે એજન્સી દ્વારા દર્દીને લાવવા માટે માટે કે સારવાર માટે નહીં પરંતુ લાઈટ રીપેર કરવા માટે એમ્બ્યુલન્સનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં પરંતુ એમ્બ્યુલન્સમાં લાઈટ રીપેરીંગ કરવાનો સામાન નાખી દુરુપયોગ કરાતો હતો. જેનો અત્યારે વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. તેની સાથે સાથે અત્યારે લોકો અનેક પ્રકારના સવાલો પણ કરી રહ્યાં છે.
આ પણ વાંચો: Rajkot મનપાની જનરલ બોર્ડની બેઠકમાં જામ્યું શાબ્દિક યુદ્ધ, જુઓ આ Video
એમ્બ્યુલન્સનો ઉપયોગ લાઈટ રીપેરીંગ કરવા માટે?
નોંધનીય છે કે, દર્દીને બદલે પરચુરણ કામમાં દુર ઉપયોગનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે દર્દીને લાવવા માટે ઉપયોગમાં લેવાતી એમ્બ્યુલન્સનો ઉપયોગ લાઈટ રીપેરીંગ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. પરંતુ શું એમ્બ્યુલન્સનો ઉપયોગ આવા કામ માટે કરવાનો હોય છે? એકબાજુ એમ્બ્યુલન્સની કમી છે અને બીજી બાજૂ આવી રીતે એમ્બ્યુલન્સનો ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું છે. તો આ મામલે યોગ્ય તપાસ થવી ખુબ જ જરૂરી છે. પરંતુ શું કાર્યવાહી થશે? કારણ કે, દર્દીને લાવવા લઈ જવા નહીં પરંતુ લાઈટ રીપેર કરવા એમ્બ્યુલન્સના ઉપયોગને લઈને અનેક ચર્ચાઓ થઈ રહીં છે.
આ પણ વાંચો: Jetpur: સાંકળી ગામના પાટિયા પાસે બે બાઈક અને એક કારનો ત્રીપલ અકસ્માત, 5 લોકો ઇજાગ્રસ્ત


