Vav Assembly by-Election: મતગણતરી કેન્દ્ર ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત! SP અક્ષય રાજ મકવાણાનું નિવેદન
- મતગણતરી માટે 3 લેયરમાં બંદોબસ્ત ગોઠવાયો
- વિજય સરઘસ માટે અલગથી પોલીસ ટીમ તૈનાત
- પોલીસ બંદોબસ્તને લઈને SP અક્ષય રાજ મકવાણાનું નિવેદન
આજે વાવ વિધાનસભાની પેટાચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે. વાવ વિધાનસભાની પેટાચૂંટણી (Vav Assembly by-Election)ની મતગણતરી પાલનપુર- જગાણામાં આવેલી એન્જિનિયરિંગ કોલેજ ખાતે થઈ રહીં છે. સમગ્ર મતગણતરીની સમગ્ર પ્રક્રિયાને લઈને બનાસકાંઠાના SP અક્ષય રાજ મકવાણાનું નિવેદન સામે આવ્યું છે. પોલીસ દ્વારા અહીં પુરતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ સાથે સાતે બનાસકાંઠાના એસપી દ્વારા અન્ય પણ વિગતો આપવામાં આવી છે.
Vav Election Result : બનાસકાંઠાના SP અક્ષય રાજ મકવાણાનું નિવેદન | Gujarat First#vav #VavElectionResults #spbanaskantha #Jharkhand #Maharashtra #ElectionResults2024 #liveupdates #Gujaratfirst@SP_Banaskantha pic.twitter.com/PdcgfVtSmU
— Gujarat First (@GujaratFirst) November 23, 2024
આ પણ વાંચો: પાતાળેશ્વર મહાદેવના દર્શન કરી સ્વરૂપજી ઠાકોરે વ્યક્ત કરી જીતની આશા
મતગણતરી માટે 3 લેયરમાં બંદોબસ્ત ગોઠવાયો
વિગતે વાત કરવામાં આવે તો બનાસકાંઠાના એસપી અક્ષય રાજ મકવાણાએ માહિતી આપતા કહ્યું કે, જ્યાં મતગણતરી છે 3 લેયરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જેમાં પ્રથમ સીઆરપીએફ, બીજા ક્રમે એસઆરપી અને અને પોલીસને ગોઠવી દેવામાં આવી છે. આ દરમિયાન પોલીસ દ્વારા અહીં આવતા તમામ લોકોની તપાસ પણ કરવામાં આવે છે. જે લોકોને અંદર જવાની પરવાનગી છે તેમને જ અંદર એન્ટ્રી મળી રહીં છે.
આ પણ વાંચો: વટની લડાઈમાં આજે આવશે પરિણામ! Gujarat First પર મળશે પળેપળની માહિતી
વિજય સરઘસ માટે અલગથી પોલીસ ટીમ તૈનાતઃ બનાસકાંઠા એસપી
વધુમાં અક્ષય રાજ મકવાણાએ જણાવ્યું કે, જેનો પણ વિજય થાય છે, તેમાં વિજય સરઘસ માટે અલગથી પોલીસ ટીમ તૈનાત કરવામાં આવી છે. કોઈ પણ પ્રકારે કાયદા અને વ્યવસ્થાને હાનિ ના થાય તે માટે પોલીસ દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરી દેવામાં આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, આગામી થોડા જ કલાકોમાં વાવ વિધાનસભાની પેટાચૂંટણી (Vav Assembly by-Election)નું પરિણામ જાહેર કરવામાં આવશે. જોવાનું એ રહે છે કોનું વિજય સરઘસ નીકળે છે?
આ પણ વાંચો: Surat : સિંગણપોરમાં પતિએ ચપ્પાના ઉપરાછાપરી ઘા ઝીંકી પત્નીની હત્યા કરી, પછી કર્યો આપઘાત


