ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Visavadar by-Election : ગોપાલ ઈટાલિયા પર ભાજપના યજ્ઞેશ દવેના આકરા વાકપ્રહાર, X પર પોસ્ટ કરી તતડાવ્યા

ગોપાલ ઈટાલિયા (Gopal Italia) એ વિસાવદર બેઠકની પેટાચૂંટણીના પ્રચારમાં સનાતન ધર્મ મુદ્દે આપેલા નિવેદન બાદ ભાજપના યજ્ઞેશ દવે (Yagnesh Dave) ગુસ્સે થયા છે. તેમણે આ સંદર્ભે X પર એક પોસ્ટ કરીને ગોપાલ ઈટાલિયાની સરખામણી શ્વાન સાથે કરી દીધી છે. વાંચો વિગતવાર.
12:24 PM Jun 07, 2025 IST | Hardik Prajapati
ગોપાલ ઈટાલિયા (Gopal Italia) એ વિસાવદર બેઠકની પેટાચૂંટણીના પ્રચારમાં સનાતન ધર્મ મુદ્દે આપેલા નિવેદન બાદ ભાજપના યજ્ઞેશ દવે (Yagnesh Dave) ગુસ્સે થયા છે. તેમણે આ સંદર્ભે X પર એક પોસ્ટ કરીને ગોપાલ ઈટાલિયાની સરખામણી શ્વાન સાથે કરી દીધી છે. વાંચો વિગતવાર.
Yagnesh Dave Gujarat First

Visavadar by-Election : ગુજરાતમાં કડી અને વિસાવદર બેઠક પર પેટાચૂંટણી યોજાવાની છે. આ દિવસોમાં બંને બેઠકો પર રાજકીય પક્ષો પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે. વિસાવદરની પેટાચૂંટણી હાઈવોલ્ટેજ પોલિટિકલ ડ્રામા બનવાની છે તેમાં કોઈ બેમત નથી. તેથી દરેક મુખ્ય પક્ષ વિસાવદર બેઠક માટે બહુ મહેનત કરી રહ્યો છે. આમ આદમી પાર્ટીએ વિસાવદર પરથી ગોપાલ ઈટાલિયા (Gopal Italia) ને ઉમેદવાર બનાવ્યા છે. તેમણે પ્રચાર કરતી વખતે સનાતન ધર્મ મુદ્દે નિવેદન આપ્યું હતું. હવે આ નિવેદન પર વિસાવદર જ નહિ પરંતુ સમગ્ર ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. ભાજપના મીડિયા કન્વીનર યજ્ઞેશ દવે (Yagnesh Dave) એ X પર એક પોસ્ટ કરીને ગોપાલ ઈટાલિયાની સરખામણી શ્વાન સાથે કરી દીધી છે.

યજ્ઞેશ દવેના આકરા વાકપ્રહાર

વિસાવદર બેઠક પર થનાર પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ Gopal Italia ને ઉમેદવાર બનાવ્યા છે. આ બેઠક જીતવા માટે ગોપાલ ઈટાલિયા રાત-દિવસ પ્રચાર કરી રહ્યા છે. જો કે તાજેતરમાં ગોપાલ ઈટાલિયાએ પ્રચાર દરમિયાન સનાતન ધર્મ મુદ્દે નિવેદન આપ્યું હતું. આ નિવેદન બાદ ગોપાલ ઈટાલિયા વિવાદમાં ફસાઈ ગયા છે. હવે ચારેકોર તેમનો વિરોધ થઈ રહ્યો છે. ગોપાલ ઈટાલિયાના નિવેદન પર ભાજપના યજ્ઞેશ દવેએ તીખી પ્રતિક્રિયા આપી છે. ભાજપના મીડિયા કન્વીનર Yagnesh Dave એ X પર એક પોસ્ટ કરીને ગોપાલ ઈટાલિયાની સરખામણી શ્વાન સાથે કરી દીધી છે.

આ પણ વાંચોઃ  AHMEDABAD : પાલીમાં જૈન સાધુનું અકસ્માતમાં મૃત્યુ બાદ મોટી આક્રોશ રેલી યોજાઇ

શ્વાન સાથે કરી સરખામણી

ભાજપના યજ્ઞેશ દવેએ ગોપાલ ઈટાલિયાએ જન્મથી જ વિકૃત ગણાવ્યા છે. આ સમગ્ર મામલે યજ્ઞેશ દવેએ ગોપાલ ઈટાલિયાને જન્મથી જ સનાતન ધર્મ વિરુદ્ધની માનસિકતા ધરાવતા ગણાવ્યા છે. યજ્ઞેશ દવેએ X પર કરેલ પોસ્ટમાં ગોપાલ ઈટાલિયા ચૂંટણી વખતે સુધરવાનું નાટક કરી રહ્યા છે તેવું લખ્યું છે. તેમણે આગળ લખ્યું કે, શ્વાનની પુંછડી વાંકી હોય અને વાંકી જ રહેશે. પહેલા ગોપાલ ઈટાલિયાના સનાતન ધર્મ મુદ્દે આપેલા નિવેદન અને હવે આ નિવેદન પર યજ્ઞેશ દવેની તીખી પ્રતિક્રિયાથી માત્ર વિસાવદર જ નહિ પરંતુ સમગ્ર ગુજરાતનું રાજકારણ ગરમાયું છે.

ગોપાલ ઈટાલિયાનો ચોમેર વિરોધ

વિસાવદર બેઠકની પેટાચૂંટણી માટે Gopal Italia જેટલા ઉત્સાહી છે તેટલો જ તેમનો ઠેર ઠેર વિરોધ પણ થઈ રહ્યો છે. સનાતન ધર્મ મુદ્દે આપેલા નિવેદન બાદ એક પછી એક મહાનુભાવો આગળ આવતા જાય છે અને ગોપાલ ઈટાલિયાનો વિરોધ કરી રહ્યા છે. ગઈકાલે મહેશગીરી બાપુએ પણ ગોપાલ ઈટાલિયાને આડેહાથ લીધા હતા. તેમણે ગોપાલ ઈટાલિયાને ગામડાઓમાં ન પ્રવેશવા દેવાની હાકલ કરી હતી. આ સિવાય જૂનાગઢના કિન્નર અખાડાનો ગોપાલ ઈટાલિયા સામે આક્રોશ સામે આવ્યો છે. કિન્નર અખાડા બહુચરાજી મઢના નીલમ દેના વાયરલ થયેલા વીડિયોમાં તેઓ કહી રહ્યા છે કે, આદી-અનાદી કાળથી કિન્નરના અખાડા છે, તું તારા સ્વાર્થ માટે આ બધુ કરે છે. વીડિયોમાં નીલમ દેએ ગોપાલ ઈટાલિયાને સલાહ પણ આપી છે. તેમણે કહ્યું કે, તારૂ ચૂંટણીનું કામ શાંતિથી કર અને વાણી વિલાસ કરવાનુ બંધ કર. હવે ભાજપના યજ્ઞેશ દવેએ પણ ગોપાલ ઈટાલિયા પર આકરા વાકપ્રહાર કરતી પોસ્ટ કરી છે જે વાયરલ થઈ રહી છે.

આ પણ વાંચોઃ  Bhuj : એક જ પરિવારના 5 સભ્યોને ફૂડ પોઈઝનની અસર થતા સારવાર અર્થે ખસેડાયા

Tags :
AAP candidate VisavadarBJPBJP vs AAP X postGopal ItaliaGUJARAT FIRST NEWSGujarat politics news Gujarat FirstKinnar AkharaMaheshgiri BapuNeelam DeSanatan Dharma controversyVisavadar by-election 2025Yagnesh Dave
Next Article