Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

America : 104 વર્ષની વૃદ્ધ મહિલાએ એવું શું કર્યું કે પોલીસે હાથકડી લગાવી જેલમાં પૂરી દીધી

દુનિયભરમાં રોજ કોઇને કોઇ વિચિત્ર ઘટનાઓ બનતી રહે છે, કઇક આવું જ અમેરિકાના મિશિગન રાજ્યના લિવિંગ્સ્ટન કાઉન્ટીમાં જોવા મળ્યું છે. જ્યા 104 વર્ષની એક વૃદ્ધ મહિલાને પોલીસ દ્વારા હાથકડી લગાવીને જેલમાં લઈ જવામાં આવી, જે તાજતેરમાં સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચાનો વિષય બની રહ્યું છે.
america   104 વર્ષની વૃદ્ધ મહિલાએ એવું શું કર્યું કે પોલીસે હાથકડી લગાવી જેલમાં પૂરી દીધી
Advertisement
  • 104 વર્ષની વૃદ્ધ મહિલાની અનોખી ઈચ્છા – જન્મદિવસ જેલમાં ઉજવ્યો!
  • જેલમાં કેક કાપ્યો! 104 વર્ષની લોરેટાની અનોખી માંગણી
  • ક્યારેય જેલ ન જોઇ, એટલે પોલીસ પાસે કરી દીધી અજીબ માંગ!
  • પોલીસે 104 વર્ષની વૃદ્ધાને હાથકડી લગાવી – જાણો તે પાછળનું કારણ!

Shocking News : દુનિયભરમાં રોજ કોઇને કોઇ વિચિત્ર ઘટનાઓ બનતી રહે છે, કઇક આવું જ અમેરિકાના મિશિગન રાજ્યના લિવિંગ્સ્ટન કાઉન્ટીમાં જોવા મળ્યું છે. જ્યા 104 વર્ષની એક વૃદ્ધ મહિલાને પોલીસ દ્વારા હાથકડી લગાવીને જેલમાં લઈ જવામાં આવી, જે તાજતેરમાં સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચાનો વિષય બની રહ્યું છે. આ ઘટના સાંભળીને એવું લાગી શકે કે વૃદ્ધ મહિલાએ કોઈ ગુનો કર્યો હશે, પણ હકીકતમાં એવું બિલ્કુલ નથી. તેણે ન તો કોઈ ગુનો કર્યો હતો, અને ન તો તેને કોર્ટ દ્વારા કોઈ સજા ફટકારવામાં આવી હતી. તો પછી પોલીસે તેમને જેલમાં કેમ ધકેલી દીધા? આ અદભૂત ઘટના પાછળનું કારણ જાણીને તમે પણ ચકિત થઈ જશો!

104 વર્ષની લોરેટાની અનોખી ઈચ્છા!

અમેરિકાના મિશિગન રાજ્યના લિવિંગ્સ્ટન કાઉન્ટીમાં આવેલી એવોન નર્સિંગ હોમમાં રહેતી 104 વર્ષીય લોરેટાએ પોલીસ સામે અનોખી ઈચ્છા વ્યક્ત કરી હતી. તે પોતાનો જન્મદિવસ જેલમાં ઉજવવા માંગતી હતી! જ્યારે પોલીસકર્મીઓએ આની પાછળનું કારણ પૂછ્યું, ત્યારે લોરેટાએ કહ્યું કે તેણે જીવનભર ક્યારેય જેલની અંદર પગ નથી મૂક્યો, અને આ અનોખો અનુભવ લેવા માટે જ તે જેલમાં જવા ઈચ્છે છે. લિવિંગ્સ્ટન કાઉન્ટી પોલીસ શરૂમાં લોરેટાની ઈચ્છા સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગઈ, પરંતુ ત્યારબાદ તેઓએ તેમની આ ઇચ્છા પૂરી કરી. કાઉન્ટી પોલીસ વિભાગે આ અનોખા પ્રસંગની જાણકારી ફેસબુક પેજ પર શેર કરી, જેમાં લોરેટાના કેટલાક ફોટા પણ પોસ્ટ કરાયા, જે હવે વાયરલ થઈ રહ્યા છે. પોલીસ વિભાગે લખ્યું કે લોરેટાએ જેલમાં ખૂબ આનંદથી સમય વિતાવ્યો અને અમે ખુશ છીએ કે તેમની જન્મદિવસની ઈચ્છા પૂર્ણ કરી શક્યા!

Advertisement

પોલીસે શેર કરેલા ફોટા અહીં ક્લિક કરીને જુઓ

Advertisement

લોરેટાનો અનોખો જેલ પ્રવાસ!

લોરેટાને જેલ પરિસરની મુલાકાત લઈને ખૂબ આનંદ આવ્યો, જ્યાં તેમણે ફિંગરપ્રિન્ટ આપ્યાં અને તેમના મગશોટ પણ લેવાયા. વધુમાં, પોલીસે તેમને અનુભૂતિ કરાવવા માટે હાથકડી લગાવીને કોટડીમાં પણ પૂરી રાખ્યા. તેમની મુલાકાત દરમિયાન, લોરેટાએ જેલની મોનિટરિંગ સિસ્ટમને નજીકથી જોયી અને ત્યાંની પ્રક્રિયાઓ સમજી. આ ખાસ પ્રસંગે જેલ સ્ટાફે કેક કાપવાનો સમારોહ અને કોફી પાર્ટીનું આયોજન કર્યું, જેનો લોરેટાએ ખુબ આનંદ લીધો. તેમની આ યાદગાર જેલ મુલાકાત 8 ફેબ્રુઆરીએ, તેમના જન્મદિવસ પછી બે દિવસ બાદ યોજાઈ હતી.

આ પણ વાંચો :  એડિન રોઝનો ચોંકાવનારો ખુલાસો, કોન્ટ્રાક્ટ સાઇન કરાવાના બહાને એક શખ્સે કરી ગંદી હરકત

Tags :
Advertisement

.

×