India UK trade deal : ભારત અને બ્રિટન વચ્ચે મુક્ત વેપાર થશે, બંને દેશો વચ્ચે થયા કરાર
- ભારત અને બ્રિટન વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનશે
- કરારને એક સીમાચિહ્નરૂપ ગણાવ્યો
- બંને દેશોના વેપાર કરાર સફળતાપૂર્વક પૂર્ણ કર્યો
India UK trade deal : ભારત અને બ્રિટન વચ્ચેના (India UK trade deal)સંબંધોમાં એક ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. બંને દેશો મુક્ત વેપાર કરાર (ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ) પર સંમત થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને જાહેરાત કરી હતી. તેમણે તેને એક ઐતિહાસિક સિદ્ધિ ગણાવી અને કહ્યું કે, ભારત અને બ્રિટને મહત્વાકાંક્ષી અને પરસ્પર લાભદાયી મુક્ત વેપાર કરાર સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે.
આ કરારને એક સીમાચિહ્નરૂપ ગણાવ્યો
પ્રધાનમંત્રી મોદી અને બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટાર્મરે તેને દ્વિપક્ષીય વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીમાં એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ ગણાવ્યો. બંને નેતાઓએ આજેટેલિફોન પર વાત કરી અને આ કરાર પર થયેલી સર્વસંમતિ પર ખુશી વ્યક્ત કરી. આ કરાર બંને દેશોની અર્થવ્યવસ્થામાં વેપાર, રોકાણ, નવીનતા અને રોજગાર સર્જનને પ્રોત્સાહન આપશે.
આ પણ વાંચો -Pakistan: બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સેનાના વાહનમાં ભયાનક વિસ્ફોટ,6 જવાનોના મોત
નવી વ્યાપારિક તકો ખુલશે
બંને નેતાઓ સંમત થયા કે, વિશ્વની બે સૌથી મોટી અને ખુલ્લા બજાર અર્થવ્યવસ્થાઓ વચ્ચેનો ઐતિહાસિક કરાર વ્યવસાયો માટે નવી તકો ખોલશે. આર્થિક સંબંધોને મજબૂત બનાવશે અને લોકો વચ્ચેના સંબંધોને ગાઢ બનાવશે. બ્રિટિશ વડાપ્રધાન સ્ટાર્મરે કહ્યું કે, વિશ્વભરની અર્થવ્યવસ્થાઓ સાથે જોડાણોને મજબૂત બનાવવું અને વેપાર અવરોધો ઘટાડવા, મજબૂત અને વધુ સુરક્ષિત અર્થતંત્ર પ્રદાન કરવું તેમની યોજનાનો ભાગ છે. આ અંતર્ગત આ પગલાં લેવામાં આવ્યા છે. બંને નેતાઓ સંમત થયા કે ભારત અને યુકે વચ્ચે આર્થિક અને વાણિજ્યિક સંબંધોનો વિસ્તરણ વધુને વધુ મજબૂત અને બહુપક્ષીય ભાગીદારીનો પાયો છે.
આ પણ વાંચો -BOAT ACCIDENT : અમેરિકાના સૈન ડિએગોમાં બોટ પલટી, 3 ના મોત, 9 લાપતા
PM મોદીએ કીર સ્ટારમરને ભારતની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું
બંને નેતાઓએ દ્વિપક્ષીય વેપારમાં નોંધપાત્ર વૃદ્ધિ, નવી રોજગારીની તકોનું સર્જન, જીવનધોરણમાં સુધારો અને બંને દેશોના નાગરિકોની એકંદર સુખાકારીમાં સુધારો થવાની આશા વ્યક્ત કરી છે. તે બંને દેશો માટે વૈશ્વિક બજારો માટે સંયુક્ત રીતે ઉત્પાદનો અને સેવાઓ વિકસાવવા માટે નવી સંભાવનાઓ પણ ખોલશે. આ કરાર ભારત-યુકે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીનો પાયો મજબૂત બનાવે છે અને સહયોગ અને સમૃદ્ધિના નવા યુગનો માર્ગ મોકળો કરે છે. વડા પ્રધાન મોદીએ કીર સ્ટારમરને ભારતની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું.