સાઉદી અરેબિયામાં 100થી વધુ વિદેશીઓને ફાંસીની સજા! ભારતીય નાગરિકો પણ સામેલ
- સાઉદી અરેબિયામાં 100થી વધુ વિદેશીઓને ફાંસીની સજા
- ડ્રગ્સ અને હત્યાના કેસોમાં ફાંસીની સજામાં ઉછાળો
- સાઉદી અરેબિયાના કડક કાયદાઓ વિદેશીઓ પર ભારે પડ્યા
- વિદેશી નાગરિકો માટે ન્યાય મેળવવાની મુશ્કેલીઓ
- 2024માં મૃત્યુદંડના કેસોમાં વધારો ચિંતાનો વિષય
Saudi Arabia : સાઉદી અરેબિયા કડક કાયદા (strict laws) માટે વિશ્વમાં પ્રખ્યાત છે. 2024માં આ દેશમાં 100થી વધુ વિદેશીઓને મૃત્યુદંડ (Death penalty for foreigners) આપવાનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. 16 નવેમ્બરે યમનના નાગરિકને ડ્રગ્સની દાણચોરીના આરોપમાં ફાંસી આપવામાં આવી હતી, જે બાદ આ આંકડો 101 સુધી પહોંચી ગયો છે. આ ઘટના સાઉદી અરેબિયાના દક્ષિણ-પશ્ચિમ નઝરાન વિસ્તારમાં થઈ હતી. આ ફાંસીના કેસોમાં મોટાભાગના લોકો પર ડ્રગ્સ અથવા હત્યા જેવા ગંભીર આરોપો હતા.
2022 અને 2023માં ઘટાડો, પરંતુ 2024માં ઉછાળો
પાછલા કેટલાક વર્ષોમાં, સાઉદી અરેબિયાએ વધુ કડક પગલાં લીધા છે. 2022 અને 2023 દરમિયાન 34 વિદેશીઓને ફાંસીની સજા આપવામાં આવી હતી, પરંતુ 2024માં આ આંકડો ત્રણ ગણો વધ્યો છે. યુરોપિયન-સાઉદી ઓર્ગેનાઈઝેશન ફોર હ્યુમન રાઈટ્સ (ESOHR)ના રિપોર્ટ અનુસાર, આ વર્ષમાં ફાંસીની સંખ્યામાં વધારો થયો છે, જે ખરેખર ચોંકાવનારી વાત છે. ESOHRના કાયદાકીય નિર્દેશક તાહા અલ-હાજીનું માનવું છે કે 2024માં વિદેશીઓ માટે આટલા મોટા પ્રમાણમાં મૃત્યુદંડની સજા ફટકારવાનું આ પ્રથમ વર્ષ અને પહેલી ઘટના છે.
વિદેશીઓ માટે ન્યાય મેળવવાની મુશ્કેલી
સાઉદી અરેબિયાના કડક કાયદાઓને કારણે વિદેશીઓને ન્યાય મેળવવામાં ઘણી મુશ્કેલીઓ થાય છે. ઘણાં વિદેશી નાગરિકો દાણચોરોના જાળમાં ફસાઈ જાય છે અને તેઓ વિરુદ્ધ કેસોમાં અવરોધોનો સામનો કરે છે. 2024માં ફાંસીના 92 કેસોમાંથી 69 કેસ ડ્રગ્સ સંબંધિત છે, જ્યારે 32 કેસ હત્યા અને અન્ય ગુનાઓ સાથે જોડાયેલા છે. પાકિસ્તાન, યમન, નાઈજીરિયા, સીરિયા, ઈજિપ્ત અને અન્ય દેશોના નાગરિકોને ફાંસીની સજા થઇ ચુકી છે.
Saudi Arabia has executĕd more than 100 foreigners this year pic.twitter.com/3ZBoanPlck
— Naija (@Naija_PR) November 18, 2024
મૃત્યુદંડના કેસોમાં વધારો કેમ?
2022માં સાઉદી અરેબિયાએ ડ્રગ્સના કેસોમાં કડક કાયદા લાગુ કર્યા હતા અને ત્રણ વર્ષના પ્રતિબંધને નાબૂદ કરી દીધો હતો, જે કારણે મૃત્યુદંડના કેસમાં વધારો થયો છે. 2023માં ચીન અને ઈરાન પછી સાઉદી અરેબિયા ત્રીજા ક્રમે હતો જ્યાં સૌથી વધુ વિદેશીઓને મોતની સજા આપવામાં આવી હતી. હવે અહીં 2024માં વધુ કડક કાયદાઓ અને મોટા પ્રમાણમાં ફાંસીની સજા અન્ય દેશો માટે ચિંતાનો વિષય બની છે.
મિડલ ઈસ્ટ NGOની ચિંતા
મિડલ ઈસ્ટ NGO રિપ્રીવે વિદેશી નાગરિકો માટે ચિંતા વ્યક્ત કરી છે. તેમના વડા ઝીદ બૈસુનીએ જણાવ્યું કે વિદેશી નાગરિકોના પરિવારજનો તેમના પ્રિયજનો માટે ભયમાં છે. અનેક દેશોના નાગરિકોને સજા આપવામાં આવી છે, જેમાં ભારત અને પાકિસ્તાન સહિત અનેક દેશોનો સમાવેશ થાય છે. જો આંકડાની દ્રષ્ટિએ જોઇએ તો આ વર્ષે પાકિસ્તાનના 21, યમનના 20, સીરિયાના 14, નાઈજીરિયાના 10, ઈજિપ્તના 9, જોર્ડનના 8 અને ઈથોપિયાના 7 લોકોને ફાંસી આપવામાં આવી છે. વળી, સુદાન, ભારત અને અફઘાનિસ્તાનમાંથી 3-3, શ્રીલંકા, એરિટ્રિયા અને ફિલિપાઈન્સના 1-1 લોકોને ફાંસી આપવામાં આવી છે.
આ પણ વાંચો: થાઈલેન્ડમાં ચોંકાવનારો બનાવ : એક મહિલાને કોર્ટે ફટકારી 235 વર્ષની જેલ!


