Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Operation Sindoor મુદ્દે વડાપ્રધાન મોદી અને US રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે 35 મિનિટ ટેલીફોનિક વાતચીત થઈ

G7 સમિટ બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન મોદી (Prime Minister Modi) ને ઓપરેશન સિંદૂર પર વાત કરવા માટે વિનંતી કરવામાં આવી હતી. તેથી વડાપ્રધાન મોદીએ ઓપરેશન સિંદૂર મુદ્દે ટ્રમ્પ (Donald Trump) સાથે 35 મિનિટ સુધી ટેલીફોનિક વાતચીત કર હતી.
operation sindoor મુદ્દે વડાપ્રધાન મોદી અને us રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે 35 મિનિટ ટેલીફોનિક વાતચીત થઈ
Advertisement
  • G7 સમિટ બાદ PM મોદી અને Donald Trump વચ્ચે થઈ વાતચીત
  • ઓપરેશન સિંદૂર મુદ્દે બંને મહાનુભાવો વચ્ચે ટેલીફોનિક વાતચીત થઈ
  • ડોનાલ્ડ ટ્રમ્પની વિનંતી પર Prime Minister Modi એ ટેલીફોનિક વાતચીત કરી

Operation Sindoor : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Modi) અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) વચ્ચે 35 મિનિટ સુધી ટેલીફોનિક વાતચીત થઈ હતી. જેમાં બંને મહાનુભાવો વચ્ચે ઓપરેશન સિંદૂર પર વિગતવાર ચર્ચા થઈ. ઓપરેશન સિંદૂર પછી યુદ્ધવિરામ પર ચાલી રહેલા ખેંચતાણ વચ્ચે બંને નેતાઓ વચ્ચે આ પહેલી સીધી વાતચીત હતી. ઉલ્લેખનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વડાપ્રધાન મોદી ને વિનંતી કરવામાં આવી હતી કે તેઓ ટ્રમ્પ સાથે ચર્ચા કરે.

35 મિનિટ ટેલીફોનિક ટોક

Prime Minister Modi અને Donald Trump ની મુલાકાત G7 સમિટ દરમિયાન થવાની હતી પરંતુ ટ્રમ્પ અમેરિકા પરત ફરતા આ મુલાકાત શક્ય બની નહતી. ટ્રમ્પની વિનંતી પર બંને નેતાઓએ આજે ​​ફોન પર વાત કરી. આ વાતચીત લગભગ 35 મિનિટ સુધી ચાલી. 22 એપ્રિલના રોજ પહેલગામ આતંકવાદી હુમલા પછી રાષ્ટ્રપતિ ટ્રમ્પે ફોન પર વડાપ્રધાન મોદી સમક્ષ આતંકવાદ વિરુદ્ધ લડતમાં સમર્થન વ્યક્ત કર્યુ હતું. ત્યારથી બંને નેતાઓ વચ્ચેની આ પ્રથમ વાતચીત હતી.

Advertisement

આ પણ વાંચોઃ  G7 Summit : ચાર્વાક પોડકાસ્ટના હોસ્ટ કુશલ મહેરાએ જણાવ્યું કે, હવે ભારત અનઈગ્નોરેબલ છે

Advertisement

ઓપરેશન સિંદૂર પર ચર્ચા

વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે ઓપરેશન સિંદૂર વિશે વિગતવાર વાત કરી હતી. PM મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને સ્પષ્ટપણે કહ્યું હતું કે 22 એપ્રિલ પછી, ભારતે સમગ્ર વિશ્વને આતંકવાદ સામે કાર્યવાહી કરવાના તેના દૃઢ નિશ્ચય વિશે જણાવ્યું હતું. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે 6-7 મેની રાત્રે ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં ફક્ત આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. ભારતની કાર્યવાહી ખૂબ જ સચોટ અને ગણતરીપૂર્વકની હતી.

અમેરિકામાં મુલાકાત માટે પણ ટ્રમ્પે તૈયારી દર્શાવી

વિદેશ સચિવ વિક્રમ મિશ્રી (Vikram Mishri) એ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની વાતચીતમાં ભારત-અમેરિકા વેપાર કરાર પર ચર્ચા થઈ નથી કે ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈપણ પ્રકારની મધ્યસ્થીનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો નથી. માહિતી અનુસાર, ટ્રમ્પે પીએમ મોદીને વિનંતી કરી હતી કે જો તેઓ કેનેડાથી પરત ફરતી વખતે અમેરિકામાંથી પસાર થાય છે, તો તેઓ મળી શકે છે પરંતુ પૂર્વનિર્ધારિત કાર્યક્રમોને કારણે PM મોદીએ મુલાકાત માટે નનૈયો ભણી દીધો હતો.

આ પણ વાંચોઃ  G7 Summit : વડાપ્રધાન મોદી અને કેનેડીયન PM માર્ક કાર્ની વચ્ચે થઈ મહત્વની મુલાકાત

Tags :
Advertisement

.

×