Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પારસ્પરિક ટેરિફ અંગે મસ્કે કોના પર પ્રહાર કર્યા? શું તેમણે ટ્રમ્પને ચેતવણી આપી?

ટ્રમ્પના વહીવટીતંત્રમાં તેમની પારસ્પરિક ટેરિફ નીતિ અંગે વિભાજન થયું છે. ઈલોન મસ્કે વ્હાઇટ હાઉસના સિનિયર બિઝનેસ એડવાઈઝર પીટર નાવારો પર નિશાન સાધ્યુ છે.
પારસ્પરિક ટેરિફ અંગે મસ્કે કોના પર પ્રહાર કર્યા  શું તેમણે ટ્રમ્પને ચેતવણી આપી
Advertisement
  • ટ્રમ્પની પારસ્પરિક ટેરિફ નીતિએ વિશ્વભરના બજારોમાં હલચલ મચાવી
  • ટેસ્લાના સીઈઓ એલોન મસ્કે મોટું નિવેદન આપ્યું
  • મસ્કે વ્હાઇટ હાઉસના પીટર નાવારો પર પ્રહાર કર્યો

Musk on reciprocal tariffs: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પારસ્પરિક ટેરિફ નીતિએ વિશ્વભરના બજારોમાં હલચલ મચાવી દીધી છે. આ નીતિ પર ચાલી રહેલા વિવાદ વચ્ચે, ટેસ્લાના સીઈઓ એલોન મસ્કે એક મોટું નિવેદન આપ્યું છે. મંગળવારે (8 એપ્રિલ) મસ્કે વ્હાઇટ હાઉસના સિનિયર બિઝનેસ એડવાઈઝર પીટર નાવારો પર પ્રહાર કર્યો અને તેમને મૂર્ખ ગણાવ્યા.

મસ્કે ટેરિફ નીતિનો ખુલ્લેઆમ વિરોધ કર્યો

રાષ્ટ્રપતિના નજીકના સાથી, એલોન મસ્કે, ટેરિફ નીતિનો ખુલ્લેઆમ વિરોધ કર્યો છે. તેમણે પીટર નાવારો પર પણ નિશાન સાધ્યું, જેમણે ટેસ્લાને 'કાર મેન્યુફેક્ચરિંગ કંપની' નહીં પણ ફક્ત 'કાર એસેમ્બલી કંપની' ગણાવી હતી.

Advertisement

નાવારોના ટોણા પર મસ્કનો જવાબ

AFPના અહેવાલ મુજબ, પીટર નાવારોએ તાજેતરમાં એલોન મસ્ક પર કટાક્ષ કરતા કહ્યું હતું કે ટેસ્લાએ બેટરી, ઇલેક્ટ્રોનિક્સ અને ટાયર જેવા ભાગો આયાત કર્યા છે અને મસ્ક હંમેશા સસ્તા વિદેશી ભાગો ઇચ્છે છે. મસ્કે પણ આનો યોગ્ય જવાબ આપ્યો. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર નાવારોની ટીકા કરતા લખ્યું, "ટેસ્લા સૌથી વધુ અમેરિકમાં બનેલી કાર વેચે છે. નાવારો ઇંટોની બોરી કરતાં પણ મૂર્ખ છે."

Advertisement

એલોન મસ્કે સોશિયલ મીડિયા પર કેલી બ્લુ બુકનો એક લેખ શેર કર્યો છે, જેમાં જણાવાયું છે કે ટેસ્લાના વાહનોના મોટાભાગના ભાગો અમેરિકામાં બને છે.

આ પણ વાંચો :  US-China Trade War : ટ્રમ્પે ડ્રેગન પર લગાવ્યો 104 ટકા ટેરિફ, ચીને કહ્યું-'અમે અંત સુધી....!

શું કહ્યુ પીટર નાવારોએ ?

પીટર નાવારોએ સોમવારે જણાવ્યું હતું કે ટ્રમ્પ અમેરિકામાં ઉત્પાદન ઉદ્યોગને ફરીથી ગતિશીલ બનાવવા માંગે છે. તેમણે કહ્યું, "જો તમે આજે આપણા ઓટો ઉદ્યોગને જુઓ, તો આપણે જર્મન એન્જિન અને ટ્રાન્સમિશન માટે એસેમ્બલી લાઇન બની ગયા છીએ. પરંતુ આપણે ટૂંક સમયમાં એવી સ્થિતિમાં પહોંચીશું જ્યાં અમેરિકા ફરીથી પોતાના દમ પર માલનું ઉત્પાદન કરશે, વેતન વધશે અને કંપનીઓનો નફો પણ વધશે."

પીટર નાવારો સાથેના વિવાદ પહેલા પણ, એલોન મસ્કે ટ્રમ્પની ટેરિફ નીતિ પર નારાજગી વ્યક્ત કરી હતી. સોમવારે, મસ્કે એક વીડિયો શેર કર્યો જેમાં પ્રખ્યાત અર્થશાસ્ત્રી મિલ્ટન ફ્રીડમેન મુક્ત બજારની પ્રશંસા કરી રહ્યા હતા. આ ટેરિફ નીતિ સામે મસ્કનો ઈશારો હતો.

અમેરિકાને શૂન્ય ટેરિફ ઝોન બનાવવામાં આવે

મસ્કે તાજેતરમાં ટ્રમ્પને ટેરિફ નીતિ બદલવાની અપીલ કરી હતી, પરંતુ ટ્રમ્પે તેને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. મસ્ક ઇચ્છે છે કે અમેરિકાને શૂન્ય ટેરિફ ઝોન બનાવવામાં આવે, એટલે કે એક એવો વેપાર ક્ષેત્ર જ્યાં કોઈ પણ વસ્તુ પર કોઈ ટેક્સ ન હોય. મસ્કે ઇટાલીમાં એક કોન્ફરન્સ દરમિયાન કહ્યું હતું કે અમેરિકા અને યુરોપે શૂન્ય ટેરિફ નીતિ અપનાવવી જોઈએ. તેમણે ટ્રમ્પની ટેરિફ નીતિને અવ્યવહારુ ગણાવી હતી.

આ પણ વાંચો :  Dominican Republic માં નાઈટક્લબની છત તૂટી પડી, 20 થી વધુ લોકોના મોત

Tags :
Advertisement

.

×