KKR Vs CSK મેચમાં બોમ્બ વિસ્ફોટની ધમકી, IPL 2025 દરમિયાન ભયનો માહોલ!
- KKR Vs CSK મેચમાં બોમ્બ વિસ્ફોટની ધમકી
- IPL 2025 દરમિયાન ભયનો માહોલ!
- પોલીસે ઘટનાસ્થળે શરૂ કરી તપાસ
KKR Vs CSK : ઈન્ડિયન પ્રીમિયર લીગની 57મી મેચ આજે કોલકાતા નાઈટ રાઈડર્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ(KKR Vs CSK) વચ્ચે ઈડન ગાર્ડન્સ મેદાન પર રમાઈ રહી છે. આ દરમિયાન કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે KKR અને CSK વચ્ચે ચાલી રહેલી IPL મેચ દરમિયાન એક મોટા ખતરાથી હંગામો મચી ગયો છે.થોડીવાર પહેલા ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (CAB) ના સત્તાવાર ઈમેલ આઈડી પર એક અજાણ્યા ઈમેલ એકાઉન્ટમાંથી બોમ્બ ધમકીનો(Bomb Threat) ઈમેલ મળ્યો હતો.
પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ ઘટનાસ્થળે તપાસ કરી શરૂ
આ ધમકી પછી, કોલકાતા પોલીસ તાત્કાલિક કાર્યવાહીમાં આવી ગઈ. પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ ઘટનાસ્થળે તપાસ શરૂ કરી દીધી છે. ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે વ્યાપક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને સમગ્ર સ્ટેડિયમ સંકુલને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે. મેચ દરમિયાન આ ધમકી મળ્યા બાદ દર્શકો અને આયોજકોમાં ગભરાટ ફેલાયો છે. પરંતુ પોલીસ અધિકારીઓનું કહેવું છે કે હાલમાં મેચ ચાલી રહી છે અને પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.
બોમ્બ સ્ક્વોડ અને ગુપ્તચર ટીમો પણ તૈનાત કરવામાં આવી છે. ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળના ઈમેલ પર મળેલી આ ધમકી પોલીસ માટે ગંભીર ચિંતાનો વિષય બની ગઈ છે. મેલ મોકલનારની હજુ સુધી ઓળખ થઈ નથી. સુરક્ષા એજન્સીઓ એ પણ તપાસ કરી રહી છે કે શું આ મેલ સાયબર ટ્રિકનો ભાગ છે કે શું ખરેખર કોઈ ખતરો છે.
આ પણ વાંચો -Test Cricket: સંન્યાસને લઈ રોહિત શર્માએ મોટી જાહેરાત
બંને ટીમોએ 'ઓપરેશન સિંદૂર'ની સફળતા માટે ભારતીય સેનાને આપ્યું સન્માન
મીડિયા રિપોર્ટ મુજબ બોમ્બ વિસ્ફોટની ધમકી બાદ ઈડન ગાર્ડન્સ ખાતે સુરક્ષા વધારી દેવામાં આવી છે, જ્યારે પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે. ભારતીય સેનાએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ઓપરેશન સિંદૂર હાથ ધર્યું હતું, જેમાં લગભગ 90 આતંકવાદીઓ માર્યા ગયા હતા. ચેન્નાઈ અને કોલકાતા વચ્ચેની મેચ શરૂ થાય તે પહેલાં, બંને ટીમોએ 'ઓપરેશન સિંદૂર'ની સફળતા માટે ભારતીય સેનાને સન્માન આપ્યું. મેચ શરૂ થાય તે પહેલાં ભારતનું રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યું.
આ પણ વાંચો -Operation Sindoor ને કારણે IPL 2025 થશે રદ્દ? BCCIએ આપ્યું મોટું અપડેટ
IPL 2025 ના શેડ્યુલમાં ફેરફાર
'ઓપરેશન સિંદૂર' પછી, IPL 2025 ના શેડ્યુલમાં ફેરફાર થવાના સમાચાર સામે આવ્યા છે. BCCI એ 8 મે ના રોજ ધર્મશાળામાં દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ પંજાબ કિંગ્સ મેચ યોજવાની મંજૂરી આપી હતી, પરંતુ 11 મે ના રોજ યોજાનારી મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ પંજાબ કિંગ્સ મેચને ધર્મશાળાથી વાનખેડે ખસેડવાના સમાચાર છે. મુંબઈ-પંજાબ મેચ માટે નવી તારીખ પણ નક્કી થઈ શકે છે. તમને જણાવી દઈએ કે 'ઓપરેશન સિંદૂર' પછી, ચંદીગઢ અને ધર્મશાળા એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યા છે. આ પરિસ્થિતિમાં, આગામી દિવસોમાં ધર્મશાળા અને ઉત્તર ભારતમાં યોજાનારી મોટાભાગની મેચોનું સ્થળ બદલવામાં આવી શકે છે.


