Home » સંજુ સેમસન આજે મેદાનમાં ઉતરતા જ બનાવશે બેવડી સદી
સંજુ સેમસન આજે મેદાનમાં ઉતરતા જ બનાવશે બેવડી સદી
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
70
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) માં આજના દિવસની પ્રથમ મેચ નવી મુંબઈના DY પાટિલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રાજસ્થાન રોયલ્સ (RR) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચે રમાઇ રહી છે. આ સીઝનની આ નવમી મેચ છે. રાજસ્થાનના કેપ્ટન સંજુ સેમસન MI સામેની આ મેચ માટે મેદાનમાં આવતાની સાથે જ એક મોટી સિદ્ધિ હાંસલ કરશે.
સંજુની આ બેવડી સદી રનની નહીં પણ મેચની છે. સંજુ સેમસન તેની 200મી મેચ પૂર્ણ કરશે. અત્યાર સુધી તે 199 T20 રમી ચૂક્યો છે. તેણે આ 199 T20 મેચોમાં 4,889 રન બનાવ્યા છે. સંજુએ અત્યાર સુધી 199 T20માં 131ના સ્ટ્રાઈક રેટથી 4,889 રન બનાવ્યા છે. T20 ક્રિકેટમાં તેણે ત્રણ સદી અને 31 અડધી સદી ફટકારી છે. સંજુના બેટથી આ ત્રણેય સદી IPLમાં જ બહાર આવી છે. તેણે IPLની 122 મેચમાં 3,123 રન બનાવ્યા છે. સૌથી વધુ IPL મેચ રમનાર ખેલાડીઓની યાદીમાં સંજુ 30માં નંબર પર છે. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોની 222 IPL સાથે ટોચ પર છે.
IPL 2022 ની તેની પ્રથમ મેચમાં રાજસ્થાન રોયલ્સે ધમાકેદાર શરૂઆત કરી હતી. ટીમે સનરાઇઝર્સ હૈદરાબાદને 61 રને હરાવ્યું હતું. રાજસ્થાને આ મેચમાં છ વિકેટે 210 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો અને હૈદરાબાદને 7 વિકેટે 149 રન પર રોકી દીધું હતું. સંજુએ માત્ર 27 બોલમાં ત્રણ ચોક્કા અને પાંચ છક્કાની મદદથી 55 રનની તોફાની ઇનિંગ રમી હતી.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject