Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Jamnagar : જામનગરની યુવતીએ માત્ર ચિરોડી રંગનો ઉપયોગ કરી 10 દિવસમાં બનાવી અદ્ભુત રંગોળી

આ વર્ષે 22 મી એપ્રિલનાં રોજ જમ્મુ-કાશ્મીરનાં પહેલગામમાં હૈયું કંપાવી દે એવી ઘટના બની હતી. આતંકવાદીઓ દ્વારા પહેલગામ ફરવા ગયેલા પર્યટકો પર અંધાધૂન ગોળીબાર કરાયો હતો, જેમાં 25 થી વધુ નાગરિકોનાં મોત નીપજ્યા હતા. આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. પહેલગામમાં આતંકવાદી હુમલો અને ત્યારબાદ ભારતીય આર્મ્ડ ફોર્સ દ્વારા ચલાવવામાં આવેલ ઓપરેશન સિંદુરને વર્ણવતી અદ્ભુત રંગોળી જામનગરમાં રહેતી રિદ્ધિ શેઠે બનાવી છે.
jamnagar   જામનગરની યુવતીએ માત્ર ચિરોડી રંગનો ઉપયોગ કરી 10 દિવસમાં બનાવી અદ્ભુત રંગોળી
Advertisement
  1. Jamnagar : માં યુવતીએ દિવાળી નિમિત્તે બનાવી અદ્ભૂત રંગોળી
  2. રિદ્ધિ શેઠ માત્ર ચિરોડી રંગથી જ બનાવે છે અલગ-અલગ રંગોળી
  3. પ્રેરણાત્મક વિચારોને ધ્યાનમાં રાખીને આ વર્ષે પણ બનાવી રંગોળી
  4. પહેલગામ હુમલા, ભારતીય આર્મીનાં 'ઓપરેશન સિંદુર'ને વર્ણવતી રંગોળી બનાવી

Jamnagar : આ વર્ષે 22 મી એપ્રિલનાં રોજ જમ્મુ-કાશ્મીરનાં (Jammu and Kashmir) પહેલગામમાં હૈયું કંપાવી દે એવી ઘટના બની હતી. આતંકવાદીઓ દ્વારા પહેલગામ ફરવા ગયેલા પર્યટકો પર અંધાધૂન ગોળીબાર (Pahalgam Attack) કરાયો હતો, જેમાં 25 થી વધુ નાગરિકોનાં મોત નીપજ્યા હતા. આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. પહેલગામમાં આતંકવાદી હુમલો અને ત્યારબાદ ભારતીય આર્મ્ડ ફોર્સ (Indian Armed Forces) દ્વારા ચલાવવામાં આવેલ ઓપરેશન સિંદુરને (Operation Sindoor) વર્ણવતી અદ્ભુત રંગોળી (Rangoli) જામનગરમાં રહેતી એક યુવતી દ્વારા બનાવવામાં આવી છે.

આ પણ વાંચો - Vadodara : પર્યાવરણ બચાવવા વિસર્જિત માટલીઓ સુશોભન ઉપયોગી બનાવાઇ

Advertisement

Advertisement

Jamnagar ની રિદ્ધિ શેઠ માત્ર ચિરોડી રંગથી જ બનાવે છે અલગ-અલગ રંગોળી

જામનગરમાં રહેતા રિદ્ધિ શેઠ દ્વારા માત્ર ચિરોડી રંગથી જ દર વર્ષે અલગ-અલગ રંગોળી બનાવવામાં આવે છે, જે આકર્ષણનું કેન્દ્ર બને છે. જો કે, આ વર્ષે જામનગરની આ યુવતીએ દેશની વાસ્તવિકતાને વર્ણવી લઇ પોતાના કરકમલ દ્વારા અદભુત રંગોળી બનાવી છે. રિદ્ધિ શેઠે આ રંગોળી દેશનાં જવાનોને સમર્પિત કરી છે.

આ પણ વાંચો - CM Bhupendra Patel : આવતીકાલે CM ભૂપેન્દ્ર પટેલ પ્રજાજનોને મળશે, જાણો દિવસભરનાં સંપૂર્ણ કાર્યક્રમ

પહેલગામ હુમલા, ભારતીય આર્મીનાં 'ઓપરેશન સિંદુર'ને વર્ણવતી રંગોળી બનાવી

જામનગરમાં રહેતી અને હાઉસ વાઈફ રિદ્ધિ શેઠ છેલ્લા 14 વર્ષથી તેના નિવાસસ્થાને કોઈને કોઈ પ્રેરણાત્મક વિચારોને ધ્યાનમાં રાખીને અદ્ભુત રંગોળી બનાવે છે. આ વર્ષે 22 મી એપ્રિલનાં ગોઝારા દિવસે જમ્મુ-કાશ્મીરનાં પહેલગામમાં આતંકવાદી હુમલો અને ત્યારબાદ ભારતીય આર્મી દ્વારા કરવામાં આવેલ ઓપરેશન સિંદુરને (Operation Sindoor) વણી લેવામાં આવે એવી રંગોળી બનાવી છે. આતંકી હુમલામાં પોતાનાં સ્વજનોને ગુમાવવાની વેદના, દેશની ત્રણેય આર્મ ફોર્સની (Indian Armed Forces) શૌર્યતાને ધ્યાને રાખી ફાયટર પ્લેન અને સૈનિક તેમ જ નેશનલ ફ્લેગને પણ રંગોળીમાં સ્થાન આપવામાં આવ્યું છે. માત્ર ચિરોડી રંગ વડે જ રિદ્ધિ શેઠે 5x4 ફૂટની રંગોળી બનાવવા 10 દિવસની મહેનત કરી છે.

આ પણ વાંચો - Patan : 160 વર્ષ જુની મીઠાઇ 'દેવડા'નો દબદબો આજે પણ યથાવત

Tags :
Advertisement

.

×