Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Jamnagar : લોકરક્ષક દળની પરીક્ષા આપવા જઈ રહેલા SRP જવાનનું અકસ્માતમાં મોત

શેઠ વડાળા ગામ પાસે પૂરઝડપે આવતી એક પોલીસ જવાનની કારે જવાનની બાઇકને જોરદાર ટક્કર મારી હતી.
jamnagar   લોકરક્ષક દળની પરીક્ષા આપવા જઈ રહેલા srp જવાનનું અકસ્માતમાં મોત
Advertisement
  1. લોકરક્ષકની પરીક્ષા આપવા જઈ રહેલા SRP જવાનનું અકસ્માતમાં મોત (Jamnagar)
  2. જામજોધપુરનાં મોટી ગોપનાં રહેવાસી જવાનનું અકસ્માતમાં મોત
  3. શેઠ વડાળા ગામ પાસે કારે ટક્કર મારતા ઘટના સ્થળે મોત નીપજ્યું
  4. અકસ્માત સર્જનાર પોલીસ જવાન વિરુદ્ધ ગુનો નોંધાયો

જામનગર જિલ્લાનાં (Jamnagar) જામજોધપુર તાલુકાનાં રહેવાસી SRP જવાનનું અકસ્માતમાં મોત નીપજ્યું છે. જવાન બાઇક પર રાજકોટ (Rajkot) ખાતે લોકરક્ષકની પરીક્ષા આપવા જઈ રહ્યો હતો. દરમિયાન, જવાનની બાઇકને અન્ય પોલીસ જવાનની કારે જોરદાર ટક્કર મારી હતી. આ ઘટનામાં SRP જવાનને ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. આ મામલે જામજોધપૂર પોલીસ મથકનાં જવાન વિરુદ્ધ ગુનો નોંધાયો છે.

આ પણ વાંચો - Jamnagar GIDC માં થયો ભયંકર વિસ્ફોટ, 4 શ્રમિક ગંભીર રીતે દાઝ્યા

Advertisement

જામજોધપુરનાં મોટી ગોપનાં રહેવાસી જવાનનું અકસ્માતમાં મોત

માહિતી અનુસાર, જામનગર જિલ્લાનાં (Jamnagar) જામજોધપુર તાલુકાનાં મોટી ગોપના રહેવાસી અને ચેલા એસઆરપી જવાન બાઇક પર રાજકોટ ખાતે લોકરક્ષકની પરીક્ષા (LRD Exam) આપવા જઈ રહ્યો હતો. દરમિયાન, શેઠ વડાળા ગામ પાસે પૂરઝડપે આવતી એક પોલીસ જવાનની કારે જવાનની બાઇકને જોરદાર ટક્કર મારી હતી. કારની અડફેટે આવતા બાઇક સવાર જવાન હવામાં ફંગોળાઈને નીચે પટકાયો હતો.

Advertisement

આ પણ વાંચો - Ahmedabad Plane Crash : મોતનું તાંડવ નજરે જોનારા યુવકનો બીજી વખત થયો ચમત્કારિક બચાવ..!

જામજોધપુર પોલીસ મથકનાં જવાન વિરુદ્ધ ગુનો

આ અકસ્માતમાં જવાનને માથાનાં ભાગે ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. આ મામલે જામજોધપુર પોલીસ મથકનાં (Jamjodhpur police station) જવાન વિરુદ્ધ ગુનો નોંધાયો છે. પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર મૃતક જવાન પોતાના મોટી ગોપ ગામેથી બાઈક લઇ રાજકોટ ખાતે પરીક્ષા આપવા જઈ રહ્યો હતો. જો કે, પરીક્ષામાં બેસે તે પૂર્વે જ જવાનનું મોત નીવજ્યું હતું. આશાસ્પદ દીકરાને ગુમાવતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

આ પણ વાંચો - Ahmedabad Plane Crash : અત્યાર સુધી આટલા DNA થયા મેચ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપી માહિતી

Tags :
Advertisement

.

×