Jamnagar : આહીર સમાજે રિવાજો-કુરિવાજોમાં અનેક મહત્ત્વનાં સુધારા કર્યા!
- Jamnagar નાં હાલાર વિસ્તારના આહીર સમાજે કુરિવાજોમાં સુધારા કર્યા!
- આહીર સમાજની ધ્રોલ આહિર કન્યા છાત્રાલય ખાતે બેઠક મળી હતી
- લગ્ન, મરણ, શ્રાદ્ધ અને અન્ય પ્રસંગોમાં આર્થિક ભારણ ઘટાડવા નિર્ણય
- એકતા બની રહે અને સામાજિક સંબંધો વધુ મજબૂત કરવાનો ઉદ્દેશ્ય
- સમાજના તમામ પરિવારોને સમાનતાનાં તાંતણે બાંધવાનો પ્રયાસ
Jamnagar : આહીર સમાજ (Ahir Samaj) દ્વારા વધુ એકવાર મહત્ત્વપૂર્વ નિર્ણય લેવામાં આવ્યા છે. જામનગરનાં હાલાર વિસ્તારનાં (Halar) આહીર સમાજે રિવાજો-કુરિવાજોમાં મહત્ત્વનાં સુધારા કર્યા છે. ધ્રોલ આહિર કન્યા છાત્રાલય (Dhrol Ahir Kanya Chhatralay) ખાતે આહીર સમાજની બેઠક મળી હતી, જેમાં આ નિર્ણયો લેવામાં આવ્યા છે. લગ્ન, મરણ, શ્રાદ્ધ અને અન્ય પ્રસંગોમાં આર્થિક ભારણ ઘટાડવાનાં હેતુસર નિર્ણયો લેવાયા છે. સમાજમાં એકતા બની રહે અને સામાજિક સંબંધો વધુ મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે આ બેઠક યોજાઈ હતી.
આ પણ વાંચો - રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ કમોસમી વરસાદથી નુકશાનનું નીરિક્ષણ કરશે
Jamnagar નાં હાલારના આહીર સમાજે રિવાજો-કુરિવાજોમાં અનેક સુધારા કર્યા!
પ્રાપ્ત માહિતી અનુસાર, જામનગરનાં (Jamnagar) હાલાર વિસ્તારના આહીર સમાજે રિવાજો-કુરિવાજોમાં મહત્ત્વનાં સુધારા કર્યા છે. ધ્રોલ આહિર કન્યા છાત્રાલય ખાતે આહીર સમાજનાં અગ્રણીઓ, વડીલો અને સભ્યોની હાજરીમાં ખાસ બેઠક મળી હતી, જેમાં સમાજમાં એકતા જળવાઈ રહે અને સામાજિક સંબંધો વધુ મજબૂત થાય તે ઉદ્દેશ્ય સાથે અનેક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે. સાથે જ સગાઇ, લગ્ન પ્રસંગ, મરણ, શ્રાદ્ધ અને અન્ય પ્રસંગોમાં સામાજિક સ્થિરતા સુદૃઢ બનાવવા અને આર્થિક ભારણ ઘટાડવાનાં નિર્ણયો પણ લેવાયા છે.
Jamnagar : જામનગરના હાલાર વિસ્તારના આહીર સમાજે કુરિવાજોમાં કર્યા સુધારા
આહીર સમાજની ધ્રોલ આહિર કન્યા છાત્રાલય ખાતે મળી હતી બેઠક
લગ્ન, મરણ, શ્રાદ્ધ અને અન્ય પ્રસંગોમાં આર્થિક ભારણ ઘટાડવા નિર્ણય
એકતા બની રહે અને સામાજિક સંબંધો વધુ મજબૂત કરવાનો ઉદ્દેશ્ય
સમાજના તમામ પરિવારોને… pic.twitter.com/CQv1cELwXr— Gujarat First (@GujaratFirst) November 3, 2025
આ પણ વાંચો - ગૃહિણી દિવસની ઉજવણી વચ્ચે NCRB ના ચિંતાજનક આંકડા સામે આવ્યા
'ગરીબ અને માધ્યમ વર્ગ વચ્ચે પડતી દીવાર તોડવાનો પ્રયાસ'
આહીર સમાજનાં (Ahir Samaj) આગેવાનોએ જણાવ્યું કે, સમાજના તમામ પરિવારોને આર્થિક સમાનતાનાં તાંતણે બાંધવાનો બેઠકમાં પ્રયાસ કરાયો છે. આજકાલ દેખાદેખી સામે ગરીબ અને માધ્યમ વર્ગ વચ્ચે પડતી દીવાર તોડવાનો પ્રયાસ કરાયો છે. તેમણે વધુમાં જણાવ્યું કે, સમાજમાં કુલ 18 સુધારાઓને મંજૂર કરવામાં આવ્યા છે,જેમાં સમાજનાં યુવાનોને વ્યસનથી દૂર રાખવા જાગૃતિ કાર્યક્રમ હેઠળ કોઈ પણ પ્રસંગમાં વ્યસન પ્રથા સદંતર બંધ કરવા અંગેનો નિર્ણય પણ સામેલ છે.
આ પણ વાંચો - Gandhinagar : રાજ્ય સરકારના મંત્રીઓને બંગલાની ફાળવણી, 26 નંબરનો બંગલો લકી હોવાની માન્યતા! જાણો પૂરી વિગત


