Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Jamnagar : સતત 6 દિવસે સ્ટેટ GST ટીમોનું સર્ચ, 21 પેઢીમાંથી 400 કરોડનાં બેનામી આર્થિક વ્યવહારો મળ્યા!

જીએસટી વિભાગની આ કાર્યવાહી હેઠળ 70 કરોડથી વધુનાં ITC કૌભાંડનો પર્દાફાશ થયો છે, જ્યારે આંકડો 100 કરોડને પાર પહોંચી શકે છે.
jamnagar   સતત 6 દિવસે સ્ટેટ gst ટીમોનું સર્ચ  21 પેઢીમાંથી 400 કરોડનાં બેનામી આર્થિક વ્યવહારો મળ્યા
Advertisement
  1. Jamnagar માં સ્ટેટ GST ની એન્ફોર્સમેન્ટ ટીમનું સર્ચ ઓપરેશન
  2. 21 પેઢી પર સ્ટેટ GST ની સતત 6 દિવસથી કાર્યવાહી યથાવત
  3. મેટલ, બાંધકામ, સરકારી કોન્ટ્રાક્ટરો અને પેઢીઓ સામે કાર્યવાહી
  4. બોગસ બિલ દ્વારા કરોડો રૂપિયાની વેરા સાખ મેળવી હોવાનું ખુલ્યું
  5. 21 પેઢીઓમાં થયા 400 કરોડથી વધુ રકમના બેનામી આર્થિક વ્યવહારો!

Jamnagar : દિવાળી તહેવાર (Diwali festival 2025) પૂર્વે જામનગરમાં સ્ટેટ GST ની એન્ફોર્સમેન્ટ ટીમોએ ટેક્સ ચોરી કરતી અને બોગસ બિલ દ્વારા કરોડો રૂપિયાની વેરા સાખ મેળવતી પેઢીઓ સામે તવાઈ બોલાવી છે. છેલ્લા 6 દિવસથી સ્ટેટ GST ની એન્ફોર્સમેન્ટ ટીમોએ 21 પેઢી સામે કાર્યવાહી હાથ ધરી છે. મેટલ, બાંધકામ, સરકારી કોન્ટ્રાક્ટરો અને પેઢીઓ સામે આ કાર્યવાહી હાથ ધરાઈ છે. 21 પેઢીઓમાંથી 400 કરોડથી વધુ રકમનાં બેનામી આર્થિક વ્યવહારો મળ્યા હોવાનાં પણ અહેવાલ છે. સાથે 1 કરોડથી વધુ રકમવાળા બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાયા છે.

આ પણ વાંચો - Jamnagar : GST વિભાગનું ચોથા દિવસે પણ મેગા સર્ચ ઓપરેશન, 21 પેઢી સામે કાર્યવાહી

Advertisement

Jamnagar માં સ્ટેટ GST ની એન્ફોર્સમેન્ટ ટીમનું 21 પેઢી સામે સર્ચ ઓપરેશન

જામનગરમાં (Jamnagar) ગુજરાત GST વિભાગની એન્ફોર્સમેન્ટ ટીમો દ્વારા હાથ ધરવામાં આવેલું મેગા સર્ચ ઓપરેશન આજે તેના 6 દિવસે પણ યથાવત રહ્યું. 21 પેઢીઓ પર સ્ટેટ GST વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. મેટલ, બાંધકામ, સરકારી કોન્ટ્રાક્ટરો અને પેઢીઓ સામે બોગસ બિલ દ્વારા કરોડો રૂપિયાની વેરા સાખ મેળવી હોવાનું ખુલ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અત્યાર સુધીમાં 21 માંથી 15 એકમનાં 1 કરોડથી વધુ રકમવાળા બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા છે. જ્યારે, સરકારી કોન્ટ્રાક્ટ મેળવી કામ કરતી પેઢી મિતરાજ એન્ટરપ્રાઇઝનું (Mitraj Enterprises) પણ મસમોટું કૌભાંડ સામે આવ્યું છે.

Advertisement

આ પણ વાંચો - Bhavnagar : ભાવનગરવાસીઓ માટે મહત્ત્વનાં સમાચાર, દિવાળી ટાણે જ આ ટ્રેન સંપૂર્ણ રદ!

મીતરાજ એન્ટરપ્રાઇઝમાંથી સામે આવ્યું 8 કરોડથી વધુનું ITC કૌભાંડ!

પ્રાપ્ત માહિતી અનુસાર, મિતરાજ એન્ટરપ્રાઇઝમાંથી રૂ. 8 કરોડથી વધુનું ITC કૌભાંડ સામે આવતા ચકચાર મચી છે. જ્યારે 12 એકમની જાણ બહાર જ CA અલકેશ પેઢડિયાએ (CA Alkesh Pedhadiya) વ્યવહારો કર્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. જીએસટી વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહી થતાં CA અલકેશ સહિત 4 વેપારી ભૂગર્ભમાં ઉતરી ગયા છે. જ્યારે 21 પેઢીઓમાંથી અત્યાર સુધીમાં 400 કરોડથી વધુ રકમનાં બેનામી આર્થિક વ્યવહારો સામે આવ્યા હોવાની માહિતી છે. જીએસટી વિભાગની આ કાર્યવાહી હેઠળ 70 કરોડથી વધુનાં ITC કૌભાંડનો પર્દાફાશ થયો છે, જ્યારે આંકડો 100 કરોડને પાર પહોંચી શકે છે.

આ પણ વાંચો - Surat BJP : સુરત ભાજપ પાર્ટી કાર્યાલયમાં બે કાર્યકર્તા વચ્ચે ધબાધબી!

Tags :
Advertisement

.

×