Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad Plane Crash : ઈંગ્લેન્ડના 2 મૃતકોએ જૂનાગઢમાં કર્યો હતો યોગાભ્યાસ, સ્થાનિક ટેટૂ આર્ટિસ્ટે આપી શ્રદ્ધાંજલિ

12મી જૂને અમદાવાદમાં બનેલ ગમખ્વાર વિમાન દુર્ઘટનામાં ઈંગ્લેન્ડના 2 યુવકોનો પણ સમાવેશ થાય છે. આ બંને મૃતકો જૂનાગઢના ચાંપરડા યોગ સેન્ટર (Champarda Yoga Center) ખાતે રોકાયા હતા. તેમને યાદ કરતા જૂનાગઢના સ્થાનિક ટેટૂ આર્ટિસ્ટ તુષાર ખીમાણી રડી પડ્યા હતા. વાંચો વિગતવાર.
ahmedabad plane crash   ઈંગ્લેન્ડના 2 મૃતકોએ જૂનાગઢમાં કર્યો હતો યોગાભ્યાસ  સ્થાનિક ટેટૂ આર્ટિસ્ટે આપી શ્રદ્ધાંજલિ
Advertisement
  • ઈંગ્લેન્ડના 2 યુવકો જૂનાગઢના ચાંપરડા યોગ સેન્ટર ખાતે રોકાયા હતા
  • સ્થાનિક ટેટૂ આર્ટિસ્ટ તુષાર ખીમાણી સાથે કરી હતી દોસ્તી
  • સૌરાષ્ટ્રની યાદ તાજી રાખવા માટે ત્રાજવાના ટેટૂ બનાવડાવ્યા હતા

Ahmedabad Plane Crash : ગતરોજ અમદાવાદમાં થયેલ ગમખ્વાર વિમાન દુર્ઘટનામાં 242 મુસાફરો માંથી 241ના મૃત્યુ થયા હતા. આ વિમાન બી. જે. મેડિકલ હોસ્પિટલની હોસ્ટેલ સાથે ટકરાતા હોસ્ટેલમાં હાજર રહેલા લોકોના પણ મૃત્યુ થયા હતા. છેલ્લે મળતી માહિતી અનુસાર આ ગમખ્વાર અકસ્માતમાં કુલ 265 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ મૃતકોમાં ફિયોન અને જેમી (Fion and Jamie) નામના ઈંગ્લેન્ડના 2 યુવકો પણ મૃત્યુ પામ્યા હતા. તેઓ ભારતમાં યોગાભ્યાસ અને સાંસ્કૃતિક વિરાસતના અભ્યાસ માટે આવ્યા હતા. ઈંગ્લેન્ડના આ બંને યુવકોના મૃત્યુથી જૂનાગઢના સ્થાનિક ટેટૂ આર્ટિસ્ટ તુષાર ખીમાણી (Tushar Khimani) આઘાતમાં સરી પડ્યા છે.

9 મી જૂને મધુરમ વિસ્તારની લીધી હતી મુલાકાત

ઈંગ્લેન્ડના ફિયોન અને જેમી નામના 2 યુવકો છેલ્લા કેટલાક સમયથી ભારતમાં ખાસ કરીને ગુજરાતના મહેમાન બન્યા હતા. ટેરો કાર્ડ રીડિંગ કરતા આ બંને યુવકોએ જૂનાગઢના ચાંપરડા યોગ સેન્ટર (Champarda Yoga Center) માં યોગાભ્યાસની તાલીમ લીધી હતી. તેઓ ચાંપરડા યોગ સેન્ટરમાં છેલ્લા 1 સપ્તાહથી રોકાય હતા. 12 મી તારીખે વિમાન દુર્ઘટના ઘટી તેના 3 દિવસ અગાઉ એટલે કે 9 મી જૂને આ બંને અંગ્રેજી યુવકોએ જૂનાગઢના મધુરમ વિસ્તારની મુલાકાત લીધી હતી. આ વિસ્તારના ટેટૂ આર્ટિસ્ટ તુષાર ખીમાણી પાસે આ યુવાનોએ ટેટૂ પણ બનાવડાવ્યા હતા. આ યુવકો અંગ્રેજી હોવા છતાં તેમણે સૌરાષ્ટ્રની યાદ માટે ત્રાજવાના ટેટૂ બનાવડાવ્યા હતા. આ બંને અંગ્રેજી યુવકો ગુજરાતના કલ્ચરથી પ્રભાવિત હતા.

Advertisement

ગુજરાતી ટેટૂ આર્ટિસ્ટ સાથે બંધાઈ હતી મિત્રતા

અમદાવાદમાં થયેલ દુઃખદ વિમાન દુર્ઘટનામાં કુલ 265 લોકોએ જીવ ગુમાવ્યો હતો. જેમાંથી 242 મુસાફરોનો પણ ભોગ લેવાયો હતો. આ મુસાફરોમાં ઈંગ્લેન્ડના ફિયોન અને જેમી નામના 2 યુવકોની જૂનાગઢના ટેટૂ આર્ટિસ્ટ તુષાર ખીમાણી સાથે સારી એવી દોસ્તી થઈ ગઈ હતી. આ બંને મૃતક યુવાનો ટેરો કાર્ડ રીડર (Tarot Card Readers) હતા. તેઓ યોગાભ્યાસ માટે જૂનાગઢના ચાંપરડા યોગ સેન્ટરમાં યોગાભ્યાસ માટે આવ્યા હતા. તેમણે દુર્ઘટનાના 3 દિવસ અગાઉ 9મી જૂને જૂનાગઢના મધુરમ વિસ્તારની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમને સ્થાનિક ટેટૂ આર્ટિસ્ટ તુષાર ખીમાણી પાસે ટેટૂ પણ બનાવડાવ્યા હતા. તેમણે સૌરાષ્ટ્રની યાદ તાજી રહે તેથી ત્રાજવાના ટેટૂ દોરાવ્યા હતા.

Advertisement

આ પણ વાંચોઃ  Ahmedabad Plane Crash : વડાપ્રધાન મોદીએ સ્વ. વિજય રુપાણીના પરિવારજનોને રુબરુ મળીને પાઠવી સાંત્વના

શું કહે છે તુષાર ખીમાણી ?

ઈંગ્લેન્ડના 2 યુવકોનું અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. આ બંને અંગ્રેજી યુવકો જૂનાગઢના સ્થાનિક ટેટૂ આર્ટિસ્ટ તુષાર ખીમાણી (Tushar Khimani) ના મિત્રો બની ગયા હતા. તુષાર ખીમાણી તેમના આ બંને અંગ્રેજી મિત્રો વિશે જણાવતા કહે છે કે, ટેરો કાર્ડ રીડિંગ કરતા ઈંગ્લેન્ડના બંને યુવકો ગુજરાતના કલ્ચરથી પ્રભાવિત હતા. તેમણે સૌરાષ્ટ્રની યાદને તાજી રાખવા માટે ત્રાજવાના ટેટૂ દોરાવ્યા હતા. આ યુવકો ચાંપરડા યોગ સેન્ટર ખાતે એક સપ્તાહ રોકાયા હતા. આ બંને યુવકો સાથે એક અન્ય યુવક પણ હતો જે દિલ્હીથી લંડન ગયો હતો. મને ટૂંકસમય માટે યાદગાર દોસ્તો મળ્યા અને પળભરમાં છીનવાઈ ગયા. મને તેમના માટે બહુ દુઃખ થાય છે.

આ પણ વાંચોઃ  AHMEDABAD PLANE CRASH : 10 પરિવારની કહાની તમને અંદરથી હચમચાવી મુકશે

Tags :
Advertisement

.

×