Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Junagadh : વહેલી સવારે સિંહણ ગામમાં ઘૂસી, સ્થાનિકો ગભરાયા, પછી અકસ્માતે સિંહણનું થયું મોત!

જુનાગઢનાં માંગરોળમાં એક સિંહણનું કેનાલમાં અકસ્માતે ડૂબી જતાં મોત નીપજ્યું હોવાની દુ:ખદ ઘટના બની છે. સવારે 5 વાગ્યે દિવાસા ગામનાં રહેણાક વિસ્તારમાં સિંહણ ઘૂસી આવી હતી, જેનાથી રહેવાસીઓમાં ગભરાટ ફેલાયો હતો. સ્થાનિકોએ તાત્કાલિક ફોરેસ્ટ વિભાગને જાણ કરતા ટીમ ત્ફોયાં પહોંચી હતી અને સિંહણને રેસ્ક્યૂ કરી બહાર કાઢી. દુર્ભાગ્યે, કેનાલમાં અકસ્માતે પડી જતાં અને ઘાસમાં ફસાઈ જતાં તે ડૂબી હતી.
junagadh   વહેલી સવારે સિંહણ ગામમાં ઘૂસી  સ્થાનિકો ગભરાયા  પછી અકસ્માતે સિંહણનું થયું મોત
Advertisement
  1. Junagadh નાં માંગરોળમાં સિંહણનું કેનાલમાં ડૂબી જતાં મોત
  2. સવારે પાંચ વાગ્યે સિંહણ રહેણાક વિસ્તારમાં ઘૂસી હતી
  3. રહેવાસીઓએ ફોરેસ્ટ વિભાગને જાણ કરતાં તેઓ દોડી આવ્યા
  4. દિવાસા ગામ નજીક અકસ્માતે કેનાલમાં પડી જતાં મોત થયું
  5. ઘાસમાં ફસાઈ જતાં ડૂબી જવાથી મોત થયાનું અનુમાન

Junagadh : જુનાગઢનાં માંગરોળમાં (Mangrol) એક સિંહણનું કેનાલમાં અકસ્માતે ડૂબી જતાં મોત નીપજ્યું હોવાની દુ:ખદ ઘટના બની છે. સવારે 5 વાગ્યે દિવાસા ગામનાં (​​Divasa Village) રહેણાક વિસ્તારમાં સિંહણ ઘૂસી આવી હતી, જેનાથી રહેવાસીઓમાં ગભરાટ ફેલાયો હતો. સ્થાનિકોએ તાત્કાલિક ફોરેસ્ટ વિભાગને (Forest Department) જાણ કરી હતી. ફોરેસ્ટ કર્મચારીઓએ દરવાજો તોડી સિંહણને રેસ્ક્યૂ કરી બહાર કાઢી, પરંતુ તે ત્યાંથી નીકળી ગઈ હતી. દુર્ભાગ્યે, દિવાસા ગામ નજીકની કેનાલમાં અકસ્માતે પડી જતાં અને ઘાસમાં ફસાઈ જતાં તે ડૂબી હતી. ફોરેસ્ટ વિભાગે સિંહણનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - Diwali 2025 : રાજકોટ અને અમદાવાદમાં જાહેરમાં જોખમી રીતે ફટાકડા ફોડતા ઇસમોનાં Video વાઇરલ

Advertisement

Junagadh માં દિવાસા ગામ નજીક અકસ્માતે કેનાલમાં પડી જતાં મોત થયું

જુનાગઢનાં (Junagadh) માંગરોળમાં એક દુ:ખદ ઘટના બની છે. માહિતી અનુસાર, મળસ્કે 5 વાગે એક સિંહણ દિવાસા ગામમાં (​​Divasa Village) ઘૂસી આવી હતી. સિંહણને જોઈ ગ્રામજનો ગભરાઈ ગયા હતા. સ્થાનિકો દ્વારા તાત્કાલિક ફોરેસ્ટ વિભાગને આ અંગે જાણ કરવામાં આવી હતી. આથી, ફોરેસ્ટ વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને સિંહણને પકડવા કામગીરી હાથ ધરી હતી. ફોરેસ્ટ વિભાગની (Forest Department) ટીમે ડેલો તોડીને રેસ્ક્યૂ કરી સિંહણને બહાર કાઢી હતી.

Advertisement

આ પણ વાંચો - Ahmedabad : ન્યૂ રાણીપમાં પરિવાર માટે દિવાળીનો તહેવાર માતમમાં ફેરવાયો, ગોઝારી ઘટના CCTV માં કેદ

પગ ઘાસમાં ફસાઈ જતાં ડૂબી જવાથી મોત થયાનું અનુમાન

જોકે, રેસ્ક્યૂ કર્યા બાદ સિંહણ ત્યાંથી જતી રહી હતી. પરંતુ, ત્યાર બાદ દિવાસા ગામ નજીક આવેલ કેનાલમાં સિંહણ અકસ્માતે પડી (lioness died in canal) ગઈ હતી. તેના પગ કેનાલની ઘાસમાં ફસાઈ જતાં તે ડૂબી ગઈ હતી, જેનાં કારણે તેનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં ફોરેસ્ટ વિભાગની ટીમ બનાવ સ્થળે પહોંચી હતી અને સિંહણનાં મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે અમરાપુર કેર સેન્ટર (Amrapur Care Center) મોકલ્યો છે. અધિકારીઓનું અનુમાન છે કે ઘાસમાં ફસાવાનાં કારણે તેનું મોત થયું. આ ઘટનાએ વન્યજીવ સંરક્ષણનાં પડકારો ઊજાગર કર્યા છે. ફોરેસ્ટ વિભાગે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - Surat: અલથાણ દારૂ પાર્ટી મામલે માથે માછલા ધોવાયા બાદ પોલીસને થયું બ્રહ્મજ્ઞાન

Tags :
Advertisement

.

×