Junagadh : મનપા ચૂંટણી માટે BJP એ જાહેર કર્યા ઉમેદવાર, ગિરીશ કોટેચાનાં પુત્રને મળી ટિકિટ, જુઓ યાદી
- Junagadh મનપાની ચૂંટણીને લઇ ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
- કુલ 15 વોર્ડ માટે 60 ઉમેદવારોનાં નામની યાદી જાહેર
- પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાનાં પુત્રને મળી ટિકિટ
- પાર્થ કોટેચાને ભાજપે આપી ટિકિટ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને (Sthanik Swaraj Election) લઈ તમામ રાજકીય પાર્ટીઓ પૂરજોશમાં તૈયારીઓ કરી રહી છે. ત્યારે જુનાગઢમાં (Junagadh) આજે વહેલી સવારે BJP દ્વારા મનપા ચૂંટણી માટે ઉમેદવારોનાં નામની યાદી જાહેર કરવામાં આવી છે. કુલ 15 વોર્ડ માટે 60 ઉમેદવારોનાં નામની યાદી જાહેર કરાઇ છે. ભાજપ દ્વારા પૂર્વ ડે. મેયર ગિરીશ કોટેચાના (Girish Kotecha) પુત્ર પાર્થ કોટેચાને ટિકિટ અપાઈ છે.
આ પણ વાંચો - Chhota Udepur : એવા ધરતીપુત્ર જે પ્રાકૃતિક ખેતીનાં છે માસ્ટર ટ્રેનર! કૃષિનાં 5 આયામોનું કરે છે વેચાણ
પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાનાં પુત્રને મળી ટિકિટ
જુનાગઢમાં (Junagadh) મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ તમામ રાજકીય પક્ષ દ્વારા પોતાના ઉમેદવારોનાં નામની યાદીને ફાઇનલ કરવાની કવાયત તેજ કરાઈ છે. ત્યારે, સત્તારૂઢ ભાજપ પક્ષ દ્વારા આજે વહેલી સવારે મનપા ચૂંટણી માટે પોતાનાં ઉમેદવારોનાં નામની યાદી જાહેર કરવામાં આવી છે. માહિતી અનુસાર, કુલ 15 વોર્ડ માટે ભાજપે 60 ઉમેદવારોનાં નામની યાદી જાહેર કરી છે. ભાજપનાં ઉમેદવારોની આ યાદીમાં પૂર્વ ડે. મેયર ગિરીશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચાનું (Partha Kotecha) પણ નામ સામે છે. વોર્ડ નં. 9 બેઠક પરથી પાર્થ કોટેચાને ભાજપે ટિકિટ આપી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.
આ વખતે મોટાભાગનાં નવા ચહેરાઓને ટિકિટ આપી : પુનિત શર્મા
નોંધનીય છે કે, ગઈકાલે દિવસભર અને મોડી રાત સુધી ભાજપનાં (BJP) ઉમેદવારનાં નામ માટે રાહ જોવાઈ રહી હતી. ત્યારે આજે સવારે ભાજપ દ્વારા ઉમેદવારોનાં નામની યાદી જાહેર કરવામાં આવી છે. જુનાગઢમાં મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપનાં ઉમેદવારોની યાદી જાહેર થયા બાદ શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્માનું નિવેદન પણ સામે આવ્યું છે. યાદી અંગે તેમણે કહ્યું કે, આ વખતે મોટાભાગનાં નવા ચહેરાઓને ટિકિટ આપી તક અપાઈ છે. 60 વર્ષથી મોટી ઉંમરનાને ટિકિટ અપાઈ નથી. આ સાથે ચર્ચાઓ થઈ રહી છે કે ભાજપ દ્વારા જુનાગઢ મનપાનાં લાંબા સમયથી ચૂંટણી લડતા નેતાઓને આ વખતે આરામ આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો - Chhota Udepur : એવા ધરતીપુત્ર જે પ્રાકૃતિક ખેતીનાં છે માસ્ટર ટ્રેનર! કૃષિનાં 5 આયામોનું કરે છે વેચાણ
પ્રદેશમાં ભાજપનાં ઉમેદવારોને લઇ ભારે મડાગાંઠ!
એવી માહિતી પણ સામે આવી છે કે પ્રદેશમાં ભાજપનાં (BJP) ઉમેદવારોને લઇ ભારે મડાગાંઠ પણ સર્જાઈ હતી. કેટલાક નેતાઓને વિરામ આપવામાં આવ્યો પણ આ સાથે જ પરિવારવાદ પણ દેખાયો હોવાની ચર્ચા છે. કારણ કે, છેલ્લા 7 ટર્મથી ચૂંટણી લડતા પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાને (Girish Kotecha) આ વખતે વિરામ આપવામાં આવ્યા છે પરંતુ, તેમનાં બદલે પુત્ર પાર્થ કોટેચાને ઉમેદવાર જાહેર કરાયા છે. ઉપરાંત, પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન હરેશ પરસાણાને પડતા મુકાયા છે. જ્યારે પૂર્વ મેયર આદ્યશક્તિ મજમુદારને પક્ષે રિપીટ કર્યા છે. પક્ષે જેને કેટલાક આક્ષેપને લઇ બરખાસ્ત કરેલ તે અગ્રણી પણ ઉમેદવાર બન્યા છે.
એક પ્રદેશ નેતાએ રાત્રે હઠ લીધી હતી!
સૂત્રો પાસેથી એવી પણ માહિતી મળી છે કે, જુનાગઢ ભાજપ ઉમેદવારની લિસ્ટ જાહેર થતાં પહેલા એક પ્રદેશ નેતાએ રાત્રે હઠ લીધી હતી અને પ્રદેશ નેતાએ પોતાના કહી શકાય તેવા અગ્રણીને ટિકિટ અપાવી હતી. જ્યારે ભાજપ દ્વારા 3 ટર્મ અને 60 વર્ષથી વધુ ઉંમરનાં એક કોર્પોરેટરને ફરી તક આપવામાં આવી છે. જણાવી દઈએ કે, જુનાગઢ (Junagadh) મનપા ચૂંટણીનાં ભાજપના જાહેર ઉમેદવારો આજે ઉમેદવારી ફોર્મ ભરશે.
આ પણ વાંચો - Banaskantha : વિદેશીઓને લોન અપાવવાનું કહી ખોટા ચાર્જનાં નામે રૂપિયા પડાવતું કોલ સેન્ટર ઝડપાયું


