Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Junagadh : ભારતી આશ્રમનાં મહાદેવ ભારતી બાપુ ફરી ગુમ, સર્ચ ઓપરેશન શરૂ!

જુનાગઢનાં ભારતી આશ્રમનાં મહાદેવ ભારતી બાપુ ફરી એકવાર ગુમ થયા હોવાનાં સમાચાર સામે આવ્યા છે. મહાદેવ ભારતી રાજકોટનાં જસદણનાં સણાથલી ગામે આવેલા પોતાના ભાઈના ઘરેથી ગુમ થયા હોવાનાં પ્રાથમિક અહેવાલ છે. અગાઉ 2 નવેમ્બરે પણ સુસાઈડ નોટ લખી મહાદેવ ભારતી બાપુ ગુમ થયા હતા. સઘન તપાસ કરતા થોડા દિવસ બાદ ગિરનારનાં જંગલમાંથી મળી આવ્યા હતા.
junagadh   ભારતી આશ્રમનાં મહાદેવ ભારતી બાપુ ફરી ગુમ  સર્ચ ઓપરેશન શરૂ
Advertisement
  1. Junagadh નાં ભારતી આશ્રમનાં મહાદેવ ભારતી બાપુ ફરી ગુમ થયા
  2. મહાદેવ ભારતી બાપુ પોતાનાં ભાઈના ઘરેથી ગુમ થયાનાં અહેવાલ
  3. રાજકોટનાં જસદણનાં સણાથલી ગામેથી ગુમ થયાની માહિતી
  4. અગાઉ 2 નવેમ્બરે પણ સુસાઈડ નોટ લખી ગુમથયા હતા
  5. સઘન તપાસ દરમિયાન ગિરનારનાં જંગલમાંથી મળી આવ્યા હતા

Junagadh : જુનાગઢનાં ભારતી આશ્રમનાં મહાદેવ ભારતી બાપુ (Mahadev Bharti Bapu) ફરી એકવાર ગુમ થયા હોવાનાં સમાચાર સામે આવ્યા છે. મહાદેવ ભારતી રાજકોટનાં (Rajkot) જસદણનાં સણાથલી ગામે આવેલા પોતાના ભાઈના ઘરેથી ગુમ થયા હોવાનાં પ્રાથમિક અહેવાલ છે. આ પહેલા 2 નવેમ્બરનાં રોજ પણ સુસાઈડ નોટ લખી મહાદેવ ભારતી બાપુ ગુમ થયા હતા. જો કે, સઘન તપાસ કરતા થોડા દિવસ બાદ ગિરનારનાં (Girnar) જંગલમાંથી મળી આવ્યા હતા. ત્યારે હવે ફરી એકવાર મહાદેવ ભારતી ગુમ થતાં તેમને શોધવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો - Vadodara : દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ વડોદરા રેલવે સ્ટેશન પર તપાસનો ધમધમાટ!

Advertisement

Advertisement

Junagadh માં Mahadev Bharti Bapu ફરી એકવાર ગુમ થયા

જુનાગઢનાં ભારતી આશ્રમનાં (Bharati Ashram) મહાદેવ ભારતી બાપુ ફરી એકવાર ગુમ થતાં ચકચાર મચી જવા પામી છે. પ્રાથમિક અહેવાલ અનુસાર, મહાદેવ ભારતી બાપુ (Mahadev Bharti Bapu) રાજકોટ જિલ્લાનાં જસદણ તાલુકાનાં સણાથલી ગામે આવેલા પોતાનાં ભાઈના ઘરે હતા. ત્યાંથી મહાદેવ ભારતી બાપુ ક્યાંક ચાલ્યા ગયા છે. મહાદેવ ભારતી બાપુ ફરી એકવાર ગુમ થતાં તેમને શોધવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જણાવી દઈએ કે, આ પહેલા પણ 2 નવેમ્બરે પણ સુસાઈડ નોટ લખી ગુમ થયા હતા.

આ પણ વાંચો - Surat : સુરતીઓ સાચવજો! ફરી એકવાર ઝડપાયો શંકાસ્પદ પનીરનો મસમોટો જથ્થો!

અગાઉ ગુમ થતાં ગિરનારનાં જંગલમાંથી મળી આવ્યા હતા

મહાદેવ ભારતી બાપુ 2 નવેમ્બરનાં રોજ ભારતી આશ્રમમાંથી ગુમ થયા હતા. જે તે સમયે 5 પાનાંની એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી. મહાદેવ ભારતી બાપુ ગુમ થતાં સ્થાનિક પોલીસ (Junagadh Police) અને વનવિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સઘન તપાસ દરમિયાન 5 નવેમ્બરનાં રોજ મહાદેવ ભારતી બાપુ ગિરનાર જંગલમાંથી (Girnar Forest) મળી આવ્યા હતા. ત્યાર બાદ તેમને ભારતી આશ્રમનાં તમામ હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો - Amit Khunt Case : રાજદીપસિંહ જાડેજાનું સરેન્ડર, રિમાન્ડ માટે ગોંડલ કોર્ટમાં રજૂ કરાશે

Tags :
Advertisement

.

×