ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Junagadh : જાંબુડી ગામનાં સરપંચે ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ કરી અરજી, જાણો શું છે મામલો?

તાજેતરમાં જ આપ (AAP) નેતા ગોપાલ ઇટાલિયાનો (Gopal Italia) AI વીડિયો વાયરલ થયો હતો, જેમાં...
11:50 PM May 27, 2025 IST | Vipul Sen
તાજેતરમાં જ આપ (AAP) નેતા ગોપાલ ઇટાલિયાનો (Gopal Italia) AI વીડિયો વાયરલ થયો હતો, જેમાં...
GopalItalia_Gujarat_first
  1. જાંબુડી ગામનાં સરપંચે ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ અરજી કરી (Junagadh)
  2. તાજેતરમાં જ ગોપાલ ઇટાલિયાનો AI વીડિયો વાઇરલ થયો હતો
  3. આ વીડિયોમાં તેઓ કેશુબાપાના આશીર્વાદ લેતા નજરે આવે છે
  4. સરપંચે ગોપાલ ઇટાલિયા સામે કાર્યવાહીની માંગણી કરી
  5. કેશુબાપાનું અપમાન કર્યાનાં આક્ષેપ સાથે પોલીસમાં અરજી

જુનાગઢ જિલ્લાનાં (Junagadh) જાંબુડી ગામનાં સરપંચે ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ અરજી કરી હોવાની માહિતી સામે આવી છે. તાજેતરમાં જ ગોપાલ ઇટાલિયાનો (Gopal Italia) AI વીડિયો વાયરલ થયો હતો, જેમાં તેઓ કેશુબાપાનાં (Keshubhai Patel) આશીર્વાદ લેતા નજરે પડે છે. આ મામલે જાંબુડી ગામનાં સરપંચે ગોપાલ ઇટાલિયા સામે કાર્યવાહીની માંગણી કરી છે.

આ પણ વાંચો - Gandhinagar : ગુજરાતનાં ફોરેસ્ટ વિભાગમાં બઢતી સાથે બદલીનાં આદેશ, જુઓ લિસ્ટ

તાજેતરમાં જ ગોપાલ ઇટાલિયાનો AI વીડિયો વાઇરલ થયો હતો

પ્રાપ્ત માહિતી અનુસાર, આમ આદમી પાર્ટીનાં (AAP) નેતા ગોપાલ ઇટાલિયા સામે જાંબુડી ગામનાં (Jambudi Village) સરપંચે કાર્યવાહીની માગ સાથે વિસાવદર પોલીસ સ્ટેશનમાં (Visavadar Police) અરજી કરી છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ગોપાલ ઇટાલિયાનો AI વીડિયો વાઇરલ થયો હતો. આ વાઇરલ વીડિયોમાં ગોપાલ ઇટાલિયા દ્વારા કેશુબાપાનાં આશીર્વાદ લેતા હોય તેમ નજરે પડે છે. આ AI વીડિયોનાં માધ્યમથી કેશુબાપાનું અપમાન કર્યાનાં આક્ષેપ સાથે વિસાવદર પોલીસમાં અરજી થઈ છે.

આ પણ વાંચો - Surat માં માવઠાએ ખેડૂતોને પાયમાલ કરી દીધા, માંડ ડાંગર સુકાયું ફરી વરસાદ આવ્યો

કેશુબાપાનું અપમાન કર્યાનાં આક્ષેપ સાથે પોલીસમાં અરજી

માહિતી મુજબ, જાંબુડી ગામનાં સરપંચે પોતાની અરજીમાં જણાવ્યું કે, અગાઉ પણ વીડિયો બનાવી કેશુબાપાનું (Keshubhai Patel) અપમાન કરવામાં આવ્યું હતું. AI વીડિયોને વાઇરલ કરનાર તેમ જ આપ (AAP) નેતા ગોપાલ ઇટાલિયા સામે કાર્યવાહી થાય તેવી માગ સાથે સરપંચે વિસાવદર પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. આ મામલે પોલીસ શું કાર્યવાહી કરે છે તેનાં પર સૌની નજર છે.

આ પણ વાંચો - Porbandar : કુતિયાણા ઉપપ્રમુખ કાના જાડેજા સામે જમીન પચાવી પાડવાની અરજી મામલે નવો વળાંક

Tags :
AI video of Gopal ItaliaGopal ItaliaGUJARAT FIRST NEWSJambudi VillageJunagadhKeshubapaKeshubhai PatelTop Gujarati NewsVisavadar Police
Next Article