ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Junagadh : ડૉ. આંબેડકર કન્યા છાત્રાલયની વિદ્યાર્થિનીઓ રોષે ભરાઈ, મામલો જિ. કલેક્ટર સુધી પહોંચ્યો

જુનાગઢમાં ડૉ. આંબેડકર કન્યા છાત્રાલય વિવાદમાં સપડાયું છે. ડૉ. આંબેડકર કન્યા છાત્રાલયમાં રહેતી દીકરીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે . હલકી ગુણવત્તાનું ભોજન અપાતું હોવાનો, રૂમ, બાથરૂમ સહિત દીવાલો બિસ્માર હાલતમાં હોવાનો વિદ્યાર્થિનીઓનો આરોપ છે. વિદ્યાર્થિનીઓનાં રોષ બાદ કલેક્ટરે છાત્રાલયની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું કે, તપાસ કરી કોન્ટ્રાક્ટરને નોટિસ આપી કાર્યવાહી કરાશે. તેમણે કહ્યું કે, છાત્રાલયમાં વિદ્યાર્થિનીઓની કમિટી બનાવાશે.
06:57 PM Nov 13, 2025 IST | Vipul Sen
જુનાગઢમાં ડૉ. આંબેડકર કન્યા છાત્રાલય વિવાદમાં સપડાયું છે. ડૉ. આંબેડકર કન્યા છાત્રાલયમાં રહેતી દીકરીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે . હલકી ગુણવત્તાનું ભોજન અપાતું હોવાનો, રૂમ, બાથરૂમ સહિત દીવાલો બિસ્માર હાલતમાં હોવાનો વિદ્યાર્થિનીઓનો આરોપ છે. વિદ્યાર્થિનીઓનાં રોષ બાદ કલેક્ટરે છાત્રાલયની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું કે, તપાસ કરી કોન્ટ્રાક્ટરને નોટિસ આપી કાર્યવાહી કરાશે. તેમણે કહ્યું કે, છાત્રાલયમાં વિદ્યાર્થિનીઓની કમિટી બનાવાશે.
Janagadh_Gujarat_first
  1. Junagadh ની કન્યા છાત્રાલયમાં સુવિધાનો કકળાટ!
  2. ડૉ. આંબેડકર કન્યા છાત્રાલયની દીકરીઓમાં ભારે રોષ
  3. હલકી ગુણવત્તાનું ભોજન અપાતું હોવાનો આક્ષેપ
  4. રૂમ, બાથરૂમ સહિત દીવાલો બિસ્માર હાલતમાં હોવાનો આરોપ
  5. વિદ્યાર્થિનીઓના રોષ બાદ કલેક્ટરે લીધી મુલાકાત
  6. કોન્ટ્રાક્ટરને નોટિસ આપી કાર્યવાહી કરાશે: કલેક્ટર

Junagadh : જુનાગઢમાં આવેલ ડૉ. આંબેડકર કન્યા છાત્રાલય (Dr. Ambedkar Girls Hostel) વિવાદમાં સપડાયું છે. ડૉ. આંબેડકર કન્યા છાત્રાલયમાં રહેતી દીકરીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હલકી ગુણવત્તાનું ભોજન અપાતું હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે. સાથે જ રૂમ, બાથરૂમ સહિત દીવાલો બિસ્માર હાલતમાં હોવાનો વિદ્યાર્થિનીઓનો આરોપ છે. વિદ્યાર્થિનીઓનાં રોષ બાદ કલેક્ટરે છાત્રાલયની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું કે, તપાસ કરી કોન્ટ્રાક્ટરને નોટિસ આપી કાર્યવાહી કરાશે અને વોર્ડન બહેનનો ખુલાસો પણ પૂછવામાં આવશે. આ સાથે તેમણે કહ્યું કે, છાત્રાલયમાં વિદ્યાર્થિનીઓની કમિટી બનાવાશે. કમિટીનો રિપોર્ટ સમાજ કલ્યાણ અધિકારીને (Social Welfare Officer) સોંપાશે. રિપોર્ટ યોગ્ય હશે તો જ કોન્ટ્રાક્ટરને પેમેન્ટ થશે.

આ પણ વાંચો - Mehsana : સૈનિક સ્કૂલના ઉદ્ધાટન વખતે સીએમ પટેલનું મોટું નિવેદન, આવતીકાલથી ખેડૂતોને વળતર આપવા ફોર્મ ભરાશે

Junagadh માં ડૉ. આંબેડકર કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થિનીઓ રોષે ભરાઈ!

જુનાગઢમાં (Junagadh) આવેલ ડૉ. આંબેડકર કન્યા છાત્રાલયમાં રહેતી વિદ્યાર્થિનીઓએ છાત્રાલયમાં થતી હાલાકી સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો છે. વિદ્યાર્થિનીઓનો આરોપ છે કે છાત્રાલયમાં (Dr. Ambedkar Girls Hostel) હલકી ગુણવત્તાનું ભોજન આપવામાં આવે છે. સાથે જ રૂમ, બાથરૂમ સહિત દીવાલો બિસ્માર હાલતમાં છે. ગઈકાલે સાંજે વિદ્યાર્થીનીઓ દ્વારા ભોજનનો બહિષ્કાર પણ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થિનીઓનાં વિરોધ બાદ સમાજ કલ્યાણ અધિકારી છાત્રાલય પહોંચ્યા હતા અને હવે વિદ્યાર્થીનીઓને તકલીફ નહીં પડે તેવી ખાતરી પણ આપી હતી.

આ પણ વાંચો - Gujarat: ધો-10, 12 અને ITIની નકલી માર્કશીટ બનાવવાનું કૌભાંડ ઝડપાયું

છાત્રાલયમાં વિદ્યાર્થિનીઓની કમિટી બનાવાશે : જિ. કલેક્ટર

આ મામલે સામે આવતા આજે બપોરનાં સમયે જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસીયા (District Collector Anil Ranavasiya) છાત્રાલય પહોંચ્યા હતા અને વિદ્યાર્થિનીઓ સાથે વાતચીત કરી હતી. દરમિયાન, મીડિયા સાથે વાત કરતા કલેક્ટરે કહ્યું કે, આ મામલે તપાસ કરવામાં આવશે અને ખામી દેખાશે તો કોન્ટ્રાક્ટરને નોટિસ આપી કાર્યવાહી કરાશે. વોર્ડન બહેનનો ખુલાસો પણ પૂછવામાં આવશે. વધુ માહિતી આપતા તેમણે કહ્યું કે, છાત્રાલયમાં વિદ્યાર્થિનીઓની કમિટી બનાવાશે અને આ કમિટી સામાનનું ચેકિંગ કરશે. કમિટીનો રિપોર્ટ સમાજ કલ્યાણ અધિકારીને (Social Welfare Officer) સોંપાશે. સાથે જ ભોજનની ક્વોલિટીનો રિપોર્ટ પણ કમિટી સોંપશે. રિપોર્ટ યોગ્ય હશે તો જ કોન્ટ્રાક્ટરને પેમેન્ટ થશે.

આ પણ વાંચો - Bhuj News: જેલમાં કેદીઓ મોબાઈલ વાપરતાં પકડાયા, ચેકિંગ દરમિયાન પોલીસ સાથે ઝપાઝપી

Tags :
boycotcontroversyDistrict Collector Anil RanavasiyaDr. Ambedkar Girls HostelGUJARAT FIRST NEWSJunagadhSocial Welfare OfficerTop Gujarati News
Next Article