Devayat Khavad : દેવાયત ખવડ પર ફરી મારામારીનો ગંભીર આરોપ! જાણો સમગ્ર મામલો
- ડાયરાના કલાકાર Devayat Khavad નો ગીરમાં મોરેમોરો?
- દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે ઝઘડો થયાની ચર્ચા
- ગીરની કૃષ્ણા હોટેલમાં ધ્રુવરાજસિંહ ચૌહાણ રોકાયા હતા
- રાત્રિ દરમિયાન કોઈએ કારને ભારે નુકસાન પહોંચાડ્યાની વાત
- દેવાયત ખવડ અને તેના માણસો સામેલ હોવાની ચર્ચા
Junagadh : ડાયરાના કલાકાર દેવાયત ખવડ (Devayat Khavad) હંમેશાં ચર્ચામાં રહે છે. ત્યારે ફરી એકવાર દેવાયત ખવડ પર મારામારીનો ગંભીર આરોપ થતાં ચકચાર મચી જવા પામી છે. ડાયરા કલાકાર દેવાયત ખવડ અને તેમનાં સાથીઓ સામે ધ્રુવરાજસિંહ ચૌહાણની (Dhruv Raj Singh Chauhan) કારને ટક્કર મારવાનો અને ધ્રુવરાજસિંહને માર મારવાનો આરોપ છે. આ મામલે તાલાલા પોલીસે (Talala Police) વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - Cyber Crime : ATS ની જેમ સાઇબર ક્રાઈમનું બનશે અલગ યુનિટ, સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે ઝઘડો થયાની ચર્ચા
ગીરની ક્રિષ્ના હોટેલમાં રોકાયા હતાં ધ્રુવરાજસિંહ ચૌહાણ
રાત્રિ દરમિયાન કોઈએ કારને ભારે નુકસાન પહોંચાડ્યાની વાત
દેવાયત ખવડ અને તેના માણસો સામેલ હોવાની ચર્ચા
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહની કાર અથડાયાની ચર્ચા
કાર અથડાયા બાદ બંને જૂથ… pic.twitter.com/brCmAyxlqk— Gujarat First (@GujaratFirst) August 12, 2025
Devayat Khavad અને ધ્રુવરાજસિંહ વચ્ચે ઝઘડો થયાની ચર્ચા
પ્રાથમિક માહિતી અનુસાર, અમદાવાદ સનાથલમાં રહેતા ધ્રુવરાજસિંહ ચૌહાણ તેમના ત્રણ મિત્રો સાથે ગીરની કૃષ્ણા હોટેલમાં (Gir Krishna Hotel) રોકાવા માટે ગયા હતા. જે અંગેનાં કેટલાક ફોટોઝ તેમણે વોટ્સએપ સ્ટેટસ પર મૂક્યા હતા. જો કે, બીજા દિવસની સવારે ધ્રુવરાજસિંહ ચૌહાણ ઇજાગ્રસ્ત થયા હોવાનો અને તેમની કારનો કચ્ચરઘાણ બોલાયો હોવાની માહિતી સામે આવી છે. ઇજાગ્રસ્ત ધ્રુવરાજસિંહને પ્રાથમિક સારવાર માટે પહેલા તાલાલા સરકારી હોસ્પિટલમાં અને ત્યાર બાદ જુનાગઢ (Junagadh) રીફર કરાયા છે.
આ પણ વાંચો - Kshatriya Community Controversy: ભાજપ નેતા જયરાજસિંહના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
દેવાયત ખવડ અને તેના માણસો સામેલ હોવાની ચર્ચા
આરોપ છે કે ડાયરા કલાકાર દેવાયત ખવડ (Devayat Khavad) અને તેમના સાથીઓ ફોર્ચ્યુનર કારમાં ગીર કૃષ્ણા હોટેલ પહોંચ્યા હતા અને ધ્રુવરાજસિંહની કારને જોરદાર ટક્કર મારી હતી. ત્યાર બાદ ધ્રુવરાજસિહને માર પણ માર્યો હતો. જો કે, અત્યાર સુધી આ અંગે ધ્રુવરાજસિંહની હજું સુધી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. બીજી તરફ પોલીસે પણ કોઈ ખુલાસો કર્યો નથી. ઉપરાંત, આ મામલે હજું સુધી કોઈ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ નથી. તાલાલા પોલીસે આ મામલે વધુ તપાસ હાધ ધરી છે.
આ પણ વાંચો - Gujarat: બુટલેગરોની કમાલ, નકલી ટોઇલેટના કમોડ તો ક્યાક પાર્ક કરેલા કન્ટેનરમાં દારૂનો જથ્થો ઝડપાયો


