Visavadar by-Election : ઉમેદવારોના ફોર્મની ચકાસણી કરાઈ, જાણો કેટલા રહ્યા માન્ય?
- વિસાવદર વિધાનસભા પેટાચૂંટણીનાં ફોર્મની ચકાસણી કરાઈ (Visavadar by-Election)
- ઉમેદવારોના ફોર્મની ચકાસણી દરમિયાન કુલ 19 ફોર્મ માન્ય
- ભાજપ, કોંગ્રેસ અને AAP ઉમેદવારના ફોર્મ માન્ય રખાયા
- પ્રજાશક્તિ ડેમોક્રેટિક પક્ષના ઉમેદવારનું ફોર્મ માન્ય રહ્યું
- કુલ 15 અપક્ષ ઉમેદવારના ફોર્મ પણ માન્ય રહ્યા
જુનાગઢ જિલ્લાની (Junagadh) વિસાવદર બેઠક પર પેટાચૂંટણી (Visavadar Assembly by-election) માટે 19 જૂનનાં રોજ મતદાન યોજાશે અને પરિણામ 23 મી જૂને જાહેર કરાશે. ત્યારે ચૂંટણી પ્રક્રિયાનાં ભાગરૂપે વિસાવદર વિધાનસભા પેટાચૂંટણીનાં ફોર્મની ચકાસણી કરવામાં આવી હતી, જેમાં ઉમેદવારોના ફોર્મની ચકાસણી દરમિયાન કુલ 19 ફોર્મ માન્ય રખાયા છે.
આ પણ વાંચો - Gujarat By-Election : BJP એ કડી-વિસાવદર પેટાચૂંટણી માટે ઉમેદવાર જાહેર કર્યા, જાણો તેમના વિશે
ફોર્મની ચકાસણી દરમિયાન કુલ 19 ફોર્મ માન્ય રખાયા
જુનાગઢ જિલ્લાની (Junagadh) વિસાવદર વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી (Visavadar Assembly by-election) માટે ભાજપ, કોંગ્રેસ, AAP, પ્રજાશક્તિ ડેમોક્રેટિક પક્ષ અને કેટલાક અપક્ષ ઉમેદવારોએ ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી છે. ત્યારે પેટાચૂંટણીનાં ફોર્મની ચકાસણી કરવામાં આવી છે. માહિતી અનુસાર, ઉમેદવારોના ફોર્મની ચકાસણી દરમિયાન કુલ 19 ફોર્મ માન્ય રખાયા છે. ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી (AAP), પ્રજાશક્તિ ડેમોક્રેટિક પક્ષનાં ઉમેદવારના ફોર્મ માન્ય રખાયા છે.
આ પણ વાંચો - Junagadh : કોંગ્રેસ ઉમેદવાર નીતિન રાણપરિયાએ ઉમેદવારી નોંધાવી, BJP-AAP અંગે આપ્યું મોટું નિવેદન!
કુલ 15 અપક્ષ ઉમેદવારના ફોર્મ પણ માન્ય રખાયા
ઉપરાંત, કુલ 15 અપક્ષ ઉમેદવારના ફોર્મ પણ માન્ય રખાયા છે. જણાવી દઈએ કે હાલ 19 ઉમેદવારો ચૂંટણી જંગનાં મેદાનમાં છે. જો કે, હજુ ફોર્મ પરત ખેંચાયા બાદ જ ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે. જણાવી દઈએ કે, મહેસાણા જિલ્લાની (Mehsana) કડી અને જુનાગઢ જિલ્લાની (Junagadh) વિસાવદર (Visavadar) બેઠક પર 19 જૂનનાં રોજ મતદાન યોજાશે અને 23 મી જૂને મતગણતરી થશે.
આ પણ વાંચો - Junagadh : વિસાવદરમાં કોંગ્રેસનું સ્વાભિમાન સંમેલન, શક્તિસિંહ ગોહીલની Gujarat First News સાથે ખાસ વાતચીત