Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Kitchen Tips : ફુદીનો ઘરે ઝડપથી ઉગાડવાની સરળ રીત

ઉનાળાની ઋતુમાં ફુદીના (Mint) નો ઉપયોગ વધવાને કારણે બજારમાં તેની માંગ વધુ રહે છે. આ સ્થિતિમાં જો તમે ઘરે જ ફુદીનો (Mint) ઉગાડો તે વધુ બહેતર છે. આજે અમે આપને જણાવીશું કે ફુદીનાને સરળ રીતે કઈ રીતે ઉગાડી શકાય છે ?
kitchen tips   ફુદીનો ઘરે ઝડપથી ઉગાડવાની સરળ રીત
Advertisement
  • વારંવાર બજારમાંથી ફુદીનો ઉગાડવો તેના કરતા ઘરે જ ઉગાડો
  • ઘરે ફુદીનો ઉગાડવા માટે ધ્યાન રાખવા જેવી બાબતો
  • ફુદીનો ઉગાડવા માટેની કાચની બરણીને સૂર્યપ્રકાશ મળે તે જરુરી
  • પાંદડા ઉગ્યા બાદ તેને સમયસર કાપી કે ચૂંટી લો
  • Glass Jar નું પાણી 2થી 3 દિવસમાં બદલી કાઢો

Kitchen Tips : ફુદીનાના આરોગ્યપ્રદ અને ઠંડકના ગુણધર્મોને કારણે ઉનાળામાં તેનો ઉપયોગ વધી જાય છે. ઉનાળામાં ફુદીના (Mint)નું પાણી, શરબત, ચટણી અને રાયતા વગેરેનો ઉપયોગ વધી જાય છે. તેના લીધે ફુદીનાની માંગ પણ વધે છે. બજારમાં ફુદીનાની માંગ વધવાને લીધે તેની કિંમતમાં પણ વધારો જોવા મળે છે. જો આ સ્થિતિમાં તમે ફુદીનાને ઘરે ઉગાડો તે જ બહેતર રહેશે. આજે અમે આપને જણાવીશું ફુદીનો ઘરે જ ઉગાડવાની સરળ રીત (Easy Tips).

ઘરે જ ઉગાડો ફુદીનો

તમે Mint ખરીદીને ઘરે લાવો. તેના પાંદડાનો ઉપયોગ કર્યા બાદ તેની ડાળીને ફેંકી દેવાને બદલે તેમાંથી જ ફુદીનો ઉગાડો. ફુદીનો ઘરે ઉગાડવા માટે તમારે એક નાની કાચની બરણીની જરુર પડશે. આ કાચની બરણીમાં પાણી ભરો. આ બરણીમાં Mint ની ડાળીને અડધી ડુબાડો. હવે તમે આ બરણીને બારીમાં કે બાલ્કનીમાં સૂર્યપ્રકાશ (Sunlight) મળી રહે તે સ્થિતિમાં મુકો. અહીં ખાસ ધ્યાન રાખો કે ફુદીનાની ડાળખીનો નીચેનો ભાગ પાણીમાં ડુબેલો રહે. થોડા દિવસ બાદ ફુદીનાની ડાળખી પર નવા પત્તા ફુટેલા જણાશે.

Advertisement

આ પણ વાંચોઃ  શું તમે સવારે એલાર્મ વાગતા જ ઉઠો છો? આ આદત એક સાયલન્ટ કિલર છે, જાણો તેનાથી બચવું કેમ જરૂરી છે

Advertisement

શું તકેદારી રાખશો ?

જો તમે ઘરે જ ફુદીનો ઉગાડવા માંગો તો તમારે કેટલીક તકેદારી રાખવી પડશે. સૌથી પહેલા તો જે બરણીમાં ફુદીનો ઉગાડવાના હોવ તે બરણીને સૂર્યપ્રકાશ મળી રહે તેનું ખાસ ધ્યાન રાખો. બીજી અગત્યની બાબત એ છે કે આ બરણીનું પાણી તમારે 2થી 3 દિવસમાં બદલવાનું રહેશે. જો તમે એકના એક પાણીમાં ફુદીનાની ડાળીને ડુબાડેલી રાખશો તો તેના સડી જવાનો ભય રહેલો છે. એકવાર Glass Jar માં રાખેલ ડાળીને પાંદડા ફૂટે એટલે સ્તવરે તેને કાપી કે ચૂંટી લો. જો તમે પાંદડા સમયસર કાપશો કે ચૂંટશો નહિ તો નવા પાંદડા (New Leaves) ઉગવા માટે અવકાશ રહેશે નહીં. જો તમે કાચની બરણીને બદલે કુંડામાં ફુદીનો ઉગાડતા હોવ તો તમે ગાયના છાણનો પણ ઉપયોગ કરી શકો છો. ગાયના છાણના ઉપયોગથી ફુદીનાની ડાળખી પર પોષકતત્વોથી ભરપૂર, કદમાં મોટા અને લીલાછમ પાંદડા ઉગશે.

આ પણ વાંચોઃ નારિયેળ પાણી અને નારિયેળના દૂધ વચ્ચે શું તફાવત છે? શરીર માટે કઈ વસ્તુ વધુ ફાયદાકારક છે?

Tags :
Advertisement

.

×