Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Banaskantha : ઊંચા મતદાનથી બનાસકાંઠામાં કોને મળશે સત્તાનું સુકાન?

Banaskantha : ગુજરાત લોકસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થઇ ચુક્યું છે ત્યારે હવે કોણ જીતશે તેનો ક્યાસ લગાવાનો શરુ થઇ ગયો છે. જે રીતે મતદાન થયું છે તેની ટકાવારીને જોતાં ગુજરાત ફર્સ્ટ પ્રત્યેક બેઠકનું વિશ્લેષણ કરી રહ્યું છે. બનાસકાંઠા (Banaskantha) બેઠક...
banaskantha   ઊંચા મતદાનથી બનાસકાંઠામાં કોને મળશે સત્તાનું સુકાન
Advertisement

Banaskantha : ગુજરાત લોકસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થઇ ચુક્યું છે ત્યારે હવે કોણ જીતશે તેનો ક્યાસ લગાવાનો શરુ થઇ ગયો છે. જે રીતે મતદાન થયું છે તેની ટકાવારીને જોતાં ગુજરાત ફર્સ્ટ પ્રત્યેક બેઠકનું વિશ્લેષણ કરી રહ્યું છે. બનાસકાંઠા (Banaskantha) બેઠક આ વખતે શરુઆતથી જ ચર્ચામાં રહી છે. આ વખતે લોકસભા ચૂંટણી બાદ ઉ.ગુજરાતમાં સૌથી મોટો સવાલ પુછાઇ રહ્યો છે કે બનાસની 'બેન' જીતશે કે જીતશે બનાસની 'દિકરી'?

બનાસકાંઠામાં 69.41 ટકા જેટલું ભારે મતદાન

ગઇ કાલે લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠામાં 69.41 ટકા જેટલું ભારે મતદાન થયું છે અને તેથી જ સવાલ પુછાઇ રહ્યો છે કે ઊંચા મતદાનથી બનાસકાંઠામાં કોને મળશે સત્તાનું સુકાન?. ખાસ કરીને વાવ, થરાદ, દાંતા અને ડીસાના મતદાનથી પરિણામનું ગણિત જાણવાનો પ્રયાસ થઇ રહ્યો છે.

Advertisement

જ્ઞાતિવાદની ખેંચતાણ

બનાસકાંઠામાં આ વખતે બે મહિલા વચ્ચે ભારે રસાકસી જોવા મળી રહી છે. કોંગ્રેસના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અને ભાજપના રેખાબેન ચૌધરી વચ્ચે લડાઇ હતી. ઠાકોર વર્સીસ ચૌધરી ઉમેદવારને લીધે જ્ઞાતિવાદની ખેંચતાણ જોવા મળી રહી છે.

Advertisement

બંને ઉમેદવારોનો પ્રચાર

આ વખતના પ્રચારને જોઇએ તો ગેનીબેનનો એકધારો પ્રચાર, મામેરું, લોકોના પૈસે ચૂંટણી જેવા મુદ્દા મુખ્ય રહ્યા હતા. ડૉ.રેખાબેનને સમાજનું સમર્થન અને ભાજપના નેટવર્કનો ટેકો હતો પણ ભાજપને આ બેઠક પર આંતરિક જૂથબંધી નડી શકે છે. ઉપરાંત બનાસકાંઠામાં વડાપ્રધાને સંબોધેલી સભા પણ રેખાબેનની તરફેણમાં જાય છે.

કાળઝાળ ગરમી, સરહદી વિસ્તાર, મતદારોનો જુસ્સો

જો કે બનાસકાંઠા બેઠક પર ક્ષત્રિય સમાજનું પણ પ્રભુત્વ છે અને બનાસ ડેરી અને બનાસ બેંક પણ પરિણામમાં અસરકારક બનશે. આ સાથે કાળઝાળ ગરમી, સરહદી વિસ્તાર, મતદારોનો જુસ્સો જેવા પરિબળો પણ કામ કરશે.

અત્યંત રસાકસી જોવા મળશે

આ બાબતે સ્થાનિક પત્રકાર કિરીટ ત્રિવેદીનો મત જણાવ્યો તો તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદીના સભાના કારણે ફેર પડ્યો હતો અને અહીં.રાજપૂત ફેક્ટર હતું. જો કે બંને ઉમેદવાર વચ્ચે અત્યંત રસાકસી જોવા મળશે. ઠાકોર સમાજને પહેલીવાર ટિકિટ મળી છે.

આ પણ વાંચો------ Dahod : બોગસ વોટિંગનું સો. મીડિયા પર LIVE કરી BJP નેતા પુત્રે કહ્યું- EVM મારા બાપનું છે…!

આ પણ વાંચો----- ‘માણસ માત્ર ભૂલને પાત્ર…’, Parshottam Rupala એ ફરી ક્ષત્રિજ સમાજની માગી માફી, જાણો શું કહ્યું ?

Tags :
Advertisement

.

×