62 વર્ષના પ્રોફેસરે યુવતીને કહ્યું આઇ લાઇક યું ડાર્લિંગ, ચાલ નવા વર્ષમાં સાથે એન્જોઇ કરીએ
- પ્રોફેસરે પોતાની પુત્રીની ઉંમરની આસિસ્ટન્ટ પર બગાડી નજર
- નવા વર્ષની ઉજવણી અને એન્જોય સાથે કરીશું તેમ કહી કરી છેડતી
- યુવતીએ ઇન્કાર કરતા તેને કિસ કરવા માટે બળજબરીથી દબોચી લીધી
અમરોહા : 62 વર્ષની ઉંમરે પ્રોફેસર પર પ્રેમનું ભુત સવાર થઇ ગયું હતું. પોતે કેક લઇને બેધડક પોતાની અડધી ઉંમરની લેબ આસિસ્ટન્ટની ઓફીસમાં પહોંચી ગયા હતા. બેધકડ આઇ લાઇક યુ ડાર્લિંગ પણ કહ્યું અને પ્રપોઝ કરી દીધું હતું. કિસ કરવા માટે યુવતીને દબોચી પણ લીધી હતી.
62 વર્ષના પ્રોફેસરને ચડ્યું પ્રેમનું ભુત
યુપીના અમરોહામાં 62 વર્ષની ઉંમરે પ્રોફેસર પર પ્રેમનું ભુત સવાર થઇ ગયું હતું. તેઓ કેક લઇને બેધડક પોતાની અડધી ઉંમરની લેબ આસિસ્ટન્ટની ઓફિસમાં પહોંચી ગયા. બેધડક આઇ લાઇક યુ ડાર્લિંગ બોલતા પ્રપોઝ કર્યા અને ત્યાર બાદ કિસ કરવાના ઇરાદાથી દબોચી લીધી હતી. જ્યારે વિરોધ કર્યો તેમ છતા પ્રોફેસર લાંબા સમય સુધી જીદ કરતો રહ્યો હતો. ત્યાર બાદ લેબ આસિસ્ટન્ટે જ્યારેબુમાબુમ કરી તો ઓફીસના અન્ય લોકો પણ પહોંચવા લાગ્યા. જેથી ગભરાઇને પ્રોફેસર ત્યાં જ કેક ફેંકીને ફરાર થઇ ગયો હતો.
આ પણ વાંચો : તપોભૂમિ ગ્રંથનું આજે વિમોચન : ગુજરાતની આદ્યાત્મિક વિરાસતનાં થશે સચિત્ર દર્શન
પીડિતા દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી
પીડિતા દ્વારા પોલીસ ફરિયાદ આપવામાં આવી હતી. જેના કારણે પોલીસે આરોપી પ્રોફેસર વિરુદ્ધ ફરિયાદ દાખલ થઇ છે ધરપકડ પહેલા પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. ઘટના રજબપુર વિસ્તારની એક યુનિવર્સિટીની છે. ગજરૌલા નિવાસી 34 વર્ષીય એક મહિલા અહીં કોરોના વોર્ડમાં લેબ આસિસ્ટન્ટ તરીકે નોકરી કરે છે. જ્યારે મુળ રીતે મેરઠ નિવાસી 62 વર્ષીય એક એમબીબીએસ ડોક્ટર પણ આ યુનિવર્સિટીમાં પ્રોફેસર છે. તે નોએડાથી કાર દ્વારા રોજ ડ્યુટી પર આવે જાય છે.
પ્રોફેસર લાંબા સમયથી મહિલાને કરતો હતો પરેશાન
મળતી માહિતી અનુસાર પ્રોફેસર લાંબા સમયથી મહિલા લેબ આસિસ્ટન્ટ પર ખરાબ નજર રાખી રહ્યો હતો. જો કે ઉંમર લાયક હોવાના કારણે લેબ આસિસ્ટનન્ટને તેનો અંદાજ નહોતો. ગત્ત 30 ડિસેમ્બરે બપોરે પ્રોફેસર કેક લઇને મહિલા લેબ આસિસ્ટન્ટની ઓફીસમાં પહોંચી ગયા. બે દિવસ બાદ નવું વર્ષ શરૂ થઇ રહ્યું છે. પાંચ દિવસ પહેલા જ ક્રિસમસ ગઇ છે તેવામાં આપણે બંન્ને કેક કાપીને આ ઇવેન્ટની ઉજવણી કરીશું.
આ પણ વાંચો : Surat : સુરતમાં નકલી તબીબોનો રાફડો ફાટ્યો! વધુ 6 Bogus Doctors ઝડપાયા
નવા વર્ષની ઉજવણી અને એન્જોય સાથે કરીશું
ત્યારે મહિલાને પ્રોફેસરના ગંદા ઇરાદાનો અંદાજ આવ્યો અને તેણે કોઇ પણ ઉજવણીનો ઇન્કાર કરી દીધો. આરોપ છે કે ત્યાર બાદ પ્રોફેસરે મહિલાને આઇ લાઇક યું ડાર્લિંગ કહીને કિસ કરવા માટે તેને દબોચી લીધી હતી. અચાનક પ્રોફેસરની હરકતથી ગભરાયેલી મહિલા લેબ આસિસ્ટન્ટે હોબાળો મચાવતા અન્ય સ્ટાફના લોકો પણ આવી પહોંચ્યા હતા. જેથી ગભરાયેલો પ્રોફેસર કેક છોડીને ભાગી ગયા હતા.
મહિલાના પરિવારે મચાવ્યો હોબાળો
મહિલા લેબ આસિસ્ટન્ટના પરિવારજનોએ યુનિવર્સિટીમાં હોબાળો મચાવ્યો હતો. તેમણે પ્રોફેસર વિરુદ્ધ કાર્યવાહીની માંગ અંગે હોબાળો કર્યો. ત્યાર બાદ પ્રબંધને પોલીસને બોલાવીને કાર્યવાહીનું આશ્વાસન આપતા મુશ્કેલીથી મામલો શાંત કરાવ્યો હતો.
આ પણ વાંચો : રોહિત શર્મા પ્લેઇંગ ઈલેવનમાંથી બહાર થતા ગાવાસ્કરે કહ્યું - એક કેપ્ટન તરીકે આ...
વ્હોટ્સએપ પર મેસેજ મોકલી રહ્યો હતો આરોપી
સીનિયર હોવાની સાથે સાથે ઉંમર 62 વર્ષ હોવાના કારણે પીડિતાએ પ્રોફેસરની હરકતોને એક બે નહીં પરંતુ અનેક વખત નજરઅંદાજ કર્યા. એટલું જ નહીં ત્યાર બાદ પ્રોફેસરે સ્ટાફને જ તેનો મોબાઇલ નંબર પર પ્રાપ્ત કરી લીધો અને વ્હોટ્સએપ પર મેસેજ મોકલવાનું શરૂ કરી દીધું. પીડિતાએ પોલીસને વ્હોટ્સએપ ચેટિંગ અંગેના સ્ક્રીનશોટ મોકલી દીધા છે.
સેનામાં ડોક્ટર રહી ચુક્યો છે પ્રોફેસર
યૂનિવર્સિટીમાં જોઇનિંગ પહેલા આરોપી પ્રોફેસર સેનામાં ડોક્ટર તરીકે તહેનાત હતો. મળતી માહિતી અનુસાર તેના રંગીન મિજાજના કારણે ત્યાં પણ તેવી હરકતો અંગે હોબાળો થયો હતો. આશરે ચાર વર્ષ સેનામાં સેવાઓ આવ્યા બાદ તેને ડ્યુટી પરથી હટાવી દેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : Amreli : લેટરકાંડમાં પાટીદાર યુવતીને બચાવવા કવાયત! અલ્પેશ કથીરિયા અને અમિત ચાવડાએ કહી આ વાત
ચાંસેલરની સામે કહ્યું કેતેમાં ખોટુ શુ છે મને તે ગમે છે
સમગ્ર મામલો જાણવા માટે જ્યારે ચાન્સેલરે પીડિત અને આરોપી ઉપરાંત સીનિયર સ્ટાફને પોતાની ઓફીસમાં બોલાવ્યા હતા. આરોપીએ પોતાની હરકત અંગે ત્યાં પણ પછતાવો થયો નહોતો. બધાની સામે તેણે કહ્યું કે, આવું કરવું કોઇ ગુનો નથી, મને તે ગમે છે, તેમાં કાંઇ ખોટુ નથી. ચાન્સેલરે તપાસ માટે કમિટીની રચના કરીને પ્રોફેસરને સસ્પેન્ડ કરી દીધા છે.
આ પણ વાંચો : Vivo T3x 5G ની કિંમત ગગડી, હવે આ કિંમતમાં મળશે


