Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

18 વર્ષની કિશોરીનું 64 લોકોએ કર્યું શારીરિક શોષણ, વીડિયો જેની પાસે જતો તે વ્યક્તિ તરૂણીને...

કેરળના પતનમતિટ્ટામાં ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં પોલીસ પાસે પહોંચેલી 18 વર્ષની યુવતીએ જે ફરિયાદ દાખલ કરાવી સાંભળીને પોલીસની આંખોમાંથી પણ આંસુ
18 વર્ષની કિશોરીનું 64 લોકોએ કર્યું શારીરિક શોષણ  વીડિયો જેની પાસે જતો તે વ્યક્તિ તરૂણીને
Advertisement
  • તરૂણીનો એક વીડિયો પાડોશીએ ઉતાર્યો હતો
  • જેની પાસે વીડિયો જાય તે તરૂણીને બોલાવી શારીરિક શોષણ કરતો
  • તરૂણી જ્યારે પણ બહાર નિકળે ત્યારે તેનું શારીરિક શોષણ થતું હતું

પતનમતિટ્ટા : કેરળના પતનમતિટ્ટામાં ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં પોલીસ પાસે પહોંચેલી 18 વર્ષની યુવતીએ જે ફરિયાદ દાખલ કરાવી સાંભળીને પોલીસની આંખોમાંથી પણ આંસુ આવી ગયા હતા. યુવતીએ દાવો કર્યો કે છેલ્લા 5 વર્ષોમાં તેની સાથે 64 લોકોએ શારીરિક શોષણ કર્યું.

એસપી દ્વારા મામલાને ગંભીરતાથી લેવાયો

કિશોરી હોવાના કારણે ફરિયાદ પથાનમથિટ્ટા બાળ કલ્યાણ સમિતિની ફરિયાદ બાદ થઇ. સીડબલ્યુસી પથાનામથિટ્ટા જિલ્લાના અધ્યક્ષ એન.રાજીવે જણાવ્યું કે, સીડબલ્યુસીએ આ મુદ્દે થનામથિટ્ટા એસપી પાસે ફરિયાદ દાખલ કરાવી છે. પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. જિલ્લાના અનેક પોલીસ સ્ટેશનમાં કેસ સોંપવામાં આવ્યો છે અને તપાસ ચાલી રહી છે.

Advertisement

આ પણ વાંચો : Amreli : 48 કલાકના પરેશ ધાનાણીના ઉપવાસ પૂર્ણ, કહ્યું - દીકરીને ન્યાય ન મળ્યો..!

Advertisement

મામલો કઇ રીતે સામે આવ્યો?

સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે મહિલા સામાક્યા નામની એક બિનસરકારી સંગઠન (NGO) દ્વારા આ વિસ્તારની મુલાકાત લેવામાં આવી.તે કિશોરીના ઘરે પહોંચ્યા અને યુવતી અંગે સીડબલ્યુસીને તેની માહિતી આપી. સીડબલ્યુસી દ્વારા તુરંત જ કિશોરીનો સંપર્ક કરી તેનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું. મનોચિકિત્સક સામે જ્યારે કિશોરીએ પોતાની આપવિતિ જણાવી બધા જ ચોંકી ગયા.

13 વર્ષની ઉંમરે પાડોશીએ બનાવ્યો અશ્લીલ વીડિયો

કિશોરીના અનુસાર તેનું શોષણ ત્યારે શરૂ થયું જ્યારે તે 13 વર્ષની હતી. સૌથી પહેલા એક પાડોશીએ બધુ કર્યું. તેણે કિશોરીનો વીડિયો બનાવ્યો અને વાયરલ કરી દીધો. ત્યાર બાદ જે જે લોકો પાસે વીડિયો પહોંચ્યો તે લોકોએ આ કિશોરીનું શોષણ શરૂ કર્યું.

આ પણ વાંચો : બ્રિટની સ્પીયર્સ-પેરિસ હિલ્ટન જેવા અનેક હોલિવુડ સ્ટાર બેઘર, ફોન-વીજળી વગર રહેવા મજબુર

સ્પોર્ટ્સ ટ્રેનિંગ માટે જતી હતી કિશોરી

કિશોરીએ જણાવ્યું કે, જ્યારે પણ તે સ્પોર્ટ્સ ટ્રેનિંગ માટે જતી હતી તેની સાથે શારીરિક શોષણ થતું હતું. પોલીસ સુત્રો અનુસાર આ મામલે દસ કરતા વધારે લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. તપાસ ચાલી રહી છે અને પીડિતાનું વિસ્તૃત નિવેદન નોંધવામાં આવી રહ્યું છે.

જાહેર સ્થળો પર પણ થતો દુર્વ્યવહાર

એન રાજીવે જણાવ્યું કે, આ મામલાને ગંભીરતાથી લેવામાં આવ્યો છે. કિશોરી 8મા ધોરણમાં અભ્યાસ કરતી હતી ત્યારથી પાંચ વર્ષ સુધી તેની સાથે દુષ્કર્મ કરવામાં આવતું રહ્યું. તે સ્પોર્ટમાં એક્ટિવ હતી અને કથિત રીતે જાહેર સ્થળો પર પણ તેની સાથે દુર્વ્યવહાર કરવામાં આવતો હતો. હાલ તે 18 વર્ષની છે. સીડબલ્યુસીના અધ્યક્ષે કહ્યું કે, તે તરૂણીની સારસંભાળ યોગ્ય રીતે થાય તે સુનિશ્ચિત કરશે.

આ પણ વાંચો : બોલિવૂડના દિગ્ગજ અભિનેતાને આવ્યો Heart Attack! હોસ્પિટલમાં કરાયા દાખલ

Tags :
Advertisement

.

×