Ahmedabad: સાયન્સ ઓફ કો ઓપરેશન અને સાયન્સ ઈન કો ઓપરેશનના સૂત્ર સાથે આગળ વધવાનું છે - અમિત શાહ
- સોલા ખાતે સાયન્સ સિટીમાં ઉજવાયેલ વિકસિત ભારતના નિર્માણમાં સહકારીતાની ભૂમિકા સંમેલન
- કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી Amit Shah અને CM Bhupendra Patel રહ્યા ઉપસ્થિત
- સાયન્સ ઓફ કો ઓપરેશન અને સાયન્સ ઈન કો ઓપરેશ સાથે આગળ વધવાનું છે-અમિત શાહ
Ahmedabad: આજે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ (Amit Shah) નો ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે. અમિત શાહ આજે વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનુ લોકાર્પણ કરશે અને જાહેર કાર્યક્રમોમાં હાજરી આપશે. જેમાં સૌ પ્રથમ તેઓ સોલા ખાતે 'વિકસિત ભારતના નિર્માણમાં સહકારીતાની ભૂમિકા' મહાસંમેલનમાં સહભાગી થયા છે. તેમની સાથે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ સોલા સ્થિત સાયન્સ સિટીમાં યોજાયો હતો.
આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ
સોલા ખાતે સાયન્સ સિટીમાં ઉજવાયેલ વિકસિત ભારતના નિર્માણમાં સહકારીતાની ભૂમિકા સંમેલનમાં કેન્દ્રીય ગૃહ મંત્રી Amit Shah એ આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, 2025નું વર્ષ આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ ઉજવણી નિર્ણય લેવામાં આવ્યો છે. સહકારિતા આંદોલન પુન જીવત કરવાનો શરૂઆત ગુજરાત થયો છે. દિલ્હીમાં પણ સહકારીતા કાર્યક્રમ આયોજન કરવાના આવ્યું હતું. સહકારી સંસ્થાને આગળ લાવવી હોય તો જાગૃતિ લાવવી ખૂબ જરૂરી છે. ભારત સરકારે સહકારિતા આગળ લાવવા માટે ભાર મૂક્યો છે. દેશના ખૂબ મોટા ભાગ પર સહકારી આંદોલન પૂર્ણ થયું છે. ત્રીસ્તરીય માંથી ચતુર્થી સ્તરીય સહકારી માળખું પહોંચાડવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.
Union Minister Amit Shah Gujarat Visit : સહકારિતાની ભૂમિકાનું મહાસંમેલન | Gujarat First @AmitShah @HMOIndia @CMOGuj #gujarat #ahmedabad #amitshah #bjp #gujaratfirst pic.twitter.com/DPiZl2rBgf
— Gujarat First (@GujaratFirst) May 18, 2025
સાયન્સ ઓફ કો ઓપરેશન અને સાયન્સ ઈન કો ઓપરેશ
વિકસિત ભારતના નિર્માણમાં સહકારીતાની ભૂમિકા સંમેલનમાં કેન્દ્રીય ગૃહ મંત્રી Amit Shah એ જણાવ્યું કે, સહકારીતા ક્ષેત્રે વધુમાં વધુ ટેક્નોલોજી ઉપયોગ કરવો જરૂરી છે. વધુમાં વધુ સહકારી માળખાનો ઉપયોગ કરો. ટેક્નોલોજી આવ્યા બાદ સહકારી ક્ષેત્રે આવેલ સંસ્થા કામગીરી વધુ સરળ બની છે. ત્રિભોવન કો ઓપરેટિવ યુનિવર્સિટી સ્થાપના કરવામાં આવી છે. ડેરીમાં ચક્રીય અર્થવ્યસ્થા શરૂ કરવામાં આવી છે. આઈસક્રીમ, ચીઝ, પનીર સહિત વસ્તુ સહકારી કંપનીના માધ્યમ તૈયાર કરવામાં આવશે. આ તમામ પ્રયોગ ગુજરાતથી શરૂ કરવામાં આવશે. ટેક્ષ પે વધુમાં વધુ મજબૂત કરવામાં આવશે. દેશમાં 2029 સુધીમાં પંચાયત લેવલે 2 લાખ નવી સહકારી મંડળી શરૂ કરવાનો લક્ષ્યાંક છે.
આ પણ વાંચોઃ Amit Shah In Gujarat: અમિત શાહના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ, વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનુ લોકાર્પણ
CM Bhupendra Patel નું નિવેદન
સોલા ખાતે સાયન્સ સિટીમાં ઉજવાયેલ વિકસિત ભારતના નિર્માણમાં સહકારીતાની ભૂમિકા સંમેલનમાં CM Bhupendra Patel પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ઓપરેશન સિંદુરની સફળતાથી દેશવાસીઓ ગૌરવ વધ્યું છે. આ સફળતાથી તિરંગાની શાન વધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેના અને નાના લોકોને સાથે લઈને ચાલી રહ્યા છે. દેશમાં આઝાદી બાદ અલગ સહકારીતા કાર્યાલય શરૂ થયું છે. ગૃહમંત્રીના અમિત શાહના નેતૃત્વ સહકારી ક્ષેત્ર ઉત્તમ કામ કરી રહ્યું છે. અમિત શાહના નેતૃત્વમાં સહકારી ક્ષેત્રે ગુજરાત સમગ્ર દેશમાં અવ્વલ છે. 2025 વર્ષ આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ ઉજવવામાં આવી રહ્યું છે. 1.65 કરોડ લોકો સભાપદો જોડાયા છે. સહકાર ક્ષેત્રે વધુ મજબૂત થાય તે માટે બજેટમાં પણ જોગવાઈ કરવામાં આવી. રાજ્યનો દર ચોથો વ્યક્તિ સહકારી ક્ષેત્રે જોડાયેલ છે. આઝાદી 75 વર્ષ બાદ દેશને પ્રથમ સહકારી યુનિવર્સિટી મળી છે. દેશની આઝાદી શતાબ્દી વખતે સમગ્ર દેશમાં સહકારી ક્ષેત્રે સર્વોપરી લઈ જવાનો લક્ષ્યાંક છે.
આ પણ વાંચોઃ VADODARA : ઇતિહાસ અને કળાનું સંગમસ્થળ એટલે વડોદરાનું મ્યુઝિયમ


