Pakistan સાથેના તણાવ વચ્ચે, ભારતીય નેવીની અરબી સમુદ્રમાં હલચલ, દુશ્મનને બતાવી એન્ટી-શિપ મિસાઇલની શક્તિ
- ભારતીય નૌકાદળની અરબી સમુદ્રમાં હલચલ
- નૌકાદળે આજે દુનિયાને એન્ટી-શિપ મિસાઇલની ઝલક બતાવી
- નૌકાદળ ભવિષ્યમાં રાષ્ટ્રના દરિયાઈ હિતોનું રક્ષણ કરવા તૈયાર
Pahalgam Terror Attack : પહેલગામ હુમલા બાદ પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે, ભારતીય નેવીએ અરબી સમુદ્રમાં પોતાની તાકાત બતાવીને હલચલ મચાવી દીધી. નેવીએ સમુદ્રની વચ્ચે દુશ્મનને તેની એન્ટી-શિપ મિસાઇલની શક્તિનું પ્રદર્શન કર્યું. અરબી સમુદ્રમાં તૈનાત ભારતીય નેવીના યુદ્ધ જહાજોએ તાજેતરમાં અનેક એન્ટી-શિપ મિસાઇલ ફાયરિંગ કર્યા છે. નૌકાદળે આજે દુનિયાને આની ઝલક બતાવી.
#WATCH | Indian Navy warships deployed in the Arabian Sea carried out multiple anti-ship missile firings recently
(Video source: Indian Navy officials) pic.twitter.com/sPtqALtuqp
— ANI (@ANI) April 27, 2025
લાંબા અંતરની ચોકસાઇવાળા આક્રમણ
ભારતીય નેવીના જહાજોએ લાંબા અંતરના આક્રમક હુમલાઓ કરવા માટે પ્લેટફોર્મ, સિસ્ટમ્સ અને ક્રૂની તૈયારીને માન્ય કરવા અને દર્શાવવા માટે અનેક એન્ટી-શિપ ફાયરિંગ કર્યા. ભારતીય નેવીએ જણાવ્યું હતું કે નૌકાદળ યુદ્ધ માટે તૈયાર, વિશ્વસનીય અને ભવિષ્યમાં રાષ્ટ્રના દરિયાઈ હિતોનું રક્ષણ કરવા માટે, ગમે ત્યારે, ગમે ત્યાં, ગમે તે રીતે તૈયાર છે.
ભારતે આપ્યો કડક સંદેશ
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના 48 કલાકની અંદર, ભારતે ગુરુવારે એક મહત્વપૂર્ણ મિસાઇલ પરીક્ષણ કર્યું, જેનાથી તેના દુશ્મનોને કડક સંદેશ મળ્યો. આ મિસાઇલ પરીક્ષણ ભારતીય નૌકાદળ દ્વારા અરબી સમુદ્રમાં તેના વિનાશક INS સુરત પર કરવામાં આવ્યું હતું. નેવીએ મધ્યમ અંતરની જમીનથી હવામાં પ્રહાર કરતી મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું. નેવીના જણાવ્યા અનુસાર, આ સમય દરમિયાન ભારતના સ્વદેશી મિસાઇલ વિનાશક INS સુરત સમુદ્રમાં લક્ષ્યને સફળતાપૂર્વક હિટ કરવામાં સફળ રહ્યું. આ નેવીના વિનાશક જહાજ હવામાં જ દુશ્મનની મિસાઇલોનો નાશ કરવાની ક્ષમતાથી સજ્જ છે.
આ પણ વાંચો : Pahalgam Terror Attack : કાશ્મીર ઘાટીમાં આતંકવાદ વિરુદ્ધ ઉગ્ર દેખાવો યથાવત, Gujarat First નો Exclusive Report
પહેલગામ આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત
પહેલગામ આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત થયા હતા, જેના પગલે ભારત સરકારે અટારી ખાતે સરહદ બંધ કરવા, પાકિસ્તાની નાગરિકો માટે સાર્ક વિઝા મુક્તિ યોજના સ્થગિત કરવા, તેમને તેમના દેશમાં પાછા ફરવા માટે 40 કલાકનો સમય આપવા અને બંને બાજુના ઉચ્ચાયોગમાં અધિકારીઓની સંખ્યા ઘટાડવા સહિત અનેક નિર્ણયો લીધા છે. પહેલગામ હુમલાને પગલે ભારતે 1960માં થયેલા સિંધુ જળ સંધિને પણ સ્થગિત કરી દીધી છે. પાકિસ્તાને આ અંગે યુદ્ધની ધમકી પણ આપી છે.
આ પણ વાંચો : Jharkhand ના મંત્રી ઇરફાન અંસારીની મોટી જાહેરાત, પહેલગામ હુમલાના પીડિતોના પરિવારોને મદદ કરીશું


