Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

વધુ એક Bunty-Bubbly! વૃદ્ધોને યુવાન બનાવવાની લાલચ આપી ખંખેર્યા રૂપિયા 35 કરોડ

60 વર્ષથી વધુ વયના લોકોને જુવાન બનાવી આપવાની લાલચ પતિ-પત્નીએ લોકોને જુવાન બનાવવાની મશીન બનાવી હોવાનો કર્યો દાવો જુવાન બનાવવાની લાલચે લોકોએ આપ્યા કરોડો રૂપિયા 35 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરી પતિ-પત્ની ફરાર આજના સમયમાં લોકો જવાન દેખાવાની લાલચમાં...
વધુ એક bunty bubbly  વૃદ્ધોને યુવાન બનાવવાની લાલચ આપી ખંખેર્યા રૂપિયા 35 કરોડ
Advertisement
  • 60 વર્ષથી વધુ વયના લોકોને જુવાન બનાવી આપવાની લાલચ
  • પતિ-પત્નીએ લોકોને જુવાન બનાવવાની મશીન બનાવી હોવાનો કર્યો દાવો
  • જુવાન બનાવવાની લાલચે લોકોએ આપ્યા કરોડો રૂપિયા
  • 35 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરી પતિ-પત્ની ફરાર

આજના સમયમાં લોકો જવાન દેખાવાની લાલચમાં એટલા પાગલ થઇ ગયા છે કે અને લાખો-કરોડો રૂપિયા ખર્ચવાનું પસંદ કરી રહ્યા છે. ત્યારે આવા લોકોને છેતરનારા પણ ખુલેઆમ ફરી રહ્યા છે. કાનપુરમાં એક આવો જ કિસ્સો સામે આવ્યો છે જેમાં પતિ-પત્નીએ ઇઝરાયેલી મશીનથી 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને 25 વર્ષના યુવાનમાં બદલવાનો ભરોસો આપી છેતરવામાં આવ્યાં છે. 35 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી માટે પતિ-પત્ની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પતિ-પત્નીએ દાવો કર્યો હતો કે તેમના ઇઝરાયેલી મશીનથી ઓક્સિજન થેરાપી દ્વારા વૃદ્ધ લોકો ફરીથી યુવાન બની શકે છે.

35 કરોડ રૂપિયાની છેતરપિંડીનો કેસ

બીજાને સારું દેખાડવાનું ચલણ અત્યારે ખૂબ ચાલી રહ્યું છે. તેમા પણ પોતાની ઉંમર કરતા નાના દેખાવવું કોણ ન ઇચ્છે? ત્યારે બોલિવૂડ સ્ટાર્સને જોઇ લોકોની પોતાને સારા લાગવાની ઇચ્છા વધી રહી છે. વધુ ઉંમરના લોકો ખાસ કરીને નાની વયના દેખાવવા માટે મોટી રકમ ચુકવતા હોય છે. ત્યારે આપણી વાસ્તવિક ઉંમરથી નાની ઉંમરનું દેખાવાની ઇચ્છા ઘણી વાર લોકોને છેતરવા માટેનું સાધન બની જાય છે. કાનપુરમાં રાજીવ દુબે અને તેમની પત્ની રશ્મિ દુબેએ સાતેક નગરમાં રિવાઈવલ વર્લ્ડ નામની સંસ્થા ખોલીને વૃદ્ધોને યુવાન બનાવવાનો દાવો કર્યો હતો. બંનેએ દાવો કર્યો છે કે વૃદ્ધોને યુવાન બનાવવા માટે તેમણે ઈઝરાયેલથી મશીન આયાત કર્યું છે. આ દાવાથી પ્રભાવિત થઈને હજારો લોકોએ આ સંસ્થામાં પોતાના નાણાં રોક્યાં, પરંતુ થેરાપી લીધા બાદ પણ કોઈને ફાયદો થયો નહીં. આ મશીનથી લોકોની ઉંમર જરા પણ ઘટી નહીં, અને જ્યારે લોકોને એ વાત સમજાઈ કે આ એક છેતરપિંડી છે, ત્યારે પતિ-પત્ની ગાયબ થઈ ગયા હતા.

Advertisement

Advertisement

ફરિયાદ મળતા જ પોલીસે શરૂ કરી તપાસ

રેણુ સિંહે આ પતિ-પત્ની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. દંપતીએ 6000 થી 90000 રૂપિયા સુધીની થેરાપી માટે ચાર્જ કર્યું, અને અનેક લોકોને મશીનમાં ઓક્સિજન થેરાપી આપી હતી. જોકે, આ થેરાપીથી કોઈને ફાયદો ન થયો. જ્યારે છેતરાયેલી વ્યક્તિઓએ પૈસા પાછા માંગવા શરુ કર્યા, ત્યારે રાજીવ અને રશ્મિ દુબે પોતાના ફ્લેટને તાળું મારીને ગાયબ થઈ ગયા હતા. પોલીસને આ મામલે ફરિયાદ નોંધાતા, કિદવાઈ નગર ACP અંજલિ વિશ્વકર્માએ જણાવ્યું કે રિપોર્ટ દાખલ કરાઈ છે અને બંનેની શોધખોળ શરૂ થઈ ગઈ છે. ઉપરાંત રેણુ સિંહે દાવો કર્યો છે કે આ દંપતીએ હજારો લોકો સાથે રૂ. 35 કરોડની છેતરપિંડી કરી છે અને હવે તેઓ વિદેશ ભાગી જવાના પ્રયાસમાં છે.

આ પણ વાંચો:  8 Billion Years દૂરથી ધરતી પર આવ્યો સંદેશ, એલિયન્સે મોકલ્યું છે Signal?

Tags :
Advertisement

.

×