Congress: દિગ્વિજયસિંહના ભાઇ લક્ષ્મણસિંહને પાર્ટીમાંથી હાંકી કઢાયા, જાણો કેમ?
- કોંગ્રેસે લીધુ એક્શન લક્ષ્મણસિંહને પાર્ટીમાંથી હાંકી કઢાયા
- રોબર્ટ વાડ્રા પર કરવામાં આવેલી ટિપ્પણીને લઇને કર્યા
- પાર્ટીમાંથી 6 વર્ષ માટે હાંકી કઢાયા
Congress : મધ્યપ્રદેશ(Madhya Pradesh)ના પૂર્વ સીએમ દિગ્વિજયસિંહના (Digvijay Singh)ભાઇ લક્ષ્મણ સિંહને (Laxman Singh)કોંગ્રેસે (Congress)6 વર્ષ માટે પાર્ટીમાંથી બહાર કાઢી દીધા છે. લક્ષ્મણ સિંહ પર એક્શન હાલમાં જ રાહુલ ગાંધી, સીએમ ઉમર અબ્દુલ્લા અને કારોબારી અને રોબર્ટ વાડ્રા પર કરવામાં આવેલી ટિપ્પણીને લઇને કર્યા છે. લક્ષ્મણસિંહે રાહુલ ગાંધી, ઉમર અબ્દુલ્લા અને રોબર્ટ વાડ્રાને લઇને આપેલા નિવેદનોને પાર્ટીએ અનુશાસનહીનતા માની. આ વાતને લઇને તેઓને પાર્ટીમાંથી 6 વર્ષ માટે હાંકી કઢાયા છે
6 વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કઢાયા
મહત્વનું છે કે કોંગ્રેસ પાર્ટીએ લક્ષ્મણને 6 વર્ષ માટે પાર્ટીમાંથી કાઢવા માટે કોંગ્રેસની ડિસિપ્લિનરી કમિટીના અધ્યક્ષ સાંસદ તારિક અનવરે આલા કમાનને ભલામણ કરી હતી. સતત એવી જ વાતો સામે આવી રહી હતી તે કે તેમને પાર્ટીમાંથી બહાર કાઢવામાં આવે. જો કે હવે આ એક્શન લેવામાં આવ્યું છે.
આ પણ વાંચો -Video: રાજા રઘુવંશીના ઘરે પહોંચ્યો સોનમનો ભાઇ ગોવિંદ, માતાને ગળે ભેટતાં કહ્યું '...તો એને ફાંસી આપો'
શું આપ્યું હતુ નિવેદન ?
કાશ્મીરના પહલગામમાં 26 એપ્રિલે થયેલા આતંકી હુમલાને લઇને લક્ષ્મણ સિંહે જમ્મુ કાશ્મીરના સીએમ ઉમર અબ્દુલ્લા પર શાબ્દિક હુમલો કર્યો હતો. તેમની પર આરોપ લગાવ્યો હતો કે તેઓ જમ્મુ કાશ્મીર આતંકી હુમલાના આતંકીઓ સાથે મળી ગયેલા છે. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ તરત જ નેશનલ કોન્ફરન્સથી સમર્થન પરત લઇ લેવુ જોઇએ..
આ પણ વાંચો -Sonam Raghuvanshi: સોનમે કબૂલ્યો ગુનો,રડતા-રડતા SITની પૂછપરછમાં કર્યો ચોંકાવનારો ઘટસ્ફોટ
પ્રિયંકા ગાંધીના પતિને લઇને પણ ટિપ્પણી કરી હતી
લક્ષ્મણસિંહે રાહુલ ગાંધી અને સાંસદ પ્રિયંકા ગાંધીના પતિને લઇને પણ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતુ કે રોબર્ટ વાડ્રા જીજાજી, રાહુલજી કા. તેમણે કહ્યું કે મુસલમાનોને રસ્તા પર નમાજ નથી વાંચવા દેતા એટલે આતંકવાદીઓએ હુમલો કર્યો. આવા નિવેદનોને કારણે કોંગ્રેસના ધારાસભ્ય રહી ચૂકેલા લક્ષ્મણસિંહના નિવેદનોએ કોંગ્રેસ પાર્ટી માટે અસહજ માહોલ ઉભો કરી દીધો હતો.