Covid 19 In India:દેશમાં કોરોનાના એક્ટિવ કેસ 1,200ને પાર! સૌથી વધુ આ રાજ્યમાં
- દેશમાં કોરોનાના એક્ટિવ કેસ 1,200ને પાર
- કેરળ સર્વાધિક 430 એક્ટિવ કેસ સાથે પ્રથમ ક્રમે
- મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં ઝડપી ઉછાળો
- મહારાષ્ટ્રમાં કોરોનાના 325થી વધુ એક્ટિવ કેસ
- દિલ્હી-કર્ણાટકમાં 100થી વધુ એક્ટિવ કેસ
- અત્યાર સુધીમાં દેશમાં કોરોનાથી 12ના મોત
Coronavirus Cases in India : દેશમાં એકવાર ફરી કોરોના વાયરસના કેસમાં વધારો થઇ રહ્યો છે, જેના કારણે ચિંતા પણ વધી ગઇ છે. આરોગ્ય વિભાગના તાજેતરના આંકડા મુજબ, દેશભરમાં એક્ટિવ કેસની જો વાત કરીએ તો તે આંકડો 1,200 ને વટાવી ગયો છે. દેશની રાજધાનીમાં કોરોનાના એક્ટિવ કેસ 100થી વધુ એક્ટિવ કેસ નોંધાયા. કોરોનાના સૌથી વધુ કેસ કેરળમાં છે, જ્યાં અત્યાર સુધીમાં કુલ 430 એક્ટિવ કેસ નોંધાયા છે.મહારાષ્ટ્રમાં કોરોનાના 325થી વધુ એક્ટિવ કેસ સામે આવ્યા છે
દિલ્હીમાં કોરોના કેસમાં ફરી વધારો
ભારતની રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસના કેસોમાં ફરી એકવાર ઉછાળો જોવા મળી રહ્યો છે, જે આરોગ્ય વિભાગ અને નાગરિકો માટે ચિંતાનો વિષય બન્યો છે. તાજેતરના આંકડાઓ અનુસાર, દિલ્હીમાં હાલ 100થી વધુ સક્રિય કોરોનાના કેસ છે, જેમાંથી છેલ્લા એક સપ્તાહમાં 99 નવા કેસ નોંધાયા છે. આ વધારો દર્શાવે છે કે વાયરસ હજુ સંપૂર્ણ રીતે નિયંત્રણમાં આવ્યો નથી. આ સાથે, દેશભરમાં કોરોના દર્દીઓની સંખ્યા 1,000ને વટાવી ગઈ છે, જે એક ગંભીર પરિસ્થિતિ સૂચવે છે. આરોગ્ય અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, દિલ્હીમાં વધતા કેસોને ધ્યાનમાં રાખીને સરકાર અને આરોગ્ય વિભાગે દેખરેખ અને ટેસ્ટિંગ પ્રક્રિયાને વધુ તીવ્ર કરવાનો નિર્ણય લીધો છે. આરોગ્ય વિભાગે લોકોને ભીડભાડવાળી જગ્યાઓથી દૂર રહેવાની સલાહ આપી છે. આ ઉપરાંત, દિલ્હીના આરોગ્ય વિભાગે કોરોના વાયરસ સંબંધિત એક એડવાઇઝરી પણ જારી કરી છે, જેમાં નાગરિકોને સાવચેતી રાખવા અને સલામતીના નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો -MOckdrill: ગુજરાતથી લઈને કાશ્મીર સુધી,પાક.ને અડીને આવેલા રાજ્યોમાં યોજાશે મોકડ્રિલ!
પંજાબમાં કોવિડ દર્દીનું મૃત્યુ
પંજાબના ચંદીગઢમાં કોવિડ-૧૯ ચેપને કારણે પહેલું મૃત્યુ નોંધાયું છે. સેક્ટર-૩૨માં સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ (GMCH-૩૨) માં દાખલ લુધિયાણાના ૪૦ વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયું.દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડતાં ચાર દિવસ પહેલા હોસ્પિટલના ઇમરજન્સીમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યારે ડોક્ટરોએ કોવિડ પરીક્ષણ કર્યું ત્યારે તે પોઝિટિવ જોવા મળ્યો. ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.
આ પણ વાંચો -YouTubers અને Bloggers પર કડક કાર્યવાહી! રેલવે સ્ટેશન પર ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી પર પ્રતિબંધ
નવા વેરિઅન્ટ વિશે AIIMSના ભૂતપૂર્વ ડિરેક્ટરે શું કહ્યું?
JN.1 એ ઓમિક્રોનના BA.2.86 નું એક સ્ટ્રેન છે. તેને પિરોલા પણ કહેવામાં આવે છે. તેમાં લગભગ 30 મ્યુટેશન છે, જે રોગપ્રતિકારક શક્તિને નબળી પાડે છે. કોરોનાના વધતા નવા કેસ અંગે, AIIMSના ભૂતપૂર્વ ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસનો નવો વેરિઅન્ટ JN.1 સમગ્ર વિશ્વમાં સૌથી વધુ છે. આ વેરિઅન્ટમાં કેટલાક મ્યુટેશન છે, જેના કારણે તે વધુ ચેપનું કારણ બને છે.તેમણે કહ્યું કે ઓમિક્રોનને કારણે વધુ લોકો ચેપગ્રસ્ત થયા છે. આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ છે, પરંતુ વેરિઅન્ટ્સ પોતાને બદલતા રહે છે. આ કારણે, ચેપ સમયાંતરે વધે છે.
ICMR એ શું કહ્યું?
કોવિડના નવા પ્રકાર અંગે, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ના ડાયરેક્ટર જનરલ, ડૉ. રાજીવ બહલે કહ્યું કે અત્યાર સુધી મળી આવેલા કેસ ખૂબ ગંભીર નથી. તેમણે કહ્યું, "ભારતમાં કોવિડ-19 ચેપ વધી રહ્યો છે, પરંતુ ચિંતા કરવાની કોઈ વાત નથી કારણ કે આ ગંભીર નથી. અમે તેના પર નજીકથી નજર રાખી રહ્યા છીએ."


