Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

વિદેશ મંત્રીએ કહ્યું ચીન સીમા પર સબ સલામત, આર્મી ચીફે કહ્યું ટેન્શન યથાવત્ત, MEA ને કરવી પડી સ્પષ્ટતા

MEA On China Disengagement: હાલમાં જ ભારતીય સેના પ્રમુખ ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું હતું કે, એલએસી પર સંવેદનશીલ સ્થિતિ છે.
વિદેશ મંત્રીએ કહ્યું ચીન સીમા પર સબ સલામત  આર્મી ચીફે કહ્યું ટેન્શન યથાવત્ત  mea ને કરવી પડી સ્પષ્ટતા
Advertisement
  • વિદેશ મંત્રાલય દ્વારા કરવામાં આવી સ્પષ્ટતા
  • સેનાના પ્રમુખનું નિવેદન વિરોધાભાસી નથી
  • સેના પ્રમુખની વ્યક્ત કરવાની ભાષા અલગ હતી

MEA On China Disengagement: હાલમાં જ ભારતીય સેના પ્રમુખ ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું હતું કે, એલએસી પર સંવેદનશીલ સ્થિતિ છે. જે અંગે હવે વિદેશ મંત્રાલયે શુક્રવારે કહ્યું કે, પૂર્વી લલ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર સ્થિતિ અંગેના વલણમાં કોઇ વિરોધાભાસ નથી. વિદેશ મંત્રાલયના આ નિવેદનના થોડા દિવસ પહેલા સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું હતું કે, આ ક્ષેત્રમાં ભારતીય અને ચીની સેનાઓ વચ્ચે કેટલીક હદ સુધી ગતિરોધ યથાવત્ત છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કરી કેટલીક સ્પષ્ટતા

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, સેના પ્રમુખે જે કહ્યું છે અને અમે જે વલણ અપનાવ્યું છે.તેમાં અમને કોઇ વિરોધાભાસ નથી જોવા મળી રહ્યો. ગત્ત 21 ઓક્ટોબરને બનેલી સંમતી બાદ, ભારતીય અને ચીની સૈન્ય પક્ષોએ ડેમચોક અને ડેપસાંગના બે બાકી વિવાદાસ્પદ બિંદુઓ સાથે સૈનિકોને પરત બોલાવી લીધા હતા.

Advertisement

આ પણ વાંચો : Surat : પાંડેસરામાં 7 પરિવાર રહેતા હતા તે બિલ્ડિંગ અચાનક થઈ ધરાશાયી, દ્રશ્યો હચમચાવી દેશે!

Advertisement

ભારત અને ચીનમાં સારા તાલમેલની જરૂર

સમાચાર એજન્સી પીટીઆઇના અનુસાર આ અઠવાડીયે એક પત્રકાર પરિષદમાં જનરલ દ્વિવેદીએ કહ્યું હતું કે, ભારતીય અને ચીની સેનાઓ વચ્ચે હજી પણ કંઇ હદ સુધી ગતિરોધ યથાવત્ત છે અને બંન્ને પક્ષોને સ્થિતિને શાંતી રાખવા અને વિશ્વાસ બહાલ કરવા અંગે વ્યાપક તાલમેલ બનાવવાની જરૂર છે. જ્યારે વિદેશ મંત્રાલયે કહ્યું કે, દેપસાંગ અને ડેમચોકમાં ટકરાવ વાળા બિંદુઓ પર પાછળ હટવાનું કામ પૂર્ણ થઇ ચુક્યું છે અને સેના પ્રમુખનું કહેવું હતું કે, સેનાઓ વચ્ચે હાલ પણ કેટલાક હદ સુધી ગતિરોધ યથાવત્ત છે.

સરકાર અને સેનાનું એક વલણ

સેના પ્રમુખની ટિપ્પણીઓ અંગે પુછવામાં આવતા જયસ્વાલે કહ્યું કે, સેના અને વિદેશ મંત્રાય બંન્ને આ મુદ્દા પર વલણ એક છે. જયસ્વાલે કહ્યું કે, હું સંસદમાં પ્રકટ કરવામાં આવેલા વિદેશ મંત્રીના વલણનો ઉલ્લેખ કરવા માંગુ છું. વિદેશ મંત્રી સૈનિકોને પરત બોલાવવા અંગે સ્પષ્ટતા કરી ચુક્યા છે. તેમણે કહ્યું કે, જ્યાં સુધી 21 ઓક્ટોબરે બનેલી સંમતીનો સવાલ છે. અમારો ઉદ્દેશ્ય સંબંધિત પેટ્રોલિંગ પોઇન્ટ પર અતીતની જેમ પેટ્રોલિંગ સુનિશ્ચિત કરવાનું છે.

આ પણ વાંચો : Khyati Hospital Scam : મુખ્ય સૂત્રધાર કાર્તિક પટેલની પૂછપરછમાં થયા આ ચોંકાવનારા ખુલાસા!

Tags :
Advertisement

.

×