Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગ્રેટર નોએડા: પોશ સોસાયટીમાં દૂષિત પાણી, હજારો લોકો પડી ગયા બિમાર

સોસાયટીમાં રહેતા લોકોએ જણાવ્યું કે, પાણીમાં ઇ કોલી વાયરસની પૃષ્ટિ થઇ છે. આ કારણે લોકો બિમાર પડી રહ્યા છે. સોસાયટીના પાઇપ તુટેલા છે.
ગ્રેટર નોએડા  પોશ સોસાયટીમાં દૂષિત પાણી  હજારો લોકો પડી ગયા બિમાર
Advertisement
  • ગ્રેટર નોએડા વેસ્ટની અનેક સોસાયટીમાં દુષિત પાણી
  • પોશ ગણાતા વિસ્તારની અનેક સોસાયટીમાં દુષિત પાણી
  • ઇકોલી નામનો વાયરસ પાણીમાંથી મળી આવતા ચકચાર મચી ગઇ

નવી દિલ્હી : સોસાયટીમાં રહેતા લોકોએ જણાવ્યું કે, પાણીમાં ઇ કોલી વાયરસની પૃષ્ટિ થઇ છે. આ કારણે લોકો બિમાર પડી રહ્યા છે. સોસાયટીના પાઇપ તુટેલા છે. જેના કારણે પાણી ખુબ જ દુષીત થઇ રહ્યું છે.

ગ્રેટર નોએડાની વેસ્ટની અનેક સોસાયટીઓમાં દૂષત પાણી પીવાના કારણે સેંકડો લોકો બિમાર થઇ ગયા છે. અરિંહંત આર્ડન સોસાયટી, ઇકો વિલેજ 1 સોસાયટી, હવેલિયા વેલેનિસિયા અને પંચશીલ હાઇનિસ સોસાયટીમાં દૂષિત પાણીથી બિમાર લોકોની સંખ્યા સતત વધતી જઇ રહી છે. સોસાયટીથી દુષિત પાણીના સેમ્પસ તપાસ માટે મોકલવામાં આવ્યા. તપાસ રિપોર્ટમાં અરિહંત ગાર્ડન સોસાયટીમાં કોલી ફાર્મ અને ઇકો વિલેજ વન સોસાયટીમાં ઇકોલી વાયરસ મળ્યાની પૃષ્ટિ થઇ છે.

Advertisement

આ પણ વાંચો : US plane missing : વધુ એક વિમાન ગુમ! શોધ અને બચાવ અભિયાન શરૂ

Advertisement

અત્યંત પોશ ગણાતા વિસ્તારમાં પાણીની ભયાનક સોસાયટી

ઇકો વન વિલેજ સોસાયટી નિવાસી રંજનાએ જણાવ્યું કે, તેમની સોસાયટીમાં ઘણા દિવસથી બિમાર પડી રહ્યા છે. લોકોને ઉલ્ટીઓ થઇ રહી છે, ઝાડા રહે છે તેની સાથે પેટની અન્ય સમસ્યાઓ પણ થઇ રહી છે. તેમણે જણાવ્યું કે, સોસાયટીમાં પાણી અંદર આવનારી પાઇપ અનેક સ્થળેથી તુટેલી છે. જેની સારસંભળ કરવામાં આવી રહી છે. આ જ તુટેલા પાઇપોના કારણે પાણી દુષિત થયું છે અને સતત સોસાયટીમાં બિમાર થઇ રહ્યા છે.

તંત્ર પર બેદરકારીનો આક્ષેપ

સોસાયટીના લોકોનો આરોપ છે કે, તંત્રની બેદરકારીનું કારણ સમસ્યા થઇ છે. લોકોએ જણાવ્યું કે, અનેક વખત ફરિયાદ કરવા છતા પણ કોઇ કાર્યવાહી નથી કરવામાં આવી. હવે જ્યારે લોકો બિમાર થઇ ગયા છે, ત્યારે તંત્ર જાગી રહ્યું છે. લોકોએ તંત્ર પાસે માંગ કરી છે કે, ઝડપથી આ સમસ્યાઓનું સમાધાન કરવામાં આવે અને દોષિતોની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે. ગ્રેટર પ્રાધિકરણના જીએમ રાજેશ ગૌતમે જણાવ્યું કે, ગ્રેટર નોએડા વેસ્ટની અનેક સોસાયટીમાં દૂષિત પાણીની ફરિયાદ મળે છે. તેમણે કહ્યું કે, પ્રાધિકરણ તરફથી જે પાણી સપ્લાય કરવામાં આવે છે તે સોસાયટીની બહાર સુધી હોય છે. તે પાણીને અંદર પાઇપ દ્વારા સોસાયટીમાં સપ્લાય કરવાનું કામ સોસાયટી તથા બિલ્ડર દ્વારા કરવામાં આવે છે. જે સોસાયટીનો આંતરિક મામલ છે.

આ પણ વાંચો : Rahul Gandhi એ પત્રકાર પરિષદ કરી કર્યો મોટો દાવો, મહારાષ્ટ્ર ચૂંટણીમાં થઈ ગડબડ

પાણી ઉકાળીને પીવાની સલાહ

અત્યાર સુધીમાં તપાસ રિપોર્ટ આવ્યો તે સોસાયટી નિવાસીઓ દ્વારા કરવામાં આવી છે. પ્રાધિકરણે પાણીના સેમ્પલ લઇને તપાસ માટે મોકલી આપ્યું છે. આ સાથે જ બિલ્ડરને પ્રાધિકરણે નોટિસ ઇશ્યું કરી દીધી છે. તપાસ રિપોર્ટ આવ્યા બાદ બિલ્ડરની વિરુદ્ધ પેનલ્ટી સહિત યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. લોકોને સતત બિમાર થથા જોઇને સ્વાસ્થય વિભાગની ટીમે સોસાયટીમાં કેમ્પ લગાવીને તપાસ કરી. સ્વાસ્થય વિભાગની ટીમે લોકોને પાણી ઉકાળીને પીવાની સલાહ આપી છે.

આ પણ વાંચો : Mahakumbh 2025 : ત્રિવેણી સંગમ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું અમૃત સ્નાન

Tags :
Advertisement

.

×