Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સૈફ અલી ખાન પર હુમલા અંગે કરીના કપુરે કર્યો મોટો ખુલાસો, આ હુમલો નહીં પણ...

સૈફ અલી ખાન પર થયેા હુમલા બાદ કરીના કપુરે પ્રથમ રિએક્શન આપ્યું છે. તેમણે ફેન્સને ધૈર્ય રાખવા માટે અપીલ કરી છે અને સૈફ સલામત હોવાનું જણાવ્યું છે.
સૈફ અલી ખાન પર હુમલા અંગે કરીના કપુરે કર્યો મોટો ખુલાસો  આ હુમલો નહીં પણ
Advertisement
  • કરિનાએ કહ્યું આ હુમલો નહી પણ અમારા ઘરમાં ચોરીનો પ્રયાસ હતો
  • સૈફ અલી ખાનને હોસ્પિટલમાં સર્જરી માટે ખસેડવામાં આવ્યો
  • હાલ સૈફ અલી ખાનની સર્જરી બાદ સ્થિતિ સ્ટેબલ હોવાનો રિપોર્ટ

મુંબઇ : સૈફ અલી ખાન પર થયેા હુમલા બાદ કરીના કપુરે પ્રથમ રિએક્શન આપ્યું છે. તેમણે ફેન્સને ધૈર્ય રાખવા માટે અપીલ કરી છે અને સૈફ સલામત હોવાનું જણાવ્યું છે. કઇ રીતે હુમલો થયો તે અંગે પણ માહિતી આપી હતી. આ ઉપરાંત પોલીસ પણ સમગ્ર મામલે તપાસ કરી રહી હોવાનું જણાવ્યું છે.

સૈફ અલી ખાનની હાલત સ્થિર છે

સૈફ અલી ખાન પર ચાકુથી થયેલા હુમલા બાદ કરીના કપુર તરફથી પ્રથમ રિએક્શન સામે આવ્યુ છે. તેમના અનુસાર હાલ સૈફની સ્થિતિ સારી છે. બુધવારે રાત્રે એક અજાણ્યા વ્યક્તિ વ્યક્તિ સૈફ અલી ખાને મુંબઇ ખાતે ઘરમાં ઘુસ્યો અને તેમના પર ચાકુથી હુમલો કરી દીધો. આ હુમલામાં સૈફને 6 ઘા વાગ્યા છે.ત્યાર બાદ તેને સારવાર માટે મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયો છે. સૈફ અલી ખાન પર થયેલા જીવલેણ હુમલા બાદ તેમના ફેન્સ ચિંતામાં છે અને તેમની સલામતી માટેની દુવા કરી રહી છે. કરીના કપુરના હાલના સ્ટેટમેન્ટ ફેન્સને ચિંતા વચ્ચે મોટી રાહત આપી છે. તેમણે પોતાના તથા સૈફના ફેન્સને ધૈર્ય રાખવા માટેની અપીલ કરી છે.

Advertisement

આ પણ વાંચો : Rajkot: શહેરમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસે 4 શખસો વિરૂદ્ધ ગુનો નોંધ્યો

Advertisement

કરીના કપુરની તરફથી ટીમે બહાર પાડ્યું સ્ટેટમેન્ટ

કરીના કપુરની તરફથી તેમની ટીમે સ્ટેટમેન્ટ બહાર પાડ્યું છે. જેમાં લખ્યું કે, ગત્ત રાત્રે સૈફ અલી ખાન અને કપુરના ઘરે ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો. સૈફને હાથમાં ઇજા પહોંચી છે. જેની સારવાર માટે તેને હોસ્પિટલ લઇ જવાયો છે. પરિવારના બાકીના તમામ સભ્યો સ્વસ્થય છે. અમે મીડિયા અને ફેન્સને ધૈર્ય રાખવા માટે તથા કોઇ પણ પ્રકારની અટકળો ન લગાવવા માટે અપીલ કરીએ છીએ. કારણ કે પોલીસે પોતાની તપાસ શરૂ કરી દીધી છે. ચિંતા કરવા માટે તમામ લોકોનો આભાર.

મુંબઇ પોલીસે ફરિયાદ દાખલ કરી

સૈફ અલી ખાનના ઘરે થયેલી ચોરીના પ્રયાસ અને તેમના પર હુમલાના મામલે મુંબઇના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાધક ળઇ છે અને પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. મળતી માહિતી અનુસાર જ્યારે ઘરમાં ઘુસેલા વ્યક્તિની સાથે સૈફની બોલાચાલી થઇ ત્યારે તેણે તેના પર ચાકુથી હુમલો કરી દીધો. જેમાં તેમને 6 જગ્યાએ ઇજા પહોંચી છે. જ્યાં સુધી સૈફના પરિવારના બાકીના લોકો જાગ્યા ત્યા સુધીમાં ચોર ત્યાંથી ભાગી ગયા હતા. બાંદ્રા પોલીસ હાલ ત્રણ એટેન્ડન્ટની પુછપરછ કરી રહી છે. જેમાં એક ઘાયલ પણ થયો છે.

આ પણ વાંચો : Jamnagar ધ્રોલ નજીક ગમખ્વાર અકસ્માત, 3નાં મોત 2 ગંભીર ઇજાગ્રસ્ત

સૈફની ટીમે પણ સ્ટેટમેન્ટ બહાર પાડ્યું.

સૈફ અલી ખાનની ટીમે પણ એક સ્ટેટમેન્ટ બહાર પાડ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, સૈફ અલી ખાનના ઘરે ચોરીનો પ્રયાસ થયો છે. હાલ તેઓ સર્જરી માટે હોસ્પિટલમાં છે. અમે મીડિયા અને ફેન્સને અપીલ કરીએ છીએ કે તેઓ શાંતિ જાળવી રાખે. પોલીસે સમગ્ર મામલે તપાસ કરી રહી છે. અમે પણ સ્થિતિ અંગે આપને માહિતગાર કરીશું. ત્યાં સુધી ધૈર્ય રાખો અને કોઇ પણ પ્રકારના અંદાજા લગાવવાથી દૂર રહેજો. ઉલ્લેખનીય છે કે, સૈફ પત્ની કરીના પુત્ર તૈમૂર અને જેહની સાથે ગત્ત અઠવાડીયે જ સ્વિત્ઝરલેન્ડથી પરત ફર્યા છે, જ્યાંથી તેઓ નવા વર્ષની ઉજવણી કરવા માટે ગયા હતા.

આ પણ વાંચો : અંતરિક્ષમાં ISROએ રચ્યો વધુ એક ઈતિહાસ, સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટનું કર્યું સફળ પરીક્ષણ

Tags :
Advertisement

.

×