Mahakumbh : પ્રયાગરાજ કુંભમાં મુલાયમ સિંહ યાદવની મૂર્તિ પર સંત સમાજમાં નારાજગી
- મહાકુંભમાં મુલાયમ સિંહ યાદવની પ્રતિમા પર વિવાદ
- મુલાયમ સિંહ યાદવની પ્રતિમાની સ્થાપનાને લઈ વિરોધ
- પ્રયાગરાજ કુંભમાં મુલાયમ સિંહ યાદવની પ્રતિમા પર સંતોની પ્રતિક્રિયા
- મુલાયમ સિંહ યાદવની પ્રતિમાને લઈને સંત સમુદાયમાં નારાજગી
Controversy over Mulayam Singh Yadav's statue at Mahakumbh : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આજથી મહાકુંભ મેળો શરૂ થવા જઈ રહ્યો છે. 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી ચાલનારા આ શ્રદ્ધાના ઉત્સવમાં કરોડો ભક્તો પવિત્ર સ્નાન માટે કુંભ મેળા પરિસરમાં એકઠા થશે. આ મહાકુંભ મેળા પરિસરમાં એક કેમ્પમાં સમાજવાદી પાર્ટી (SP) ના સ્થાપક મુલાયમ સિંહ યાદવની પ્રતિમાને લઈ વિવાદ સર્જાયો છે. આ પ્રતિમાને લઇને સંત સમુદાયોમાં નારાજગી જોવા મળી રહી છે.
પ્રયાગરાજ મહાકુંભમાં મુલાયમ સિંહ યાદવની પ્રતિમા પર વિવાદ
અભય ચૈતન્ય સ્વામી મૌની મહારાજે મુલાયમ સિંહ યાદવની પ્રતિમા સ્થાપનાની વિરુદ્ધ પોતાની નારાજગી વ્યક્ત કરી છે. સુત્રોની માનીએ તો તે મુજબ તેમણે કહ્યું કે, "આ પ્રતિમા મૂકવાનો કોઈ અર્થ નથી." તેમણે આગળ જણાવ્યું કે ગંગાના કિનારે, આ શ્રદ્ધાસ્પદ સ્થળ પર દુર્ગા, કાલી અથવા અન્ય દેવી-દેવતાઓની મૂર્તિઓ સ્થાપિત થવી જોઈએ, ન કે કોઈ રાજકારણીની. તેમના અનુસાર, રાજકારણીની પ્રતિમાને અહીં સ્થાન આપવું ભગવાન અને દેવતાઓનું અપમાન છે.
પ્રતિમા સ્થાપના અને શિબિરનું ઉદ્ઘાટન
આ 3 ફૂટની મુલાયમ સિંહ યાદવની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. જણાવી દઇએ કે, "સેક્શન 16" ખાતે મુલાયમ સિંહના નામે કેમ્પમાં સ્થાપિત કરવામાં આવ્યો છે. આ કેમ્પનું અનાવરણ વિધાનસભાના વિરોધ પક્ષના નેતા માતા પ્રસાદ પાંડેએ કર્યું હતું. કેમ્પમાં મુલાયમ સિંહ યાદવના વિવિધ ફોટોગ્રાફ્સ પણ મૂકવામાં આવ્યા છે, જેમાં તેમને ગંગામાં સ્નાન કરતા, પૂજા કરતા અને સંતો તરફથી આશીર્વાદ લેતા જોઇ શકાય છે.
સંદીપ યાદવનું નિવેદન
આ મુદ્દે મુલાયમ સિંહ યાદવ સ્મૃતિ સેવા સંસ્થાનના પ્રમુખ સંદીપ યાદવે જણાવ્યું કે, "ભાજપને આ પ્રતિમા સ્થાપિત કરવામાં વાંધો શું છે? ભાજપ પણ ઇચ્છે તો તેઓ પોતાની પસંદગી અનુસાર તેમના નેતા અટલ બિહારી વાજપેયીની પ્રતિમા સ્થાપિત કરી શકે છે." સંદીપે દલીલ કરી કે, "મુલાયમ સિંહ યાદવે દલિતો, પછાત વર્ગો અને ગરીબો માટે જે કર્યું છે તે તેમને ભગવાનની શ્રેણીમાં મૂકે છે. તે તેમના માટે કોઈ દેવી-દેવતાથી ઓછો નથી. અમે સેવાની ભાવના સાથે અહીં આ કેમ્પ સ્થાપ્યો છે, જ્યાં જરૂરિયાતમંદ લોકોને ખોરાક, પાણી, પથારી અને અન્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. કેમ્પમાં પ્રવેશતા જ, યજ્ઞશાળા જેવી ખુલ્લી ઝૂંપડીમાં મુલાયમ સિંહ યાદવની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. પાર્ટીના કાર્યકરો પ્રતિમાને ફૂલો અર્પણ કરીને સપાના સ્થાપકને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
મુલાયમ સિંહ યાદવની પ્રતિમાની સ્થાપના પર વિવાદ
પ્રયાગરાજમાં મુલાયમ સિંહ યાદવની પ્રતિમા સ્થાપિત કરવાને લઈ ઋષિ-મુનિઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેમના જણાવ્યા અનુસાર, મુલાયમ સિંહ યાદવે કાર સેવકો પર ગોળીઓ ચલાવી હતી અને આ સ્થાન પર દેવી-દેવતાઓની મૂર્તિઓ સ્થાપિત થવી જોઈએ, ના કે એક રાજકારણીની. અભય ચૈતન્ય સ્વામી મૌની મહારાજે જણાવ્યું છે કે, આ પ્રતિમાની સ્થાપના વિરુદ્ધ દેશભરમાં વિરોધ પ્રદર્શિત કરવામાં આવશે. તેમનું માનવું છે કે, મુલાયમ સિંહ યાદવની પ્રતિમા લગાવવાનો કોઈ વ્યાજબી કારણ નથી અને એવા લોકોને પ્રાધાન્ય આપવું, જે દેવી-દેવતાઓના સ્થાનને માન્યતા આપે છે, એ યોગ્ય નથી, તે દેવી-દેવતાઓનું અપમાન છે.
આ પણ વાંચો : Mahakumbh 2025 પહેલા કુંભ મેળાનો શું છે ઇતિહાસ? જાણો તેના વિશે


