બરેલીમાં ઓનર કિલિંગ: માતા લિવ ઇનમાં રહેવા લાગતા પુત્રએ કરી નાખી હત્યા
- માતાના લિવ ઇન પાર્ટનરનું કાસળ કાઢી નાખ્યું
- બરેલીમાં ઓનર કિલિંગની ઘટના બનતા ચકચાર
- પુત્રએ માતાના પ્રેમીની હત્યા કરી નાખતા ચકચાર
Honour Killing in UP: યુપીમાં ઓનર કિલિંગની એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. બરેલીમાં એક કિશોરે પોતાના કાકાના ભાઇ સાથે મળીને માતાના કથિત લિવ ઇન પાર્ટનરની હત્યા કરી દીધી. કિશોર, પોતાની માના લિવ ઇન પાર્ટનર સાથે સંબંધના કારણે નારજ હતો. પરિવારની ઇજ્જત માટે કરવામાં આવેલી આ હત્યા બાદ પોલીસે બંન્ને કિશોરોને એરેસ્ટ કરી લીધા છે. નાબાલિક બંન્ને યુવકોને બાળ સુધારણાગૃહ મોકલવામાં આવશે.
એક વ્યક્તિનો મૃતદેહ ખેતરમાંથી મળી આવ્યો
અત્રે ઉલ્લેખનીય છે કે, બરેલી પોલીસને એક વ્યક્તિની લાશ ખેતરમાંથી મળી હતી. 21 જાન્યુઆરીના રોજ થયેલી આ ઘટના અંગે ગામના લોકોએ પોલીસને માહિતી આપી. પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને શબને કબ્જામાં લઇને ઓળખ કરાવી તો તેની ઓળખ લોકેશ ગંગવાર તરીકે થઇ. 38 વર્ષીય લોકેશ ગંગવારના ગળા સહિત શરીરના અનેક હિસ્સાઓ પર નિશાન હતા.
આ પણ વાંચો : Mahakumbh: મહાકુંભમાં હનુમાનજી પધારશે એવી મારી શ્રદ્ધા છે, અને આ ત્રણ રૂપમાં આવશે: યુવા સેવક
પોલીસની તપાસમાં સામે આવ્યું ચોંકાવનારુ સત્ય
પોલીસે જ્યારે લોકેશની હત્યાના કારણે તપાસ શરૂ કરી તો ચોંકાવનારા તથ્યો સામે આવ્યા. પોલીસના રિપોર્ટ અનુસાર લોકેશ એક મહિલા સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેતો હતો. મહિલાનો એક 16 વર્ષનો પુત્ર પણ હતો. પોલીસે આ મામલાના મુળ સુધી પહોંચ્યા તો માહિતી મળી કે પુત્રને માંતાની સાથે લોકેશના સંબંધો પસંદ નહોતો. તે નારાજ હતો.
કઇ રીતે થયો ઓનર કિલિંગનો ખુલાસો?
એસપી સીટી મનુષ પારીકે જણાવ્યું કે, પોલીસે શંકાના આધારે પુછપરછ મહિલાના પુત્ર સાથે કરી હતી. પુછપરછમાં તે સત્ય જણાવી દીધું. તેને જણાવ્યું કે, લોકેશની માંની સાથે રિલેશન પસંદ નહોતું. માં તેની સાથે રહેવા લાગી હતી માટે તેણે ગુસ્સામાં કર્યું હતું. તેણે પોતાના કાકાના ભાઇ, જેની ઉંમર 18 વર્ષ છેની સાથે તેની હત્યા કરી દીધી. આ હત્યા તેણે ઇજ્જત માટે આપી. બંન્નેએ મળીને લોકેશનું બેલ્ટથી ગળુ દબાવીને હત્યા કરી દીધી.
આ પણ વાંચો : Rajkot : સમાજની 2 ટકા ટપોરી ટીમ હવનમાં હાડકાં નાખવાનું કામ કરે છે : જયેશ રાદડિયા
કઇ રીતે કરી લોકેશની હત્યા?
પોલીસે જણાવ્યું કે, બંન્ને કિશોરોએ જણાવ્યું કે 21 જાન્યુઆરીની સાંજે તે મહિલાની માહિતી મેળવવા માટે નિકળ્યાં. દિલ્હી નેશનલ હાઇવે પાસે તેને લોકેશ નશાની સ્થિતિમાં મળ્યો. કિશોરે તેણે પોતાની માં અંગે પુછ્યું કે તે ક્યાં છે. લોકેશે જણાવ્યું કે, તે મહેશપુરમાં છે. ત્યાર બાદ યુવકોએ તેને લિફ્ટ આપી દીધી. માને મળાવવા માટે લોકેશ તેની સાથે બાઇક પર બેસી ગયો. નશામાં ધુત્ત લોકેશને રસ્તામાં કિશોરોએ મળીને બેલ્ટથી ગળુ દબાવી દીધું. ત્યાર બાદ તેના શબને એક ખેતરમાં ફેંકી દીધી. બીજી સવારે લોકોએ શબ જોયું તો પોલીસને માહિતી આપી હતી.
આ પણ વાંચો : Mahakumbh: આગામી ત્રણ પેઢીઓ પછી આ મહાકુંભનો અવસર આપણને પ્રાપ્ત થશે: સાંવરિયા શેઠ


