ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Naxal Kunjam Hidma Arrested: દેશના કુખ્યાત નક્સલી હિડમાની ધરપકડ

દેશના કુખ્યાત નક્સલી હિડમાની ધરપકડ આ હુમલાઓનો માસ્ટર માઇન્ડ ઓડિશા પોલીસની મોટીસફળતા દેશના કુખ્યાત નક્સલી હિડમાની ધરપકડ Naxal Kunjam Hidma Arrested: નક્સલીઓ (Naxal)વિરુદ્ધ ભારતે ઓપરેશન તેજ કર્યુ છે.છત્તીસગઢ,ઓડિશા અને આંધ્રપ્રદેશમાંથી માઓવાદી ગતિવિધિઓને નિષ્ફળ કરવાનું કામ તેજીથી ચાલી રહ્યુ છે.ઓડિશા,છત્તીસગઢ...
08:36 PM May 29, 2025 IST | Hiren Dave
દેશના કુખ્યાત નક્સલી હિડમાની ધરપકડ આ હુમલાઓનો માસ્ટર માઇન્ડ ઓડિશા પોલીસની મોટીસફળતા દેશના કુખ્યાત નક્સલી હિડમાની ધરપકડ Naxal Kunjam Hidma Arrested: નક્સલીઓ (Naxal)વિરુદ્ધ ભારતે ઓપરેશન તેજ કર્યુ છે.છત્તીસગઢ,ઓડિશા અને આંધ્રપ્રદેશમાંથી માઓવાદી ગતિવિધિઓને નિષ્ફળ કરવાનું કામ તેજીથી ચાલી રહ્યુ છે.ઓડિશા,છત્તીસગઢ...
Kunjam Hidma arrested

Naxal Kunjam Hidma Arrested: નક્સલીઓ (Naxal)વિરુદ્ધ ભારતે ઓપરેશન તેજ કર્યુ છે.છત્તીસગઢ,ઓડિશા અને આંધ્રપ્રદેશમાંથી માઓવાદી ગતિવિધિઓને નિષ્ફળ કરવાનું કામ તેજીથી ચાલી રહ્યુ છે.ઓડિશા,છત્તીસગઢ અને આંધ્રપ્રદેશના ત્રિ-જંકશન વિસ્તારમાં માઓવાદી પ્રવૃત્તિઓને મોટો ફટકો પડ્યો છે. કોરાપુટ જિલ્લા પોલીસ અને જિલ્લા સ્વયંસેવક દળ (DVF) દ્વારા સંયુક્ત નક્સલ વિરોધી કાર્યવાહીમાં વોન્ટેડ નક્સલવાદી નેતા કુંજમ હિડમા ઉર્ફે મોહનની ધરપકડ (Naxal Kunjam Hidma Arrested)કરવામાં આવી છે.

મોટી સંખ્યામાં મળ્યા હથિયાર

નક્સલી વિરુદ્ધ ઓપરેશન દરમિયાન સુરક્ષા દળોએ મોટી માત્રામાં શસ્ત્રો અને માઓવાદી સામગ્રી જપ્ત કરી છે. જપ્ત કરાયેલી વસ્તુઓમાં એક AK-47 રાઇફલ, 35 રાઉન્ડ ગોળીઓ, 117 ડેટોનેટર (ઇલેક્ટ્રિક અને નોન-ઇલેક્ટ્રિક), ગનપાઉડર, વાયરલેસ રેડિયો, છરીઓ અને માઓવાદી સાહિત્યનો સમાવેશ થાય છે. આ કાર્યવાહી માઓવાદીઓ માટે કમર તોડી નાખનારી કાર્યવાહી માનવામાં આવે છે. જે આ વિસ્તારમાં માઓવાદી નેટવર્કને નબળું પાડવામાં સુરક્ષા દળોને ઘણી મદદ કરશે.

આ હુમલાઓનો જવાની શાહી

આ પણ  વાંચો -MOckdrill: પાક.સરહદ સાથે સંકળાયેલા 4 રાજ્યોમાં કરાશે મોકડ્રિલ !

1 કરોડનું ઇનામ હતુ

હાલમાં જ 21 મે 2025 ના રોજ છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં એક મોટા એન્કાઉન્ટરમાં નક્સલવાદી સંગઠન સીપીઆઈ (માઓવાદી) ના મહાસચિવ નમ્બાલા કેશવ રાવ ઉર્ફે બસવરાજ માર્યો ગયો હતો. તેની પર કુલ 10 કરોડ રૂપિયાનું ઈનામ હતું. જોકે, માડવી હિડમા જેવા ઘણા અન્ય ખતરનાક નક્સલવાદીઓ હજુ પણ ફરાર છે. જે સુરક્ષા દળો માટે પડકાર જનક છે.

આ પણ  વાંચો -MEA: પાકિસ્તાન આતંકનું કેન્દ્રબિંદુ, સિંધુ જળસંધિ હાલ સ્થિગિત જ

માડવી હિડમા કોણ છે ?

માડવી હિડમા નક્સલવાદીઓનો એક અગ્રણી કમાન્ડર છે, જેના પર 45 લાખ રૂપિયાથી 1 કરોડ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું છે. તેના સિવાય ઝારખંડમાં અસીમ મંડલ, પતિરામ માંઝી અને મિસીર બેસરા જેવા નક્સલવાદીઓ પર 1 કરોડ રૂપિયાનું ઈનામ છે, જ્યારે સુજાતા અને અન્ય કમાન્ડરો પર 25 લાખ રૂપિયાથી 2 લાખ રૂપિયા સુધીના ઈનામ છે.

Tags :
Dreaded Naxalite Kunjam HidmaDreaded Naxalite Kunjam Hidma arrestedKunjam Hidma arrestednational newsNaxalite Kunjam Hidma arrestedOdisha
Next Article