PM મોદી આજે નાગપુરની મુલાકાતે, RSS હેડક્વાર્ટરની લેશે મુલાકાત, જાણો PMનો સમગ્ર કાર્યક્રમ
- PM મોદી RSS હેડક્વાર્ટરની મુલાકાત લેશે
- PM દીક્ષાભૂમિ ખાતે ડૉ. આંબેડકરને શ્રદ્ધાંજલિ આપશે
- PM સ્મૃતિ મંદિર ખાતે RSSના સંસ્થાપક સભ્યોને શ્રદ્ધાંજલિ આપશે
- PM માધવ નેત્રાલય કેન્દ્રનો શિલાન્યાસ કરશે
PM Modi Nagpur Visit: પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદી પહેલી વાર RSS મુખ્યાલયની મુલાકાત લેશે. અટલ બિહારી વાજપેયી પણ પ્રધાનમંત્રી હતા ત્યારે સંઘના મુખ્યાલયની મુલાકાત લીધી હતી. તમને જણાવી દઈએ કે RSS તેનું શતાબ્દી વર્ષ ઉજવી રહ્યું છે. આ સમય દરમિયાન, વડા પ્રધાન મોદીની ડૉક્ટર હેડગેવાર સ્મૃતિ મંદિરની મુલાકાત સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે (રવિવારે) મહારાષ્ટ્રના નાગપુરની મુલાકાત લેશે, જ્યાં તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સ્થાપક ડૉ. કે.બી. હેડગેવારના સ્મારકની મુલાકાત લેશે અને દીક્ષાભૂમિ ખાતે ડૉ. ભીમરાવ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપશે. PMની આ મુલાકાત એવા સમયે થશે જ્યારે ગુડી પડવા નિમિત્તે નાગપુરમાં RSSનો સમારોહ યોજાવાનો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, પ્રધાનમંત્રી સ્મૃતિ મંદિર જશે અને RSSના સંસ્થાપક સભ્યોને શ્રદ્ધાંજલિ આપશે. ડો. હેડગેવાર અને RSSના બીજા સરસંઘચાલક એમએસ ગોલવલકરના સ્મારકો નાગપુરના રેશીમબાગ વિસ્તારમાં ડૉ. હેડગેવાર સ્મૃતિ મંદિર ખાતે સ્થિત છે.
મોદી અને મોહન ભાગવત એક મંચ પર આવશે
PM મોદી આજે નાગપુરની મુલાકાતે છે. ગુડી પડવા નિમિત્તે, પ્રધાનમંત્રી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવત નાગપુરમાં એક મંચ પર આવશે. આ દરમિયાન, તેઓ માધવ આંખની હોસ્પિટલનું ભૂમિપૂજન કરશે. આ પહેલા, પીએમ RSSના રેશીમબાગ ખાતે સ્થિત ડોક્ટર હેડગેવાર સ્મૃતિ મંદિરની પણ મુલાકાત લેશે. તે અહીં 15 મિનિટ રોકાશે. અહીં RSSના ભૂતપૂર્વ મહાસચિવ ભૈયાજી જોશી તેમનું સ્વાગત કરશે. ત્યારબાદ PM મોદી ડૉ. હેડગેવાર અને એમએસ ગોલવલકરની સમાધિ પર પુષ્પ અર્પણ કરશે. તેઓ થોડા સમય માટે સંઘના કાર્યકરો સાથે પણ વાતચીત કરશે. આ દરમિયાન RSS વડા મોહન ભાગવત પણ હાજર રહેશે.
I will be in Maharashtra and Chhattisgarh tomorrow, 30th March to attend various programmes. Upon landing in Nagpur, I will go to Smruti Mandir and thereafter to Deekshabhoomi. After that, will lay the foundation stone for Madhav Netralaya Premium Centre at Nagpur. I will also…
— Narendra Modi (@narendramodi) March 29, 2025
આ પણ વાંચો : કેન્દ્ર સરકારે 14મી એપ્રિલે જાહેર રજાનું કર્યુ એલાન, બાબાસાહેબ આંબેડકરના માનમાં લીધો નિર્ણય
PM મોદી પહેલી વાર RSS મુખ્યાલય પહોંચશે
પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદી પહેલી વાર RSS મુખ્યાલયની મુલાકાત લેશે. અટલ બિહારી વાજપેયી પણ પ્રધાનમંત્રી હતા ત્યારે સંઘ કાર્યાલયની મુલાકાતે ગયા હતા. આ દરમિયાન, RSS વડા મોહન ભાગવત અને વડા પ્રધાન એક મંચ પર સાથે રહેશે, આ પહેલા બંને અયોધ્યામાં રામલાલની પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન સાથે હાજર રહ્યા હતા.
ડૉ. આંબેડકરને શ્રદ્ધાંજલિ
RSSના સ્મૃતિ મંદિરમાં થોડો સમય વિતાવ્યા બાદ, પ્રધાનમંત્રીનો કાફલો દીક્ષાભૂમિ જવા રવાના થશે. પ્રધાનમંત્રી દીક્ષા ભૂમિ પર 15 મિનિટ રોકાશે. દીક્ષાભૂમિ એ સ્થળ છે જ્યાં ડૉ. બાબાસાહેબ આંબેડકરે 1956માં બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી હતી. ટ્રસ્ટે આ માટે સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. ટ્રસ્ટીએ કહ્યું કે આ પહેલા પણ પ્રધાનમંત્રી દીક્ષા ભૂમિની મુલાકાત લઈ ચૂક્યા છે.
આ પણ વાંચો : TVK ચિફ વિજયે DMK અને ભાજપ પર નિશાન સાધ્યુ, વિભાજનકારી નીતિઓ પર આક્રમક પ્રહારો કર્યા
માધવ નેત્રાલય કેન્દ્રનો શિલાન્યાસ
ત્યાંથી વડાપ્રધાન સીધા માધવ નેત્રાલયના ભૂમિપૂજન માટે પહોંચશે. વડાપ્રધાન લગભગ દોઢ કલાક સુધી ભૂમિપૂજન સ્થળ પર રહેશે, જ્યાં તેમની સાથે RSSના વડા મોહન ભાગવત પણ મંચ પર હાજર રહેશે. માધવ નેત્રાલય કેન્દ્રનો શિલાન્યાસ સમારોહ PM મોદી કરશે. આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા ડૉ.મોહન ભાગવત, સ્વામી અવધેશાનંદ ગિરી, ગોવિંદ ગિરી મહારાજ, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરી પણ હાજર રહેશે. માધવ નેત્રાલયનું જે બિલ્ડિંગ બની રહ્યું છે તે 5.83 એકર વિસ્તારમાં 5 લાખ ચોરસ ફૂટનું હશે. આ 250 બેડની આંખની હોસ્પિટલમાં 14 OPD અને 14 મોડ્યુલર OT હશે.
રન-વેનું ઉદ્ઘાટન
માધવ નેત્રાલયથી પ્રધાનમંત્રી એરપોર્ટ જવા રવાના થશે. એરપોર્ટ પહોંચ્યા પછી, તેઓ હેલિકોપ્ટર દ્વારા સોલાર ડિફેન્સ એન્ડ એરોસ્પેસ લિમિટેડના શસ્ત્રાગાર સુવિધાની પણ મુલાકાત લેશે. અહીં તેઓ માનવરહિત હવાઈ વાહનો (UAV) માટે નવા બનેલા 1,250 મીટર લાંબા અને 25 મીટર પહોળા રનવેનું ઉદ્ઘાટન કરશે. તેમાં કહેવામાં આવ્યું છે કે પ્રધાનમંત્રી લોઇટરિંગ મ્યુનિશન અને અન્ય માર્ગદર્શિત મ્યુનિશનના પરીક્ષણ માટે સ્થાપિત લાઇવ મ્યુનિશન અને વોરહેડ પરીક્ષણ કેન્દ્રનું ઉદ્ઘાટન કરશે. તે લગભગ અડધો કલાક સોલાર કંપનીમાં રહેશે. ત્યારબાદ, તેઓ હેલિકોપ્ટર દ્વારા એરપોર્ટ આવશે અને બપોરે 1:30 વાગ્યાની આસપાસ પ્રધાનમંત્રી તેમના આગામી કાર્યક્રમ માટે રવાના થશે.
આ પણ વાંચો : Jharkhand: મુખ્તાર અંસારી ગેંગનો શૂટર અનુજ કનૌજિયા એન્કાઉન્ટરમાં ઠાર, પોલીસ અને યુપી STFએ કરી કાર્યવાહી


