Railway Round Trip Package: તહેવારોમાં રેલવે ટિકિટ પર 20 ટકા ડિસ્કાઉન્ટ, જાણો કેવી રીતે મેળવશો લાભ?
- તહેવારને લઈને રેલવે દ્વારા શરૂ કરવામાં આવી નવી યોજના (Railway Round Trip Package)
- રાઉન્ડ ટ્રિપ પેકેજ પર ટિકિટ બુકિંગ પર મળશે 20 ટકા ડિસ્ટાઉન્ટ
- બુકિંગની પ્રક્રિયા વધુ વ્યવસ્થિત બનાવવા રેલવે દ્વારા પ્રયાસ
Railway Round Trip Package: તહેવારોની સિઝનમાં મુસાફરોની ભીડને ઓછી કરવા અને ટિકિટ બુકિંગને સરળ બનાવવા માટે રેલવે મંત્રાલયે એક નવી અને ખાસ યોજના શરૂ કરી છે. આ યોજનાનું નામ 'રાઉન્ડ ટ્રિપ પેકેજ' છે, જે હેઠળ મુસાફરોને આવવા-જવાની ટિકિટ એકસાથે બુક કરવા પર ભાડામાં વિશેષ છૂટ આપવામાં આવશે. આ પગલાથી ટ્રેનોનો ઉપયોગ બંને દિશામાં સુધરશે અને બુકિંગની પ્રક્રિયા વધુ વ્યવસ્થિત બનશે.
યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય અને પાત્રતા
રેલ મંત્રાલયના નિવેદન મુજબ, આ યોજનાનો મુખ્ય હેતુ ભીડને કાબૂમાં લેવાનો અને મુસાફરોને બુકિંગમાં પડતી મુશ્કેલીઓથી બચાવવાનો છે.
પાત્રતા: આ યોજનાનો લાભ ત્યારે જ મળશે જ્યારે એક જ મુસાફર માટે આવવા-જવાની બંને ટિકિટ એકસાથે બુક કરવામાં આવે. બંને યાત્રા માટે મુસાફરની વિગતો સમાન હોવી જરૂરી છે.
છૂટ: આ યોજના હેઠળ, મુસાફરીના કુલ ભાડા પર નહીં, પરંતુ પાછા ફરવાની યાત્રાના મૂળ ભાડા પર 20% ની છૂટ આપવામાં આવશે.
यात्रियों के लिए बड़ी खुशखबरी!
रेलवे की 'राउंड ट्रिप बुकिंग डिस्काउंट स्कीम' में
आने-जाने की टिकट साथ बुक करने पर 20% की छूट।ऑफर अवधि -
बुकिंग की शुरुआतः 14 अगस्त 2025 से
जर्नी टिकटः 13 अक्टूबर से 26 अक्टूबर, 2025
रिटर्न टिकटः 17 नवंबर से 1 दिसंबर, 2025 pic.twitter.com/JHaPwzgIhs— Ministry of Railways (@RailMinIndia) August 9, 2025
ટિકિટ બુકિંગ અને અન્ય નિયમો
આ યોજના માટે બુકિંગની તારીખો અને કેટલાક મહત્ત્વના નિયમો પણ જાહેર કરવામાં આવ્યા છે:
બુકિંગ તારીખ: જો મુસાફરીની તારીખ 13 ઓક્ટોબર 2025 હોય, તો તેની બુકિંગ તારીખ 14 ઓગસ્ટ 2025 હશે. આ રીતે, 13 ઓક્ટોબરથી 26 ઓક્ટોબર વચ્ચેની મુસાફરી માટે અગાઉથી ટિકિટ બુક કરાવી શકાશે, અને 17 નવેમ્બરથી 1 ડિસેમ્બર વચ્ચેની વાપસી યાત્રા માટે ટિકિટ બુક કરી શકાશે.
કેન્સલેશન: આ યોજના હેઠળ બુક થયેલી ટિકિટો પર કોઈ રિફંડ (fare return) મળશે નહીં.
નિયમ: બુકિંગ બંને યાત્રાઓ માટે એક જ માધ્યમથી, સમાન શ્રેણી (class) અને સમાન રૂટ માટે જ માન્ય રહેશે.
લાગુ: આ યોજના તમામ પ્રકારની ટ્રેનો અને શ્રેણીઓ (classes) પર લાગુ પડશે, જેમાં સ્પેશિયલ ટ્રેનો પણ સામેલ છે. જોકે, ફ્લેક્સી ફેર સિસ્ટમ ધરાવતી ટ્રેનો પર તે લાગુ નહીં થાય. આ ટિકિટોમાં કોઈ ફેરફાર કરી શકાશે નહીં.
આ યોજનાથી તહેવારોમાં મુસાફરી કરતા લોકોને ઘણો ફાયદો થશે અને તેમનો સમય તથા પૈસા બંનેની બચત થશે.
આ પણ વાંચો: Delhi Accident: ચાણક્યપુરી પાસે થારચાલકે બે લોકોને કચડ્યા, એકનું મોત, કારમાંથી દારુની બોટલ મળી


