RJD માંથી હાંકી કાઢ્યા બાદ તેજ પ્રતાપની પહેલી પ્રતિક્રિયા, પરિવારને યાદ કરતા લખી એક ભાવુક પોસ્ટ
- RJDમાંથી હાંકી કાઢ્યા બાદ તેજ પ્રતાપની પહેલી પ્રતિક્રિયા
- તેજ પ્રતાપે માતા-પિતાને યાદ કરતા એક ભાવુક પોસ્ટ લખી
- તમારા આદેશો મારા માટે ભગવાનથી પણ વધારે-તેજ પ્રતાપ
Tej Pratap Yadav: જ્યારથી તેજ પ્રતાપને RJDમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે ત્યારથી જ બધા તેમની પ્રતિક્રિયાની રાહ જોઈ રહ્યા હતા. હવે તેજ પ્રતાપે પોતાના માતા-પિતાને યાદ કરતા એક ભાવુક પોસ્ટ લખી છે. ચાલો જાણીએ તેમણે શું કહ્યું?
બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા તેજ પ્રતાપ યાદવની વધુ એક પોસ્ટે રાજ્યના રાજકારણમાં હલચલ મચાવી દીધી છે. પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા બાદ તેજ પ્રતાપ યાદવે પહેલીવાર પ્રતિક્રિયા આપી છે. અનુષ્કા પ્રકરણ પછી, તેમણે સોશિયલ મીડિયા પર તેમની માતા રાબડી દેવી અને પિતા લાલુ યાદવને યાદ કરીને પોસ્ટ કરી છે.
આ પણ વાંચો : કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો, 1 જૂનથી નવા દરો લાગુ થશે
તેજ પ્રતાપ યાદવે પોસ્ટ કરીને લખ્યું....
"પ્રિય મમ્મી પપ્પા... મારી આખી દુનિયા ફક્ત તમારા બેમાં જ સમાયેલી છે. તમે અને તમારા આદેશો મારા માટે ભગવાનથી પણ વધુ છે. તમે છો, તો મારી પાસે બધું છે. મને ફક્ત તમારા વિશ્વાસ અને પ્રેમની જરૂર છે બીજું કંઈ નહીં. પપ્પા, જો તમે ના હોતા, તો ન આ પાર્ટી હોત ના મારી સાથે રાજનીતિ કરવાવાળા અમુક જયચંદ જેવા લોભી લોકો હોત, બસ મમ્મી પપ્પા તમે બંને હંમેશા ખુશ અને સ્વસ્થ રહો."
मेरे प्यारे मम्मी पापा....
मेरी सारी दुनिया बस आपदोनों में ही समाई है।भगवान से बढ़कर है आप और आपका दिया कोई भी आदेश।आप है तो सबकुछ है मेरे पास।मुझे सिर्फ आपका विश्वास और प्यार चाहिए ना कि कुछ और।पापा आप नही होते तो ना ये पार्टी होती और ना मेरे साथ राजनीति करने वाले कुछ जयचंद जैसे…— Tej Pratap Yadav (@TejYadav14) May 31, 2025
આ પણ વાંચો : UP : રાજીવ કૃષ્ણા યુપીના નવા DGP બન્યા, CM યોગીએ સોંપી મોટી જવાબદારી


