Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

TMC MP Mahua Moitra: શું લોકસભા ચૂંટણી 2024 પહેલા TMC Mahua Moitra ની કસ્ટડી સોંપાશે ED ને ?

TMC MP Mahua Moitra: TMC નેતા મહુઆ મોઈત્રાની મુશ્કેલીઓ વધારો થશે. આજરોજ લાંચ લઈને સંસદમાં પ્રશ્નો પૂછવા પર ED એ કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે ED એ TMC નેતા મહુઆ મોઈત્રા સામે કેસ નોંધ્યો છે. જોકે આ કેસ મની લૉન્ડ્રિંગ...
tmc mp mahua moitra  શું લોકસભા ચૂંટણી 2024 પહેલા tmc mahua moitra ની કસ્ટડી સોંપાશે ed ને
Advertisement

TMC MP Mahua Moitra: TMC નેતા મહુઆ મોઈત્રાની મુશ્કેલીઓ વધારો થશે. આજરોજ લાંચ લઈને સંસદમાં પ્રશ્નો પૂછવા પર ED એ કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે ED એ TMC નેતા મહુઆ મોઈત્રા સામે કેસ નોંધ્યો છે. જોકે આ કેસ મની લૉન્ડ્રિંગ હેઠળ નોંધવામાં આવ્યો છે.

  • ED એ TMC નેતા મહુઆ મોઈત્રા સામે કેસ નોંધ્યો
  • ED એ TMC નેતાના NRI ખાતાની તપાસ કરી શરૂ
  • TMC નેતા મહુઆ મોઈત્રા કૃષ્ણનગર સીટ પરથી ઉમેદવાર

ED એ TMC નેતા મહુઆ મોઈત્રા સામે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટના નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે. અગાઉ, ED એ FEMA સંબંધિત કેસમાં મહુઆ મોઇત્રાને સમન્સ મોકલ્યું હતું. તેમને 28 માર્ચે હાજર થવા માટે કહ્યું હતું. આ અંગે મોઇત્રા તરફથી કહેવામાં આવ્યું હતું કે હાલમાં તે લોકસભા ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે . તેથી, તે તે દિવસે પૂછપરછ માટે હાજર થઈ શકશે નહીં.

Advertisement

Advertisement

ED એ TMC નેતાના NRI ખાતાની તપાસ કરી શરૂ

જોકે ED એ PMLA ની જોગવાઈઓ હેઠળ મહુઆ મોઇત્રાનું નિવેદન રેકોર્ડ કરવા માંગે છે. જોકે ED એ તેમની સામે NRI ખાતાને લગતા વ્યવહારોની તપાસ શરૂ કરી છે. જોકે આ મામલે બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ મહુઆ પર ઘણા આરોપ લગાવ્યા હતા. નિશિકાંતે કહ્યું હતું કે મહુઆએ ઉદ્યોગપતિ હિરાનંદાની પાસેથી મોંઘી ભેટ અને પૈસા લઈને અદાણી જૂથ અને વડાપ્રધાન મોદીને નિશાન બનાવવા માટે લોકસભામાં પ્રશ્નો પૂછ્યા હતા. આ મામલે સાંસદ બન્યા બાદ મહુઆ મોઇત્રાએ સરકારી બંગલો પણ ખાલી કરવો પડ્યો હતો.

મહુઆ કૃષ્ણનગર સીટ પરથી ટીએમસીના ઉમેદવાર છે

તૃણમૂલ કોંગ્રેસે ફરી એકવાર પશ્ચિમ બંગાળની કૃષ્ણનગર લોકસભા સીટ પરથી મહુઆ મોઇત્રાને પોતાનો ઉમેદવાર બનાવ્યો છે. આ વખતે મહુઆ મોઇત્રાને સ્થાનિક શાહી પરિવારમાંથી ભાજપના ઉમેદવાર અમૃતા રોયનો સીધો પડકાર છે. 49 વર્ષીય મહુઆ મોઇત્રાએ 2019 ની લોકસભા ચૂંટણીમાં કૃષ્ણનગરમાં 45 ટકા મત મેળવીને સરળતાથી જીત મેળવી હતી.

આ પણ વાંચો: Delhi: સદર બજાર વિસ્તારમાં આવેલ એક ઘરમાં આગ આગ, બે બાળકીઓનું થયું મોત

આ પણ વાંચો: S Jaishankar in Rajkot: વિદેશ મંત્રી એસ જયશંકરે કરી ખાસ વાત, કહ્યું – ભારત UNSC નું સ્થાયી સભ્ય બનશે જ!

આ પણ વાંચો: Crime News: દહેજની આડમાં પતિએ પત્નીની કરી હત્યા, 21 લાખ રૂપિયા અને ફોર્ચ્યુનર જોઈતી હતી

Tags :
Advertisement

.

×