ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

લો બોલો ! કેન્દ્રીય મંત્રીને તુટેલી સીટમાં બેસાડ્યા, એર ઇન્ડિયા વિરુદ્ધ કાર્યવાહીના આદેશ

Shivraj Singh Broken Seat on Air India: કેન્દ્રીય નાગરિક ઉડ્યન મંત્રી રામ મોહન નાયડૂએ એર ઇન્ડિયાની ભોપાલથી દિલ્હીના ઉડ્યનમાં કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણને તુટેલી સીટ અપાઇ હોવાની ઘટના અંગે ત્વરિત કાર્યવાહીના નિર્દેશ આપ્યા છે.
08:25 PM Feb 22, 2025 IST | KRUTARTH JOSHI
Shivraj Singh Broken Seat on Air India: કેન્દ્રીય નાગરિક ઉડ્યન મંત્રી રામ મોહન નાયડૂએ એર ઇન્ડિયાની ભોપાલથી દિલ્હીના ઉડ્યનમાં કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણને તુટેલી સીટ અપાઇ હોવાની ઘટના અંગે ત્વરિત કાર્યવાહીના નિર્દેશ આપ્યા છે.
Shivraj sinh Chauhan

નવી દિલ્હી : પ્લેનમાં તુટેલી સીટ મળવા અંગે શિવરાજસિંહ ચૌહાણે એર ઇન્ડિયાની સેવાઓ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. નાગરિક ઉડ્યન મંત્રીએ આ અંગે તુરંત એક્શન લીધી અને એર ઇન્ડિયાને જરૂરી કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા.

Shivraj Singh Broken Seat on Air India: કેન્દ્રીય નાગરિક ઉડ્યન મંત્રી રામ મોહન નાયડૂએ એર ઇન્ડિયાની ભોપાલથી દિલ્હીના ઉડ્યનમાં કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણને તુટેલી સીટ અપાઇ હોવાની ઘટના અંગે ત્વરિત કાર્યવાહીના નિર્દેશ આપ્યા છે. આ મામલે કૃષિ મંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોતાની અસુવિધા વ્યક્ત કરતા એર ઇન્ડિયાના મેનેજમેન્ટ પર સવાલ ઉઠાવ્યો હતો.

આ પણ વાંચો : Kutch: બાલાજીના નમકીનમાં ગ્રાહકને થયો કડવો અનુભવ, વેફર્સના પેકેટમાં નીકળી ગરોળી

ભોપાલથી દિલ્હી જઇ રહ્યા હતા મંત્રી

મળતી માહિતી અનુસાર શનિવારે ભોપાલથી નવી દિલ્હી જવા માટે શિવરાજસિંહ ચૌહાણે એર ઇન્ડિયાની ઉડ્યન AI 436 માં યાત્રા કરી. તેમણે સીટ નંબર 8C આપવામાં આવી હતી. જે તુટેલી અને અંદર ધસી ગયેલી હતી, જેના કારણે તેમને બેસવામાં પરેશાની થવા લાગી હતી. જ્યારે ચૌહાણે વિમાન કર્મચારીઓને તેની ફરિયાદ કરી તો તેમને જણાવાયું કે, એરલાઇન પ્રબંધનને પહેલાથી જ માહિતી આપવામાં આવી હતી કે આ સીટ ખરાબ છે અને તેની સીટ ન વહેંચવામાં આવે.

ચૌહાણે ટ્વીટર પર પોતાની નારાજગી વ્યક્ત કરી

આ અંગે નારાજગી વ્યક્ત કરતા ચૌહાણે કહ્યું કે, એવી એક નહીં બીજી અનેક સીટો ખરાબ હતી,તેમ છતા પણ ટિકિટો વેચવામાં આવી. તેમણે આ તુટેલી સીટ પર યાત્રા કરવા માટે મજબુર થવું પડ્યું હતું. શિવરાજ સિંહ ચૌહાણે એક્સ પર લાંબી પોસ્ટ લખતા એર ઇન્ડિયા પ્રબંધનની કાર્યપ્રણાલી અંગે સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું કે, મને બેસવામાં કષ્ટ થયું તેની ચિંતા નથી, પરંતુ યાત્રીઓને પુરતા પૈસા વસુલ્યા બાદ તેમને ખરાબ અને કષ્યદાયક સીટ પર બેસાડવા અનૈતિક છે. શું આ યાત્રીઓની સાથે અનૈતિકતા નથી? તેમણે એર ઇન્ડિયા મેનેજમેન્ટે સવાલ કર્યો કે શું તેઓ ભવિષ્યમાં યાત્રાઓથી આવી અસુવિધા બચાવવા માટે કોઇ નક્કર પગલા લેશે કે યાત્રીઓની મજબુરીનો ફાયદો જ ઉઠાવતા રહેશે?

આ પણ વાંચો : RBI ના પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસને મોટી જવાબદારી, PM મોદીના મુખ્ય સચિવ બનાવાયા

નાગરિક ઉડ્યન મંત્રીની ત્વરિત કાર્યવાહી

શિવરાજસિંહ ચૌહાણની ફરિયાદની તુરંત બાદ કેન્દ્રીય નાગરિક ઉડ્યન મંત્રી રામ મોહન નાયડૂએ એર ઇન્ડિયા પ્રબંધનને આ મામલે જવાબ માંગ્યો અને ડીજીસીએને આ મામલે તપાસ રીને સુધારાત્મક પગલા ઉઠાવવાનો નિર્દેશ આપ્યો. રામ મોહન નાયડૂએ કહ્યું કે, અમે આ મામલે તુરંત એર ઇન્ડિયા સાથે વાત કરી અને તેમને જરૂરી કાર્યવાહી કરવા માટેના નિર્દેશ આપ્યા. અમારા તરપથી ડીજીસીએ પણ મામલે વિવરણ પર તુરંત જ કાર્યવાહી કરે. મે વ્યક્તિગત રીતે શિવરાજસિંહ ચૌહાણ સાથે વાત કરી છે.

આ પણ વાંચો : Punjabમાં જે મંત્રાલય જ નથી તેના 20 મહિનાથી મંત્રી રહ્યા કુલદીપ સિંહ ધાલીવાલ, હવે જાગી પંજાબ સરકાર

Tags :
action ordered against Air IndiaAir-IndiaGujarat FirstGUJARAT FIRST NEWSGujarati Newsshivrajsinh chauhansit in a broken seatUnion Minister
Next Article