શું બાળપણમાં હોશિયાર વિદ્યાર્થી હતા PM મોદી? પોડકાસ્ટમાં આપ્યો રસપ્રદ જવાબ
- મારો ગ્રાસ્પિંગ પાવર બાળપણથી જ ખુબ સારો હતો
- હું અભ્યાસ કરતા ઇતર પ્રવૃતિમાં વધારે ધ્યાન આપતો હતો
- મને જીવનમાં કોઇ તુ કહેનારો મિત્ર મળ્યો જ નહી તેનો અફસોસ
નવી દિલ્હી : વડાપ્રધાન મોદીએ કહ્યું કે,મારુ એવું રહે છે કે, પરીક્ષ પાસ કરી લો, બસ કાઢી જ લઇએ તેવું રહેતું હતું. જો કે અન્ય એક્ટિવિટી હું ખુબ જ કરતો હતો. કોઇ પણ નવી એક્ટિવિટી હોય તેને પકડી લેવી મારો નેચર હતો.
બાળપણમાં એક એવરેજ સ્ટુડન્ટ હતો
વડાપ્રધાન મોદીએ પોડકાસ્ટ ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, તેઓ બાળપણમાં એક સામાન્ય વિદ્યાર્થી હતા. કોઇ પણ પ્રકારે કોઇ તેમને નોટિસ કરે એવું નહોતું. જો કે શિક્ષક તેમને ખુબ જ પ્રેમ કરતા હતા. નિખિલ કામને આપેલા ઇન્ટરવ્યુમાં વડાપ્રધાન મોદીએ આ વાત પણ જણાવી, જેનાથી તેઓ દૂર રહેતા હતા. તેમણે કહ્યું કે, જો વધારે ભણે છે અને તેમનાં કોમ્પિટિશન એલિમેંટ છે તો હું તેનાથી દૂર ભાગતો હતો. વડાપ્રધાન મોદીએ આ બધુ તે સવાલનાં જવાબમાં જણાવ્યું જેમાં પુછવામાં આવ્યું કે, શું તેઓ બાળપણમાં સારા વિદ્યાર્થી હતા? તેમણે પોતે સામાન્ય વિદ્યાર્થી જ ગણાવ્યા.
આ પણ વાંચો : દિલ્હી ચૂંટણી માટે ભાજપની બીજી યાદી અંગે મોટી અપડેટ, આજે રાત્રે થઈ શકે છે જાહેર
શિક્ષકોને પહેલાથી જ મારી પાસે ખુબ જ અપેક્ષા હતી
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, એક શિક્ષક હતા તેઓ એક દિવસ પિતાજીને મળવા ગયા. તેમણે પિતાને જણાવ્યું કે, તેની અંદર એક ટેલેન્ટ છે, પરંતુ આ કોઇ ધ્યાન કેન્દ્રીત કરતો નથી. દરેક વસ્તુ ઝડપથી ગ્રાસ્પ કરે છે પરંતુ પછી ફરી પોતાની દુનિયામાં ખોવાઇ જાય છે. શિક્ષકની અપેક્ષાઓ પણ હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, મારા શિક્ષકોને મારા પર ખુબ જ પ્રેમ હતો. જો કે વધારે અભ્યાસ કરવો અને તેમાં કોમ્પિટિશનને એલિમેન્ટ છે તો તેના કારણે દૂર ભાગતો હતો. મારું એવું છે કે, પરીક્ષા પાસ કરી લો, ગમે તેમ કહીને કાઢી લો, બસ એવું જ રહેતું હતું. જો કે અન્ય એક્ટિવિટમાં હું ખુબ જ સક્રિય રહેતો હતો. કંઇ પણ નવી એક્ટિવિટી છે, તેને પકડી લેવા, એવો મારો સ્વભાવ હતો.
બાળપણમાં ઘર છોડ્યું એટલે મિત્રો પણ છુટ્યા
બાળપણના મિત્રો અંગે પુછવામાં આવતા મોદીએ કહ્યું કે, હું બાળપણમાં ખુબ જ ઓછી ઉંમરમાં ઘર છોડી દીધું હતું અને બધુ જ છોડી દીધું હતું. કોઇની સાથે સંપર્ક નહોતો કોઇ લેવા દેવા નહોતા. જો કે જ્યારે હું સીએમ બન્યો તો મારા મનમાં કેટલીક ઇચ્છાઓ જાગી કે ક્લાસના જેટલા મિત્રો હતા, તમામને મુખ્યમંત્રી આવાસમાં બોલાવીશ. તેની પાછળ મારો વિચાર હતો કે હું તેમની સાથે સામાન્ય રહું મારા મિત્રોને તેવું ન લાગે કે હું મુખ્યમંત્રી બન્યા બાદ તીસ માર ખાન બની ગયો. હું તે જ છું જે વર્ષો પહેલા ગામ છોડીને ગયો હતો. તે પળને હું ફરી જીવવા માંગતો હતો.
આ પણ વાંચો : HMPV વાયરસ અંગે ચીનનું ભેદી મૌન, કોરોનાની જેમ સત્ય છુપાવે છે?
મિત્રોને મળ્યો પરંતુ પહેલા જેવી મજા ન આવી
મે મારા તમામ જુના મિત્રોને બોલાવ્યા અને રાત્રી ભોજનમાં બધા એકત્ર થયા અને ખુબ જ ગપ્પા માર્યા. જુની વાતો વાગોળી, જો કે મને વધારે આનંદ ન આવ્યો કારણ કે હું તેમાં મિત્રો શોધી રહ્યો હતો પરંતુ તેઓ એક મુખ્યમંત્રી સાથે વાત કરતા હતા. જેથી તેઓ મિત્રવત્ત વ્યવહારના બદલે એક અદબ જાળવી રહ્યા હતા. આ ખાઇ ક્યારેય ઘટી નહીં અને જીવનમાં મને તું કહેનારું કોઇ બચ્યું નહીં. હાલ તમામ સાથે સંપર્ક છે પરંતુ તેઓ મને ખુબ જ સમ્માન સાથે જુએ છે. એક શિક્ષક હતા રાસબિહારી મણિલાલ તેઓ મને પત્ર લખતા હતા, તેઓ મને તુ કહેતા હતા.
આ પણ વાંચો : Pakistan Atom Bomb: આતંકવાદીઓના હાથમાં હશે પરમાણુ બોમ્બ, યુરેનિયમની લૂંટ


