Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Weather Report : દિલ્હી-UP માં Cold Wave નો પ્રકોપ, કાશ્મીર-હિમાચલમાં હિમવર્ષા, તમિલનાડુમાં ભારે વરસાદ

ભારે વરસાદનાં કારણે પુડુચેરી અને કરાઈકલમાં તમામ શાળાઓ અને કોલેજો 13 ડિસેમ્બરે બંધ રખાયા છે.
weather report   દિલ્હી up માં cold wave નો પ્રકોપ  કાશ્મીર હિમાચલમાં હિમવર્ષા  તમિલનાડુમાં ભારે વરસાદ
Advertisement
  1. સમગ્ર દેશમાં હવામાનની પેટર્નમાં ફેરફાર (Weather Report)
  2. ક્યાંક કડકડતી ઠંડી તો ક્યાંક પડી રહ્યો છે વરસાદ
  3. હરિયાણા, પંજાબ, દિલ્હી, પશ્ચિમ UP માં શીત લહેરનાં પ્રકોપની આગાહી
  4. કાશ્મીરથી હિમાચલપ્રદેશ સુધી પહાડોમાં હિમવર્ષા

Weather Report : સમગ્ર દેશમાં હવામાનની પેટર્નમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. ઘણી જગ્યાઓ પર ભારે ઠંડીમાં લોકો ઠુંઠવાયા છે. તો કેટલીક જગ્યાઓ પર વરસાદ થતાં જનજીવન પ્રભાવિત થયું છે. હવામાન વિભાગની (Meteorological Department) આગાહી અનુસાર, આગામી 2 દિવસ દરમિયાન ઉત્તર પ્રદેશ (UP) સહિત દિલ્હી NCR માં ગાઢ ધુમ્મસ જોવા મળી શકે છે. જ્યારે, ભારે વરસાદનાં કારણે પુડુચેરી અને કરાઈકલમાં તમામ શાળાઓ અને કોલેજો 13 ડિસેમ્બરે બંધ રખાઈ છે. ચેન્નાઈનાં ઘણા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયાં છે. જ્યારે, તમિલનાડુમાં રાતથી સતત વરસાદ પડી રહ્યો છે.

Advertisement

આ પણ વાંચો - Tamilnadu: ડિંડીગુલમાં ખાનગી હોસ્પિટલમાં લાગી આગ, 7 ના મોત

Advertisement

ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગાહી કરી છે કે, આગામી 2 દિવસ સુધી તાપમાનમાં ઘટાડો યથાવત રહી શકે છે. જો કે, આ સમયગાળા દરમિયાન હવામાન સ્વચ્છ રહેશે અને હરિયાણા, પંજાબ, દિલ્હી અને પશ્ચિમ UP માં શીત લહેરનો પ્રકોપ જોવા મળી શકે છે. દિવસ દરમિયાન પંજાબ (Punjab), હરિયાણા અને રાજસ્થાનમાં ધુમ્મસભર્યું વાતાવરણ રહેવાની સંભાવના છે, જ્યારે બિહાર, મધ્યપ્રદેશ, ઝારખંડ અને છત્તીસગઢમાં ઠંડો પવન ફૂંકાઈ શકે છે. હિમાચલપ્રદેશનાં ઘણા જિલ્લાઓમાં હિમવર્ષાને કારણે રસ્તાઓ બંધ થઈ ગયા હતા, જો કે વહીવટીતંત્રે ટૂંક સમયમાં જ અવરજવરને મંજૂરી આપી હતી.

કાશ્મીર, હિમાચલમાં હિમવર્ષા, દિલ્હીમાં તાપમાન 6 ડિગ્રીથી નીચે!

કાશ્મીરથી (Kashmir) હિમાચલપ્રદેશ સુધીનાં પહાડોમાં ગુરુવારે પણ હિમવર્ષા જોવા મળી હતી. ઠંડા પવનની અસરે શ્રીનગર, ગુલમર્ગ, બનિહાલ અને જમ્મુ સહિત ઘણા વિસ્તારોમાં તાપમાન માઈનસમાં (Weather Report) પહોંચ્યું છે. અલવર, હિસાર, અમૃતસર, ચુરુ, પંચમઢી, કરનાલ અને રોહતક સહિત દિલ્હીનાં ઘણા વિસ્તારોમાં તાપમાન 6 ડિગ્રીથી ઓછું નોંધાયું છે.

આ પણ વાંચો - કોંગ્રેસે જાહેર કરી ઉમેદવારોની યાદી, કેજરીવાલને હંફાવવા સંદીપ દીક્ષિતને ઉતારવામાં આવ્યા

જો કે, હજુ પણ પર્વતોમાં હિમવર્ષા ચાલુ રહેવાની સંભાવના છે, જેના કારણે જમ્મુ-કાશ્મીર, હરિયાણા, પંજાબ, દિલ્હી (Delhi) અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ સહિતના મેદાની રાજ્યોમાં તાપમાનમાં 3-4 દિવસ સુધી ઘટાડો યથાવત રહી શકે છે, પરંતુ હિમવર્ષાની અસર ઘટવા લાગતાં જ ઠંડા પવનોની ગતિ ધીમી થઈ જશે અને હવામાન સાફ થશે, જેના કારણે તાપમાનમાં વધારો થશે.

ડિસેમ્બરનાં અંતે વરસાદ પડવાની આગાહી

ઠંડીનો બીજો તબક્કો ક્રિસમસની આસપાસ શરૂ થઈ શકે છે. જ્યારે, વરસાદ પડવાની સંભાવના છે. હવામાનશાસ્ત્રીઓનું માનવું છે કે આ સમય દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સક્રિય (Weather Report) થઈ શકે છે, જે હિમવર્ષા અને વરસાદની સ્થિતિ સર્જી શકે છે. ડિસેમ્બરનાં અંતિમ સપ્તાહમાં વરસાદ પડી શકે છે. જાન્યુઆરીમાં પણ એક કે બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પર્વતોમાં આવી શકે છે, જેના કારણે ફેબ્રુઆરીમાં પણ તાપમાન સામાન્યથી નીચે રહેવાની સંભાવનાઓ છે.

આ પણ વાંચો - Mumbai : કુર્લા બસ અકસ્માતના CCTV ફૂટેજ આવ્યા સામે, જોઇને ચોંકી જશો

Tags :
Advertisement

.

×