ભારત-પાકિસ્તાન વચ્ચે ટ્રમ્પ કેમ પડ્યા? વિદેશ સચિવે સંસદીય સમિતિ સમક્ષ કર્યો ખુલાસો
- ભારત-પાકિસ્તાન વચ્ચે ટ્રમ્પ કેમ પડ્યા?
- વિક્રમ મિસરીના પાકિસ્તાન પર આક્ષેપો
- મિસરીએ ટ્રમ્પના દાવાને પણ ફગાવી દીધો
Vikram Misri: વિદેશ સચિવ વિક્રમ મિસરીએ સોમવારે (19 મે, 2025) વિદેશ બાબતોની સંસદીય સ્થાયી સમિતિ સમક્ષ આતંકવાદમાં પાકિસ્તાનની સંડોવણી અંગે ગંભીર આક્ષેપો કર્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમણે સમિતિને જણાવ્યું હતું કે પહેલગામ આતંકવાદી હુમલાનું આયોજન અને સંચાલન સરહદ પારથી કરવામાં આવ્યું હતું અને આતંકવાદીઓ પાકિસ્તાનમાં બેઠેલા માસ્ટરમાઇન્ડ્સના સીધા સંપર્કમાં હતા. વિદેશ સચિવે તપાસના નક્કર તથ્યોના આધારે કહ્યું કે પાકિસ્તાન હજુ પણ આતંકવાદીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન છે.
તેમણે પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો, લશ્કરી ગુપ્તચર એજન્સીઓ અને કેટલીક નાગરિક વહીવટી સંસ્થાઓ વચ્ચે સ્પષ્ટ અને સંસ્થાકીય સાંઠગાંઠની વાત કરી હતી. સુત્રોએ મિસરીના હવાલાથી જણાવ્યું, "આ વાતો ફક્ત વાર્તાઓ પર આધારિત નથી પરંતુ નક્કર પુરાવાઓ દ્વારા સમર્થિત છે,." જમ્મુ અને કાશ્મીર સંબંધિત બાબતોમાં અન્ય કોઈપણ દેશની ભૂમિકાને નકારી કાઢતા તેમણે ભારતની સાર્વભૌમત્વને પણ મજબૂત સમર્થન આપ્યું.
પરમાણુ સ્થળને નિશાન બનાવવામાં આવ્યું નથી
સદસ્યોના પ્રશ્નોના જવાબમાં, તેમણે સ્પષ્ટતા કરી કે ભારતની જવાબી કાર્યવાહી 'Operation Sindoor' સંપૂર્ણપણે પરંપરાગત હતી. તેમણે કહ્યું કે આ કાર્યવાહીમાં પાકિસ્તાનના કોઈપણ પરમાણુ સ્થળને નિશાન બનાવવામાં આવ્યું ન હતું અને ન તો પાકિસ્તાન દ્વારા કોઈ પરમાણુ ધમકી કે સંકેત આપવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : આસાન નથી 'One Nation-One Election'કરાવવુ, જાણો કેટલો ખર્ચો થશે ?
ટ્રમ્પના દાવાને ફગાવી દીધો
તેમણે સોશિયલ મીડિયા પર US પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના તે દાવાને પણ સંપૂર્ણપણે ફગાવી દીધો હતો, જેમાં તેમણે પોતાને ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામનો મધ્યસ્થી ગણાવ્યા હતા. તેમણે સમિતિને કહ્યું, "કોઈ વિદેશી મધ્યસ્થી નહોતી. યુદ્ધવિરામનો નિર્ણય દ્વિપક્ષીય હતો. ટ્રમ્પ ફક્ત હેડલાઇન્સ મેળવવા માટે જ તેમાં કૂદી પડ્યા."
મિસરીએ સ્પષ્ટતા કરી
મિસરીએ વિદેશ મંત્રી એસ.જયશંકરના પાછલા નિવેદન પર ઉભા થયેલા વિવાદ અંગે પણ સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું કે જયશંકરની ટિપ્પણીનો ખોટો મતલબ કાઢવામાં આવ્યો છે. તેઓ ખાસ કરીને ઓપરેશન સિંદૂરના પહેલા તબક્કાનો ઉલ્લેખ કરી રહ્યા હતા, જેમાં ભારતે 6-7 મેના રોજ નવ આતંકવાદી છાવણીઓને નિશાન બનાવી હતી અને ત્યારબાદ પાકિસ્તાનને માહિતી આપી હતી. સમિતિના અધ્યક્ષ કોંગ્રેસના સાંસદ શશિ થરૂર સહિત તમામ સભ્યોએ વિદેશ સચિવ વિક્રમ મિશ્રી અને તેમના પરિવાર વિરુદ્ધ થઈ રહેલી ઓનલાઈન ટ્રોલિંગની નિંદા કરતો ઠરાવ પસાર કર્યો, જેમાં ભારતના ટોચના રાજદ્વારીને સર્વપક્ષીય સમર્થન દર્શાવવામાં આવ્યું.
આ પણ વાંચો : Golden Temple માં પહેલી વાર એર ડિફેન્સ ગન તૈનાત કરવામાં આવશે


