ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Amit Khunt Case : કોર્ટમાં 17 વર્ષીય સગીરાએ ગંભીર આક્ષેપો સાથે નિવેદન નોંધાવ્યું, કહ્યું- અમિત ખુંટે મારી સાથે..!

જયરાજસિંહના (Jayarajsinh Jadeja) માણસો દ્વારા ખોટા નિવેદન આપવા માટે દબાણ કરવામાં આવ્યું હોવાનું સગીરાએ નિવેદન આપ્યું છે.
05:52 PM Jun 09, 2025 IST | Vipul Sen
જયરાજસિંહના (Jayarajsinh Jadeja) માણસો દ્વારા ખોટા નિવેદન આપવા માટે દબાણ કરવામાં આવ્યું હોવાનું સગીરાએ નિવેદન આપ્યું છે.
AmitK_Gujarat_first new
  1. ગોંડલનાં અમિત ખૂંટ કેસમાં મોટો વળાંક (Amit Khunt Case)
  2. સેશન્સ કોર્ટમાં 17 વર્ષીય સગીરાનાં ગંભીર આરોપ
  3. "જયરાજસિંહના માણસો ખોટા નિવેદન આપવા દબાણ કરતા"
  4. "અનિરુદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજાને ક્યારેય મળી નથી"
  5. સહઆરોપી પૂજા રાજગોરના વકીલ ભૂમિકા પટેલનું નિવેદન

રાજકોટનાં (Rajkot) ગોંડલ તાલુકામાં (Gondal) રીબડાનાં યુવક અમિત ખુંટ કેસમાં (Amit Khunt Case) નવો વળાંક આવ્યો છે. 17 વર્ષીય સગીરા દ્વારા ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચોંકાવનારું નિવેદન આપવામાં આવ્યું છે. જજ સમક્ષ 17 વર્ષીય સગીરાએ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા વિરુદ્ધ ગંભીર આક્ષેપ કરાયા છે. જયરાજસિંહના (Jayarajsinh Jadeja) માણસો દ્વારા ખોટા નિવેદન આપવા માટે દબાણ કરવામાં આવ્યું હોવાનું સગીરાએ નિવેદન આપ્યું છે. સગીરાએ રાજકોટ ગ્રામ્ય પોલીસ (Rajkot Rural Police) સામે પણ ગંભીર આક્ષેપ કર્યા છે.

સેશન્સ કોર્ટમાં 17 વર્ષીય સગીરાનાં ગંભીર આરોપ

રાજકોટ જિલ્લાના (Rajkot) ગોંડલ તાલુકામાં (Gondal) રીબડાનાં યુવક અમિત દામજીભાઇ ખુંટનો પોતાની વાડીની બાજુમાં વોંકળામાં આવેલા ઝાડની ડાળીએ દોરડું બાંધી ગળાફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ કેસમાં 2 મહિલા સહિત અનિરુદ્ધસિંહ (Aniruddhasinh Jadeja) અને રાજદીપસિંહ જાડેજા (Rajdeepsinh Jadeja) સામે ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ થઈ હતી. જો કે, હવે આ કેસમાં નવો વળાંક આવ્યો છે. 17 વર્ષીય સગીરા દ્વારા ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ (Rajkot District and Sessions Court) ખાતે નિવેદન નોંધાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો - Amit Khunt Case : મુખ્ય આરોપી હજું સુધી ફરાર હોવાથી રીબડાનાં યુવાનોમાં રોષ!

અમિત ખુંટ દ્વારા મારો બળાત્કાર કરવામાં આવ્યો : પીડિત સગીરા

માહિતી અનુસાર, કોર્ટમાં જજ સમક્ષ 17 વર્ષીય સગીરાએ પોતાનાં નિવદેનમાં જયરાજસિંહ જાડેજા વિરૂદ્ધ ગંભીર આક્ષેપ કર્યા છે. તેણીએ કહ્યું કે, તે અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજાને ક્યારેય મળી નથી. બંને વકીલ દિનેશ પાતર અને સંજય પંડિતને પણ ખોટી રીતે ફસાવ્યા છે. જયરાજસિંહના માણસો ખોટા નિવેદન આપવા માટે દબાણ કરતા હતા. પીડિતાએ આરોપ સાથે કહ્યું કે, અમિત ખુંટ દ્વારા મારો બળાત્કાર કરવામાં આવ્યો છે. મારા પરિવારજનોને હેરાન-પરેશાન કરવામાં આવી રહ્યા છે. આ સાથે સગીરાએ રાજકોટ ગ્રામ્ય પોલીસ સામે પણ ગંભીર આક્ષેપ કર્યા છે.

આ પણ વાંચો - Amit Khunt Case : અનિરૂદ્ધસિંહ રીબડા સહિત ત્રણ સામે લૂક આઉટ નોટિસ જારી થશે

સહઆરોપી પૂજા રાજગોરના વકીલ ભૂમિકા પટેલનું નિવેદન

બીજી તરફ સહઆરોપી પૂજા રાજગોરનાં (Pooja Rajgor) વકીલ ભૂમિકા પટેલે જણાવ્યું કે, પૂજા રાજગોરે ગેરકાયદે અટકાયત સહિતની ફરિયાદ કરી છે. અન્ય સહઆરોપી અને સગીરાનું JMFC ની કોર્ટમાં નિવેદન લેવાયું છે. જયરાજસિંહ સહિતનાં વિરૂદ્ધ અલગથી ફરિયાદ આપવામાં આવશે. ગેરકાયદે અટકાયત, અપહરણ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાવાશે.

આ પણ વાંચો - Rajkot : પાટીદાર નેતા જિગીષા પટેલ અને યુટ્યુબર બન્ની ગજેરાની ઓડિયો ક્લિપ વાઇરલ થતાં ખળભળાટ!

Tags :
Amit Khunt CaseAniruddhasinh JadejaGanesh GondalGondalgondal crime newsGondal PoliceGUJARAT FIRST NEWSJayarajsinh JadejaPooja RajgorRajdeepsinh JadejaRAJKOTRajkot Crime NewsRajkot District and Sessions CourtRajkot Rural PoliceRibdaTop Gujarati News
Next Article