Earthquake : દિવાળીનાં તહેવાર વચ્ચે ગોંડલમાં ધરા ધ્રૂજી, 24 કિમી દૂર નોંધાયું એપી સેન્ટર
- રાજકોટ જિલ્લાના ગોંડલમાં ભૂકંપનો આંચકો અનુભવાયો (Earthquake)
- ગોંડલમાં 3.6 ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો
- આજે બપોરે 12.37 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો
- ગોંડલથી 24 કિમી દૂર ભૂકંપનું એપી સેન્ટર હોવાની માહિતી
Rajkot : દિવાળીનાં તહેવાર (Diwali Festival) વચ્ચે રાજકોટ જિલ્લાનાં ગોંડલ તાલુકામાં ધરા ધ્રૂજી છે. શુક્રવારે ગોંડલમાં લોકોએ ભૂકંપનો ઝટકો અનુભવ્યો હતો. આ ભૂકંપનો આંચકો 3.6 ની તીવ્રતા હોવાની માહિતી છે. ગોંડલમાં બપોરે 12.37 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. દિવાળીનાં તહેવારની ઉજવણી વચ્ચે ભૂકંપ આવતા લોકોમાં ડરનો માહોલ ફેલાયો છે. ગોંડલથી 24 કિમી દૂર ભૂકંપનું એપી સેન્ટર (Earthquake in Gondal) હોવાની માહિતી છે.
આ પણ વાંચો - Junagadh : વહેલી સવારે સિંહણ ગામમાં ઘૂસી, સ્થાનિકો ગભરાયા, પછી અકસ્માતે સિંહણનું થયું મોત!
રાજકોટ જિલ્લાના ગોંડલમાં Earthquake આવતા લોકોમાં ડર
ગુજરાત સહિત દેશભરમાં દિવાળીનાં પવિત્ર તહેવારની ઉજવણી થઈ રહી છે. ત્યારે રાજકોટ જિલ્લાનાં ગોંડલમાં (Gondal) આજે લોકોએ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, બપોરે 12.37 કલાકે 3.6 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો ધર, દુકાન, ઓફિસમાંથી દોડીને બહાર ખુલી જગ્યામાં આવ્યા હતા.આ ભૂકંપનું એપી સેન્ટર ગોંડલથી 24 કિમી દૂર હોવાની માહિતી છે. જો કે, સદનસીબે અત્યાર સુધી ભૂકંપનાં આંચકાથી જાનહાનિ કે મોટા નુકસાનનાં સમાચાર નથી.
Rajkot ના Gondal માં ભૂકંપનો આંચકો | Gujarat First
3.6ની તિવ્રતાનો નોંધાયો ભૂકંપ
બપોરે 12.37 કલાકે નોંધાયો ભૂકંપ
ગોંડલથી 24 કિમી દૂર ભૂકંપનું એપી સેન્ટર#Gujarat #Rajkot #Gondal #Earthquake #GondalEarthquake #GujaratFirst pic.twitter.com/8Bzbt9a2C4— Gujarat First (@GujaratFirst) October 24, 2025
આ પણ વાંચો - Diwali 2025 : રાજકોટ અને અમદાવાદમાં જાહેરમાં જોખમી રીતે ફટાકડા ફોડતા ઇસમોનાં Video વાઇરલ
અગાઉ કચ્છનાં ધોળાવીરા પાસે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો
નોંધનીય છે કે, આ પહેલા 12 ઓક્ટોબરનાં રોજ કચ્છના (Kutch) ધોળાવીરા પાસે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રાત્રે 9.48 મિનિટે 3.2.ની તીવ્રતાનો આંચકો (Earthquake) અનુભવાતા થોડા સમય માટે લોકોમાં ડરનો માહોલ ફેલાયો હતો. જો કે, સદનસીબે હળવા આંચકાથી કોઈ મોટું નુકસાન થયું નહોતું. કચ્છમાં અવારનવાર ભૂકંપનાં આંચકા આવતા હોય છે.
આ પણ વાંચો - Ahmedabad : ન્યૂ રાણીપમાં પરિવાર માટે દિવાળીનો તહેવાર માતમમાં ફેરવાયો, ગોઝારી ઘટના CCTV માં કેદ


